Money9 Gujarati:
રાજકોટ સ્થિત શીતલ યુનિવર્સિલનો (Sheetal Universal IPO) SME IPO 4 ડિસેમ્બરે ખુલશે અને 6 ડિસેમ્બરે બંધ થશે. કંપની IPOમાં 10 રૂપિયાની ફેસ વેલ્યુ ધરાવતા પ્રત્યેક શેર માટે 70 રૂપિયાની કિંમત નક્કી કરી છે. કંપની 34 લાખ ફ્રેશ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરી રહી છે. આ ભાવે તેના IPOનું કદ 23.80 કરોડ રૂપિયા થાય છે. IPOની લીડ મેનેજરની જવાબદારી બીલાઇન કેપિટલ એડવાઇઝર્સને અને રજિસ્ટ્રારની જવાબદારી બિગશેર સર્વિસને સોંપવામાં આવી છે. તેના શેરનું લિસ્ટિંગ NSE Emerge પર થશે.
શીતલ યુનિવર્સલ મગફળી, તલ, મસાલા અને અનાજ જેવાં કૃષિ ઉત્પાદનોના સોર્સિંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગમાં કારોબારમાં સક્રિય છે. કંપની જામનગર જિલ્લાના હરીપર ખંઢેરા ખાતે ઉત્પાદન અને પ્રોસેસિંગ એકમ ધરાવે છે. આ પ્લાન્ટ 6,000 ચોરસ મીટરના બાંધકામ વિસ્તાર સાથે 14,568 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે. કંપની રશિયન ફેડરેશન, ઇન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ, UAE, ઇરાન, અલ્ગેરિયા, ઇઝરાયલ, તુર્કી અને ઇજિપ્ત સહિતના દેશોમાં નિકાસ કરે છે.
શીતલ યુનિવર્સલ નવી પ્રોડક્ટ્સ કેટેગરીમાં પ્રવેશ કરવા માટે જરૂરી ઉપકરણો અને મશીનરી ખરીદવા માંગે છે. તેના માટે લગભગ 5.84 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ છે અને તેના માટે IPO દ્વારા પૈસા ભેગા કરી રહી છે. કંપની ડિફેટેડ પ્રોટીન પાઉડર (ડ્રાય પાઉડર) અને કાચી મગફળી, બદામ, કાજુ અને તેલીબિયામાંથી એક્સટ્રેક્ટ કોલ્ડ પ્રેસ ઓઇલ માટે ઉત્પાદન સુવિધા સ્થાપવા માંગે છે. ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો, કોર્પોરેટના સામાન્ય હેતુઓ અને જાહેર ઇશ્યૂના ખર્ચને પૂર્ણ કરવા માટે કરાશે. કંપની કાર્યકારી મૂડી માટે 12 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જેનો ઉપયોગ પ્રોડક્ટની શ્રેણીના વિસ્તરણ, બિઝનેસ વર્ટિકલના વિસ્તાર તથા વિવિધ ભૌગોલિક પ્રદેશોમાં પ્રવેશવા માટે કરાશે.
શીતલ યુનિવર્સલ લિમિટેડના સંસ્થાપક અને MD હિરેન વલ્લભભાઇ પટેલે જણાવ્યું હતું કે, એગ્રી પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં બહોળા અનુભવ સાથે અમે ઘરેલુ અને નિકાસ બજારો માટે ડિફેટેડ પ્રોટીન પાઉડર અને એક્સટ્રેક્ટ કોલ્ડ પ્રેસ ઓઇલના ઉત્પાદન માટે પર્યાપ્ત ઉપકરણો સાથે ઉત્પાદન સુવિધા સ્થાપીને મૂલ્યવર્ધન સાથે ફોરવર્ડ ઇન્ટિગ્રેશનનો ઉદ્દેશ્ય ધરાવીએ છીએ. અમે કાચી મગફળી, બદામ, કાજૂ અને બીજમાંથી ડિફેટેડ પ્રોટીન પાઉડર (ડ્રાય પાઉડર)નું ઉત્પાદન એકમ સ્થાપિત કરવાની પણ યોજના ધરાવીએ છીએ, જે વેગન ફૂડ તરીકે ઓળખાય છે. આથી અમે IPOમાંથી પ્રાપ્ત ભંડોળનો હિસ્સો અમારી ક્ષમતા વિસ્તરણ અને બીજી ભુગોળમાં ઉપસ્થિતિ વધારવા માટે ફાળવીશું.
IPO Open: | December 4, 2023 |
IPO Close: | December 6, 2023 |
IPO Size: | Approx ₹23.80 Crores, 3,400,000 Equity Shares |
Face Value: | ₹10 Per Equity Share |
IPO Price Band: | ₹70 Per Equity Share |
IPO Listing on: | NSE SME |
Retail Quota: | 50% of the net offer |
NII Quota: | 50% of the net offer |
The Sheetal Universal IPO minimum market lot is 2000 shares with a ₹140,000 application amount.
Application | Lot Size | Shares | Amount |
Retail Minimum | 1 | 2000 | ₹140,000 |
Retail Maximum | 1 | 2000 | ₹140,000 |
S-HNI Minimum | 2 | 4000 | ₹280,000 |
The Sheetal Universal IPO date is December 4 and the IPO close date is December 6. The IPO allotment date is December 7 and the IPO might list on December 11.
IPO Open Date: | December 2, 2023 |
IPO Close Date: | December 6, 2023 |
Basis of Allotment: | December 7, 2023 |
Refunds: | December 8, 2023 |
Credit to Demat Account: | December 8, 2023 |
IPO Listing Date: | December 11, 2023 |
નાણાકીય વર્ષ 2022-23માં કંપનીની કુલ આવક વધીને 131.65 કરોડ રૂપિયા થઇ છે, જે નાણાકીય વર્ષ 2021-22માં 39.84 કરોડથી વધુ છે. કંપનીએ નાણાકીય વર્ષ 2022-23માં 1.98 કરોડનો PAT (કર બાદનો નફો) નોંધાવ્યો હતો, જે નાણાકીય વર્ષ 2021-22ના 28.31 લાખ રૂપિયાથી વધુ છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2024ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળામાં કંપનીની કુલ આવક 56.75 કરોડ સાથે પીએટી રૂ. 1.88 કરોડ નોંધાયો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો