Money9: શું તમે જાણો છો કે આપણા દેશમાં એવા કેટલા પરિવાર છે કે જેમની પાસે પોતાની પ્રોપર્ટી કે જમીન છે? કયા રાજ્યમાં સૌથી વધુ પરિવાર પ્રોપર્ટી કે જમીનમાં ઇન્વેસ્ટ કરે છે? અને દેશના કયા ભાગમાં સૌથી વધુ પરિવારો પાસે પોતાની પ્રોપર્ટી કે જમીન છે? નથી જાણતા તો હવે જાણી લો. કારણ કે આ તમામ માહિતી મની9 તેના એક સ્પેશ્ય સર્વેમાં લઇને આવ્યું છે. આ દેશનો પહેલો અને સ્વતંત્ર પર્સનલ ફાઇનાન્સ સર્વે છે.
મની9નો સર્વે
મની9એ દેશના 20 રાજ્યોના 100 જિલ્લાઓમાં 31,510 પરિવારોનો સર્વે કર્યો અને આ સર્વે તારણ અનુસાર દેશની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટના મામલે રાષ્ટ્રીય એવરેજ 18 ટકા છે. એટલે કે 100માંથી માત્ર 18 પરિવારની પાસે જ પોતાની પ્રોપર્ટી કે જમીન છે. રાજ્યો પ્રમાણે વાત કરીએ તો કર્ણાટક સૌથી ઉપર આવે છે.
રાજ્યમાં દર 100માંથી 54 પરિવારની પાસે પોતાની જમીન કે પ્રોપર્ટી છે. ત્યારબાદ દક્ષિણના તમિલનાડુમાં સૌથી વધુ એટલે કે દર 100માંથી 28 પરિવારોએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યો પ્રોપર્ટીમાં રોકાણ કરવાના મામલે આગળ છે.
પશ્ચિમમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 24 ટકા પરિવારોએ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે. આ રીતે મહારાષ્ટ્ર દેશમાં ત્રીજા સ્થાને છે. પશ્ચિમ અને દક્ષિણ ભારત સિવાયના રાજ્યોમાં નજર કરીએ તો ઉત્તરના રાજ્યોમાં પંજાબ અને જમ્મૂ-કાશ્મીર પ્રોપર્ટીમાં રોકાણ કરવાના મામલે આગળ છે. પંજાબ અને જમ્મૂ-કાશ્મીરમાં દર 100માંથી 21 પરિવારની પાસે પોતાની પ્રોપર્ટી છે. તો મોટા રાજ્યોમાં બિહારમાં સૌથી ઓછા, દર 100માંથી માત્ર 2 પરિવારની પાસે જ પોતાની પ્રોપર્ટી કે જમીન છે.
Published - November 7, 2022, 05:16 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો