Money9 Gujarati:
શેરબજારમાં તેજીવાળાએ જમાવટ કરી છે અને કમાણીનો વરસાદ થઈ રહ્યો છે. બજારો રેકોર્ડ લેવલે પહોંચી ગયા છે. શુક્રવારે ભારતનાં બંને ઈક્વિટી બેન્ચમાર્ક ઈન્ડેક્સ પોતપોતાના રેકોર્ડ ક્લોઝિંગ હાઈ લેવલે બંધ રહ્યા હતા. BSEનો બેન્ચમાર્ક સેન્સેક્સ 467 પોઈન્ટ્સ વધીને 63,384ના લેવલે જ્યારે NSEનો મુખ્ય નિફ્ટી ઈન્ડેક્સ 138 પોઈન્ટ્સ વધીને 18,826ના લેવલે બંધ રહ્યો હતો. રિલાયન્સ, ICICI Bank, HDFC ટ્વીન્સ, કોટક બેન્ક, હિન્દુસ્તાન યુનિલીવર જેવા હેવીવેઈટ શેર્સના જોરે સેન્સેક્સ અને નિફ્ટી ઊંચકાયા હતા. બજારનો એડવાન્સ ડિક્લાઈન રેશિયો વન-જેમ-વન રહ્યો હતો. રૂપિયો પણ ડૉલર સામે છ સપ્તાહની ટોચે પહોંચ્યો છે.
સેક્ટોરલ વાત કરીએ તો, આઈટીને બાદ કરતાં તમામ સેક્ટરના શેર્સ પોઝિટિવ રહ્યાં હતા. પીએસયુ બેન્ક્સ, મેટલ, ઓટો, કન્ઝ્યુમર સ્ટોક્સ બધે તેજીવાળા છવાઈ ગયા હતા. NBFC અને ડિફેન્સ સ્ટોક્સ સારા ચાલ્યા હતા. ઈન્સ્યૉરન્સ સ્ટોક્સમાં શાનદાર તેજી રહી હતી અને HDFC લાઈફ સાડા પાંચ ટકા જ્યારે SBI લાઈફ સાડા ત્રણ ટકા વધ્યા હતા. આજે આઈકિયો લાઈટિંગનું લિસ્ટિંગ પણ થયું જેમાં રોકાણકારોને શેર દીઠ લગભગ 120 રૂપિયાનો ફાયદો થયો છે.
ડો. રેડ્ડીઝનો શેર સારો એવો વધ્યો હતો. કલ્યાણ જ્વેલર્સનો શેર્સ બ્લોક ડીલના જોરે 15 ટકા વધ્યો હતો જ્યારે પેટીએમ અને નાયકાના શેરમાં પણ ઉછાળો નોંધાયો હતો. ઘટનારા સ્ટોક્સની વાત કરીએ તો, સોદો રદ થવાથી TCS ઘટ્યો હતો જ્યારે બાયબેકના દિવસે વિપ્રોમાં ઘટાડાતરફી માહોલ હતો. બજાજ ઓટોની નિકાસ મોંઘી થવાથી તેનો શેર પણ દબાણમાં રહ્યો હતો. નિફ્ટીના 70 ટકાથી પણ વધુ શેર્સ તેમની 200 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ચાલી રહ્યાં છે.
બજારો શુક્રવારે મજબૂત રીતે ઉછળ્યા હતા અને વૈશ્વિક સંકેતોના આધારે રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયા હતા. FMCG, ફાર્મા અને એનર્જી સ્ટોક્સમાં ખરીદી સાથે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સ્ટોક્સમાં રિકવરી જોવા મળી હતી. આ ઉપરાંત, મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં સતત ખરીદી થવાથી બજારમાં પોઝિટિવ મૂડ બરાબર જામ્યો હતો. વૈશ્વિક બજારોમાં ઉછાળાના જોરે ભારતીય બજારોને બુલિશ મોમેન્ટમ જાળવવામાં મદદ મળી છે. રોકાણકારોએ અત્યારે નવી હાઈ સુધી રાહ જોયા કરતાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ રાખવો જોઈએ, એમ રેલિગેર બ્રોકિંગના અજીત મિશ્રા જણાવે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો