MONEY9: કોરોના કાળ સમાપ્ત થયો તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરના પણ જાણે કે કાળા દિવસો સમાપ્ત થયા. અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીઓના દિવસો સુધરવા લાગ્યા. માર્ચ 2020માં BSE ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ તૂટીને 8700ની આસપાસ જતો રહ્યો. પરંતુ હવે સ્થિતિ એ છે કે ગયા મહિને એટલે કે ઓગસ્ટ 2022માં તે 20 હજારના લેવલને પણ પાર કરી ગયો. છેલ્લા બે વર્ષમાં આ ઇન્ડેક્સે અંદાજે 54 ટકાનું રિટર્ન આપ્યું છે.
પરંતુ શું હજુ પણ ઓઇલ એન્ડ ગેસ કંપનીઓમાં રોકાણની તક છે? આને સમજવા માટે તમારે એ જોવું પડશે કે આ કંપનીઓમાં કેટલો દમ છે. આના માટે જોઇએ કે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ એટલે કે જૂન ક્વાર્ટરમાં આ કંપનીઓના પરિણામો કેવા રહ્યાં અને તેમનું આઉટલુક કેવું છે?
તો જવાબ એ છે કે પ્રથમ ક્વાર્ટરમાં ઓઇલ-ગેસ સેક્ટરની કંપનીઓના પરિણામો મિશ્ર રહ્યાં છે. IGL, MGL, Gujarat Gas ના પરિણામો અનુમાનથી સારા, ONGC અને RILના અનુમાન નબળા તો IOC, BPCL, HPCLના પરિણામો ઘણાં જ નિરાશાજનક રહ્યાં છે.
કિંમતોમાં વધારો અને CNG વૉલ્યૂમમાં મજબૂત ગ્રોથથી સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ જેવી કે IGL, MGLના માર્જિનમાં ઝડપી રિકવરી થઇ છે. ત્રિમાસિક ધોરણે IGLના ગેસ વેચાણ વોલ્યુમમાં 2 ટકા અને MGLના ગેસ વેચાણ વૉલ્યૂમમાં 9 ટકા જ્યારે ઓપરેટિંગ માર્જિનમાં 20 ટકા અને 21 ટકાનો સુધારો થયો. Gujarat Gasના પરિણામો અનુમાનથી સારા રહ્યા પરંતુ ગેસ વેચાણ વોલ્યૂમમાં 8 ટકા અને ઓપરેટિંગ માર્જિનમાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
ગેસ ટ્રાન્સેપોર્ટેશન કંપનીઓમાં ગેસ માર્કેટિંગ સેગમેન્ટના મજબૂત નફાથી GAILના બાકી સેગમેન્ટના નબળા પ્રદર્શનની અસર સમાપ્ત થઇ ગઇ અને પરિણામો અનુમાનથી વધારે સારા રહ્યાં. પરંતુ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર ન થવા અને મોટી ફોરેક્સ ખોટથી ઓઇલ માર્કેટિંગ કંપનીઓના સારા ગ્રોસ રિફાઇનિંગ માર્જિન્સની અસર સમાપ્ત થઇ ગઇ અને કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું. ઓઇલ અને ગેસના ઉંચા રિયલાઇઝેશનની મદદથી સરકારી અપસ્ટ્રીમ એટલે કે ઓઇલ-ગેસ ઉત્પાદક કંપનીઓના નફામાં મજબૂત ગ્રોથ છતાં પરિણામો બજારના અનુમાનથી નબળા રહ્યાં. ખરાબ સ્ટેન્ડ એલોન ઓપરેટિંગ પ્રોફિટ અને ઉંચા ડેપ્રિસિએશન, ટેક્સના કારણે RILનો કન્સોલિડેટેડ નફો અનુમાનથી ઓછો રહીને માત્ર 11 ટકા જ વધ્યો.
આ વાત તો જુની થઇ ગઇ હવે આગળ શું? તો જાણી લઇએ કે ઓઇલ એન્ડ ગેસ કંપનીઓનું આઉટલુક કેવું છે. CNG અને PNG માટે APM ગેસની ફાળવણી 85થી વધારીને 95 ટકા સુધી કરવી એ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ માટે મોટો પોઝિટિવ સંકેત છે કારણ કે તેનાથી કંપનીઓના વોલ્યૂમ અને માર્જિનમાં સુધારો થશે. સિટી ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓ માટે સ્થાનિક ગેસનો ભાવ નક્કી થવાની સંભાવના છે. આમ થશે તો ગેસ ડિસ્ટ્રીબ્યૂશન કંપનીઓના માથે લટકી રહેલી ઉંચા ભાવના ગેસના ખર્ચની તલવાર હટી જશે. ઓક્ટોબર 2022થી ડોમેસ્ટિક ગેસની કિંમતોમાં ઝડપી વધારાનું અનુમાન છે.
વિન્ડફૉલ ટેક્સના કારણે સરકારી અપસ્ટ્રીમ કંપનીઓના નફાને લઇને અનિશ્ચિતતા અને વેલ્યૂએશન્સની ચિંતા ઉભી થઇ છે. ક્રૂડ ઓઇલની કિંમતોમાં ઉપલા સ્તરે દબાણથી OMCને પેટ્રોલ-ડીઝલ પર થઇ રહેલી ખોટ ઘટાડવામાં મદદ મળશે. હવે એ જોઇએ કે આ સેક્ટરના કયા શેરોમાં રોકાણ કરવાની તક છે અને બ્રોકર શું સલાહ આપી રહ્યા છે. તો શેરખાને RILને ખરીદવાની સલાહ આપી છે અને આના માટે 3050 રૂપિયાની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. આ જ રીતે IGL, MGL, GSPL ને પણ ખરીદવાની સલાહ છે. IGL તો તેના 52 સપ્તાહના હાઇથી અંદાજે 32 ટકા સસ્તો મળી રહ્યો છે. આ જ રીતે MGL પણ તેના 52 વીકના સ્તરેથી લગભગ 28 ટકા સસ્તો મળી રહ્યો છે.
તો કુલ મળીને એનર્જી સેક્ટરના ઓઇલ અને ગેસ કંપનીઓમાં તમને રોકાણની ઘણી તકો દેખાઇ રહી છે. જો કે તેમાં રોકાણ કરતાં પહેલા તમે સેબી રજિસ્ટર્ડ રોકાણ સલાહકારની સલાહ અવશ્ય લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો