MONEY9: નવેમ્બર મહિનો શેર બજાર માટે ઘણો ખાસ રહેવાનો છે. મંદીની આશંકા છતાં આ વખતે મુહુર્ત ટ્રેડિંગ છેલ્લા 14 વર્ષમાં સૌથી સારુ રહ્યું અને બેંચમાર્ક ઇન્ડેક્સ અંદાજે 1 ટકા વધારા સાથે બંધ રહ્યાં. પરંતુ આ તેજી આવનારા દિવસોમાં ઘણાં શેર માટે મંદીમાં ફેરવાઇ શકે છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે આ વર્ષે લિસ્ટ થયેલા અંદાજે 20 કંપનીઓના શેરોમાં પ્રી આઇપીઓ એન્કર ઇન્વેસ્ટરના લોકઇન પીરિયડની સમયમર્યાદા નવેમ્બર મહિનામાં સમાપ્ત થઇ રહી છે. જો આ એન્કર ઇન્વેસ્ટર શેરમાંથી નીકળે છે તો આ કંપનીઓના શેરમાં મોટો ઘટાડો જોવા મળી શકે છે. ઝોમેટોની કહાની તો તમને યાદ જ હશે..જેવો એન્કર ઇન્વેસ્ટર્સનો 1 વર્ષનો લોકઇન પીરિયડ સમાપ્ત થયો તો કંપનીમાં ઉબર અને ટાઇગર ગ્લોબલે પોતાની કેટલીક હિસ્સેદારી વેચી નાંખી જેથી જુલાઇ મહિનામાં ઝોમેટોના શેરમાં 22 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
હકીકતમાં સેબીના નિયમો અનુસાર પ્રી-આઇપીઓ ઇન્વેસ્ટર શેરના લિસ્ટ થયાના 1 વર્ષ સુધી તેમાં હિસ્સેદારીને વેચી નહોતા શકતા. પરંતુ એક એપ્રિલથી આ લોકઇન સમયગાળો ઘટાડીને 6 મહિના કરી દેવામાં આવ્યો. ડેલ્હીવેરી, રેઇનબો ચિલ્ડ્રન્સ મેડિકેર, કેમ્પસ ફુટવેર અને પારાદીપ ફોસ્ફેટ્સ સહિત 8 કંપનીઓના IPO એપ્રિલમાં કે ત્યારબાદ આવ્યા છે જેમાં એન્કર ઇન્વેસ્ટરની લોકઇનની 1 વર્ષની મર્યાદા નવેમ્બરમાં પૂરી થઇ રહી છે તેમાં Paytm, PB ફિનટેક, નાયકા, સફાયર ફુડ્સ અને ફિનો પેમેન્ટ જેવી કંપનીઓ સામેલ છે.
આ કંપનીઓમાં ફક્ત ગો ફેશન, રેઇનબો ચિલ્ડ્રન્સ અને કેમ્પસ ફુટવેરના શેરોમાં છેલ્લા 1 મહિનામાં અંદાજે 2 થી લઇને 7 ટકા સુધીનું પોઝિટિવ રિટર્ન જોવા મળ્યું છે. અને બાકી મોટાભાગના શેરમાં 1 મહિનામાં 20 થી લઇને 35 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. નાયકાના શેર તો 25 ઓક્ટોબરે તેની ઇશ્યૂ પ્રાઇસ 1125થી નીચે સરકી ગયાં.
હવે મોટો સવાલ એ છે કે નવેમ્બરમાં જે કંપનીઓનો લોકઇન પીરિયડ પૂરો થઇ રહ્યો છે તે કંપનીઓના શેરમાં શું કરવું જોઇએ તો મંત્રી ફિનમાર્ટના ફાઉન્ડર અરુણ મંત્રી કહે છે કે જે કંપનીઓનો લોઇઇન પીરિયડ પૂરો થઇ રહ્યો છે તે શેરોમાં નવેમ્બર મહિનામાં ભારે ઉતાર-ચડાવ જોવા મળી શકે છે. એવા શેરોમાં વધારે દબાણ જોવા મળશે જ્યાં પ્રાઇવેટ ઇક્વિટીની હિસ્સેદારી વધારે હશે. મંત્રી કહે છે કે જે લોકોની પાસે આ કંપનીઓના શેર છે તેમણે હાલ તેમાંથી બહાર નીકળી જવું જોઇએ. જો ઇચ્છે તો લોકઇન પીરિયડ પૂરો થઇ ગયા બાદ ફરીથી એન્ટ્રી લઇ શકે છે. જે લોકો નવું રોકાણ કરવા માંગે છે તેમણે આ કંપનીમાં રોકાણ કરવાથી બચવું જોઇએ. કારણ કે બજારમાં આનાથી વધારે વેલ્યૂએશન પર મજબૂત ફંડામેન્ટલવાળા શેર મળી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો