MONEY9: સોફ્ટ બેંક પેટીએમમાં પોતાની 4.5 ટકા હિસ્સેદારી વેચશે. આ સમાચાર બાદ એક દિવસમાં પેટીએમનો શેર 10 ટકા તૂટી ગયો. જો કે પેટીએમે ન તો આ સમાચારની પુષ્ટિ કરી અને ન તો તેનું ખંડન કર્યું.
એક બીજો કિસ્સો સાંભળો.
LIC પોતાના રોકાણકારોને બોનસ શેર આપી શકે છે. આ ખબરની કંપનીના શેર પર અસર જોવા મળી. જો કે કંપનીએ ન તો કોઇ પુષ્ટિ કરી, ન કોઇ બોનસની જાહેરાત. પરંતુ આવનારા દિવસોમાં આવુ નહીં થાય. એટલે કે કંપનીઓએ સમાચારોનું ખંડન કે પુષ્ટિ કરવી પડશે. શેર બજારમાં છેલ્લા ત્રણ વર્ષમાં રિટેલ રોકાણકારોની સંખ્યા ઝડપથી વધી છે અને તેમના હિતોની સુરક્ષા માટે સેબી નવા નિયમો લાવવાનો વિચાર કરી રહી છે. કંપનીઓના ડિસ્ક્લોઝર નિયમો પર સેબીએ પ્રસ્તાવ રજૂ કર્યો છે કે કોઇપણ કંપની અંગે મીડિયામાં ચાલતા સમાચારોની સંબંધિત કંપની ક્યાં તો પુષ્ટિ કરશે કે ખંડન. આ ઉપરાંત એવી કોઇપણ ખબર જે કંપનીના ટર્નઓવર, નફા, શેરના ભાવમાં મોટો ફેરફાર લાવનારી હોય તો કંપનીએ પોતાના તરફથી એક્સચેન્જને તેની જાણકારી આપવી પડશે.
અત્યાર સુધી મીડિયામાં ચાલતા સમાચારોને લઇને કંપનીઓ તરફથી ઢિલુ વલણ અપનાવવામાં આવે છે. જો આ ફેરફાર અમલમાં આવી જશે તો ઇન્વેસ્ટર્સની સામે ક્યારેય મુંઝવણની સ્થિતિ ઉત્પન્ન નહીં થાય. આ ઉપરાંત સેબીએ પહેલીવાર કંપનીઓનું ફિઝિકલ ઇન્સ્પેક્શન શરૂ કર્યું છે. આવો જ એક ફેરફાર કંપનીઓના શેર બાયબેકના નિયમોમાં જોવા મળવાનો છે. બાયબેક નિયમોમાં ફેરફાર પર સલાહ માટે HDFCના વાઇસ ચેરપર્સન કેકી મિસ્ત્રીની અધ્યક્ષતામાં ગઠિત પેનલે બાયબેક અવધિને હાલની અવધિના મુકાબલે ઘટાડીને માત્ર 10 ટકા રાખવાની ભલામણ કરી છે.
આ ઉપરાંત સ્ટોક એક્સચેન્જો પર બાયબેક માટે સ્પેશ્યલ વિન્ડો શરૂ કરવાની ભલામણ પણ કરી છે. બજાર નિયામક આટલે જ અટક્યું નથી. સેબીનો ડંડો ફાઇનાન્સિયલ ઇન્ફ્લુઅન્શર્સ પર પણ ચાલવાનો છે. આ એવા લોકો છે જેની સોશિયલ મીડિયા પર ઠીકઠાક ફેન ફોલોઇંગ છે. અને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ શેર ટ્રેડની સલાહ આપે છે. માનવામાં આવે છે કે શેરને પ્રભાવિત કરવા માટે ઇન્ફ્લુઅંશર્સ સોશિયલ મીડિયા પર સલાહ આપે છે. તેમની સલાહથી ઘણીવાર રોકાણકારોને ખોટ પણ જાય છે. સેબી ટુંક સમયમાં આ ઇન્ફ્લુઅંશર્સ માટે પણ નિયમો જાહેર કરી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો