અમદાવાદઃ
એક્સપ્રેસની ઝડપે દોડી રહેલા રેલ વિકાસ નિગમના શેરને બ્રેક વાગી છે. ભારત સરકારની કંપની રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)ના શેરમાં છેલ્લાં પાંચ દિવસથી તેજી જામી હતી. પરંતુ, ગુરુવારે, તેણે થોભો ખાધો, અને સવારમાં જ ભાવ 4 ટકા તૂટીને રૂ.100ની નજીક પહોંચી ગયો.
ગુજરાત મેટ્રો બની તેજીનું કારણઃ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી Siemens અને રેલ વિકાસ નિગમના કન્સોર્ટિયમને એક મોટો ઓર્ડર મળ્યો છે. આ કારણથી RVNLના શેરમાં સતત ઉછાળો જોવા મળ્યો છે. સુરત મેટ્રોના ફર્સ્ટ ફેઝ અને અને અમદાવાદ મેટ્રોના સેકન્ડ ફેઝનો કોન્ટ્રાક્ટ બન્ને કંપનીઓના કંસોર્ટિયમને આપવામાં આવ્યો છે. 20 એપ્રિલ 2023ના રોજ RVNLનો ભાવ રૂ.77.24 હતો, પછી 21 એપ્રિલે રૂ.77.53 થયો. 24 એપ્રિલે જંગી ઉછાળો આવ્યો અને શેરની કિંમત રૂ.87.80 થઈ ગઈ. 25 એપ્રિલે ફરી અપર સર્કિટ વાગી અને ભાવ દિવસના ટ્રેડિંગ દરમિયાન 10 ટકા વધીને રૂ.114.70ની સપાટીએ પહોંચી ગયો. 26 એપ્રિલે આ શેરમાં 52 સપ્તાહની ટોચ બની હતી. આમ, છેલ્લાં પાંચ ટ્રેડિંગ સત્રમાં તેના શેરમાં 54 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. જોકે, 27 એપ્રિલે તેમાં પ્રોફિટ બૂકિંગ થયું અને ભાવ 100 રૂપિયાની નજીક જતો રહ્યો. છેલ્લાં 1 વર્ષમાં RVNLનો શેર 200 ટકા વધ્યો છે.
માર્કેટ એક્સપર્ટ જણાવે છે કે, આગામી છ મહિનામાં રેલ વિકાસ નિગમનો શેર રૂ.175ની ઉપર જઈ શકે છે. પરંતુ સ્ટોપ લોસ રૂ.75નો રાખવો જરૂરી છે. ટેકનીકલી તેણે રૂ.77નું લેવલ તોડી નાખ્યું છે. સરકારે બજેટમાં રેલવે માટે કરેલી જાહેરાતથી અને રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે વધી રહેલા મૂડીરોકાણને કારણે કંપનીની આવકમાં વધારો થવાનો અંદાજ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો