MONEY9: દુનિયામાં કરોડો લોકો દિવસની શરૂઆત કોફીની ચુસ્કીઓની સાથે કરે છે. સ્થાનિક સ્તરની વાત કરીએ તો કોફી ખાસ કરીને દક્ષિણ ભારતના લોકોની પસંદગીનું પીણું છે. પરંતુ શું તમે તમારા રોકાણ પોર્ટફોલિયોમાં પણ કોફીની ચુસ્કી લેવાની પસંદ કરશો? શું કોઇ એવી કોફી કંપની છે જે તમારા પોર્ટફોલિયોમાં તાજગી લાવી શકે છે. આ અંગે જાણીશું પરંતુ તે પહેલા જાણી લઇએ કે દેશ અને દુનિયામાં કોફી કારોબાર કેટલો છે?
તો આપને જણાવી દઇએ કે 225 કરોડ કપથી વધુની ગ્લોબલ વાર્ષિક વપરાશની સાથે ક્રૂડ ઓઇલ બાદ કોફી દુનિયાની બીજી સૌથી વધુ ટ્રેડ થતી કોમોડિટી છે. કોફીનું ગ્લોબલ બજાર ઘણી તેજીથી વધી રહ્યું છે. ગત 2 દશકમાં કોફીના ગ્લોબલ બજારમાં 69% થી વધુની વૃદ્ધિ થઇ છે. ગ્લોબલ ઇન્સ્ટન્ટ કોફી રિટેલ માર્કેટનું મૂલ્ય 30થી 31 અબજ ડોલર છે. તેનો 50%થી વધુ માર્કેટ શેર નેસ્લે અને ક્રાફ્ટ ફૂડ્સની પાસે છે.
હવે વાત કરીએ દેશની. તો વર્ષ 2009થી 2021 સુધી ભારતમાં કોફીનો વપરાશ 4 ટકાના CAGR ગ્રોથથી વધ્યો છે. આ સમયગાળા દરમિયાન ઇન્સ્ટન્ટ કોફી માર્કેટનો ગ્રોથ વાર્ષિક ધોરણે 8થી 10 ટકા રહ્યો છે. દુનિયાની બીજી સૌથી વધુ વસતીવાળા દેશ ભારતમાં એશિયાના 2 કિલોના મુકાબલે પ્રતિ વ્યક્તિ કોફીનો વપરાશ અડધા કિલોથી પણ ઓછો છે જેના કારણે અહીં ઘણો સ્કોપ છે. લોકલ બજારમાં 90 થી 95 ટકા માર્કેટ શેરની સાથે નેસ્લે અને HUL જેવી કંપનીઓનો દબદબો રહ્યો છે. પરંતુ શું આ સેક્ટરમાં કોઇ એવી કંપની પણ છે જેને વધતી માંગનો સૌથી વધુ ફાયદો થશે? તો આનો જવાબ છે CCL Products ઇન્ડિયા લિમિટેડ એટલે કે CCPL જે દેશની સૌથી મોટી પ્રાઇવેટ લેબલ ઇન્સ્ટન્ટ કોફી કંપની છે અને 90થી વધુ દેશોમાં પ્રીમિયમ બ્રાન્ડ્સને સપ્લાય કરે છે.
મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર ટોપ 5 ગ્રાહકોનું 40% અને top 15 ગ્રાહકોનું આવકમાં 60% યોગદાન છે. 10%ના રેવન્યૂ શેરની સાથે સ્ટ્રાઉસ સૌથી મોટી ગ્રાહક છે. છેલ્લા 2 વર્ષમાં દુનિયાની બીજી સૌથી મોટી કોફી કંપની JDE સહિત કેટલાક મોટા ગ્રાહકોથી CCPLને ઓર્ડર મળે છે. બધા ફોર્મેટ્સમાં દરેક પ્રકારની કોફી પ્રદાન કરવાની CCPLની ક્ષમતા તેને બ્રાન્ડ ઓનર્સની પસંદગીની કંપની બનવામાં સક્ષમ બનાવે છે. હવે એ પણ જાણી લઇએ કે કંપની પોતાના પ્લાન્ટની ક્ષમતા વિસ્તાર પર કેવી રીતે કામ કરી રહી છે. તો FY22ના અંત સુધી કંપનીની ક્ષમતા 38,500 ટન હતી અને વિસ્તાર યોજના અનુસાર FY24 અંત સુધી ક્ષમતા વિયેતનામ અને ભારતમાં મળીને 71,000 ટન થઇ જશે.
હવે સવાલ એ આવે છે કે CCPLના શેરમાં તેજીના ટ્રિગર્સ શું છે? હકીકતમાં કોફી પ્રોસેસિંગ એક પડકારજનક કારોબાર છે કારણ કે તેની સફળતા માટે યોગ્ય મિશ્રણ અને વ્યાજબી કિંમતનું ઘણું મહત્વ છે. જો કે ઇન્સ્ટન્ટ કોફી ઇન્ડસ્ટ્રીમાં ઘણી સરપ્લસ ક્ષમતા છે પરંતુ CCL products જેવી કંપનીઓની પાસે ઘણો મજબૂત સ્પર્ધાત્મક એડવાન્ટેજ છે. જેના ઘણાં કારણો છે. કંપનીની પાસે ગ્રાહકોની જરૂરિયાતના હિસાબે 200 કરતાં વધુ પ્રકારના કોફી મિશ્રણ તૈયાર કરવાનો 25 વર્ષથી વધુનો અનુભવ છે.
તો કુલ મળીને એમ કહી શકાય કે CCL Productsનો આઉટલુક ઘણો સારો છે. જો કે આ શેર છેલ્લા 6 મહિનામાં 50 ટકાથી વધુ વધી ચૂક્યો છે. એટલે એક્સપર્ટ્સનું કહેવું છે કે શેરમાં ઘટાડાની રાહ જુઓ કે ઘટાડે થોડી થોડી ખરીદી લાંબાગાળા માટે કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો