MONEY9: વ્યાજના દર વધવાથી ઋણ સતત મોંઘું થઈ રહ્યું છે અને દેવું લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં, ક્રેડિટ ગ્રોથ ઘટવાની જગ્યાએ સતત વધી રહ્યો છે. ઋણ લેવાની માંગમાં થઈ રહેલો આ વધારો જોઈને રિઝર્વ બેન્કની ચિંતા વધી ગઈ છે. રિઝર્વ બેન્કને બીક છે કે, બેન્કોનો NPAનો બોજ માંડ-માંડ હળવો થયો છે ત્યારે મોંઘાંદાટ ઋણની વધતી માંગ ક્યાંક ફરીથી આ બોજ વધારી ના દે. આ ચિંતાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેન્કે તમામ મુખ્ય બેન્કો સાથે બેઠક પણ યોજી છે.
ક્રેડિટ ગ્રોથ રિઝર્વ બેન્કના ક્રેડિટ ગ્રોથના આંકડા દર્શાવે છે કે, સપ્ટેમ્બર મહિનામાં નોન-ફૂડ બેન્ક ક્રેડિટમાં વાર્ષિક ધોરણે 16.9 ટકા વધારો જોવા મળ્યો હતો… પર્સનલ લોન સેગમેન્ટ તેમજ હાઉસિંગ અને વ્હિકલ લોન સેગમેન્ટમાં ક્રેડિટની ડિમાન્ડ 19.6 ટકા જ્યારે સર્વિસ સેક્ટરમાં 20 ટકા વધી હતી. આ ઉપરાંત, એગ્રી લોનની ડિમાન્ડ 13.4 ટકા વધી અને ઈન્ડસ્ટ્રી કેટેગરીમાં ઋણની માંગ 12.6 ટકાના દરે વધી. દેશમાં લોન લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે તેવા સમયે ઋણની માંગમાં આટલી વૃદ્ધિ થવાથી રિઝર્વ બેન્કને ચિંતા થઈ રહી છે.
Money9નો પર્સનલ ફાઈનાન્સ સર્વે એ પણ જાણવું રસપ્રદ છે કે, ભારતનાં કયા લોકો સૌથી વધુ દેવું કરે છે??? તો, Money9 દ્વારા તાજેતરમાં થયેલા પર્સનલ ફાઈનાન્સ સર્વેનું તારણ દર્શાવે છે કે, ભારતનાં માત્ર 11 ટકા પરિવારે દેવું કર્યું છે અને તેમાં પણ સૌથી વધુ દેવું એવા પરિવારે કર્યું છે, જે આર્થિક માપદંડ પ્રમાણે નીચલા મધ્યમ વર્ગમાં અથવા તો ધનિકોના વર્ગમાં આવે છે.
રાજ્ય-આધારિત સ્થિતિ જોકે, રાજ્યોના આધારે વર્ગીકરણ કરીએ તો, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કેરળ જેવા ઘણા રાજ્યોમાં દેવું કરનારા પરિવારોની સંખ્યા દેશની રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી વધારે છે. મની નાઈનનો સર્વે દર્શાવે છે કે, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોના માત્ર 3થી 4 ટકા પરિવારે ઋણ લીધું છે.
બેન્કો સાથે બેઠક સર્વેમાં એ પણ જાણવા મળે છે કે, દેવું કરનારા મોટા ભાગનાં લોકોએ પર્સનલ લોન લીધી છે જ્યારે હોમ લોન લેનારા લોકો બીજા ક્રમે આવે છે. બિઝનેસ માટે, વાહન માટે કે ખેતીવાડી અને શિક્ષણ માટે લોન લેનારા લોકોની સંખ્યા ઘણી ઓછી છે. આમ, દેવું કરનારા લોકોની સંખ્યા ઘણી ઓછી હોવા છતાં, ક્રેડિટ ગ્રોથ વધી રહ્યો હોવાથી રિઝર્વ બેન્ક ચિંતિત છે અને આ ચિંતા દૂર કરવા માટે જ 16 નવેમ્બરે બેન્કોના વડાઓ સાથે મીટિંગ યોજવામાં આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો