Money9: શું તમે જાણો છો કે ભારતમાં લોકો પેમેન્ટ માટે સૌથી વધારે કયા માધ્યમનો ઉપયોગ કરે છે. પરિવારોની ફાઇનાન્સિયલ સર્વિસિઝની પેટર્ન શું છે. અને કેટલા પરિવારોને લાગે છે કે યુપીઆઇ સર્વિસ અને ઇન્ટરનેટ બેંકિંગ ટ્રાન્ઝેક્શન્સનું સૌથી સરળ માધ્યમ છે.
મની9 તમારા આવા જ સવાલોના જવાબ શોધીને લાવ્યું છે. દેશનો પહેલો અને સ્વતંત્ર પર્સનલ ફાઇનાન્સ સર્વેમાં. મની9એ દેશના 20 રાજ્યોના 100 જિલ્લામાં 31,510 પરિવારોનો સર્વે કર્યો. અને આ સુપર સર્વે અનુસાર દેશમાંથી દર 100માંથી 59 પરિવાર ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે. ત્યારબાદ સૌથી વધુ એટલે કે દર 100માંથી 53 પરિવાર એટીએમનો ઉપયોગ કરે છે.
તો 100માંથી 46 પરિવાર ફોન બેંકિંગ સેવાઓનો ઉપયોગ કરે છે. 100માંથી 25 એટલે કે ચોથા ભાગના પરિવાર યુપીઆઇ સર્વિસનો, 20 પરિવાર ઇન્ટરનેટ સેવાઓનો અને 27 પરિવાર મોબાઇલ એપ્સનો ઉપયોગ કરે છે. તો 100માંથી 38 પરિવાર શોપિંગ માટે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરે છે.
Published - November 7, 2022, 04:04 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો