IREDA IPO: રોકાણકોરને પહેલાં દિવસે જ મળ્યું 87% રિટર્ન
મિની-રત્ન બિરુદ ધરાવતી સરકારી કંપની IREDAએ રોકાણકારોના ખિસ્સા ભરી દીધા છે. રોકાણકારોને શેર પર 56% ફાયદો થયો છે અને પહેલા દિવસના અંતે શેરમાં 20% અપર સર્કિટ પણ વાગી છે.
IREDA IPO Listing gain: સરકારી કંપની IREDAએ શેરબજારમાં પ્રવેશતાની સાથે જ રોકાણકારોને બમ્પર ફાયદો કરાવ્યો છે. કંપનીએ બજારના નિષ્ણાતોની ધારણાથી વિપરિત વધારે વળતર આપ્યું છે. IREDAએ IPOમાં 32 રૂપિયાના ભાવે શેર ઑફર કર્યા હતા, જેની સામે તેનું લિસ્ટિંગ 56 ટકા ઊંચા ભાવે એટલે કે, 50 રૂપિયાએ થયું છે. ગ્રે માર્કેટમાં 10થી 12 રૂપિયા પ્રીમિયમ બોલાતું હતું, પરંતુ લિસ્ટિંગ 18 રૂપિયા ઊંચા ભાવે થયું છે. દિવસના અંતે પણ તેના શેરમાં 20 ટકા અપર સર્કિટ વાગી હતી અને શેર છેલ્લે 60 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો. એનાલિસ્ટ્સ આ શેર માટે બુલિશ છે અને બાય રેટિંગ આપી રહ્યાં છે, કારણ કે, ભારતમાં રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં ડેવલપમેન્ટની અપાર તક છે અને તેનો ભરપૂર ફાયદો ઈરેડાને મળી શકે છે.
રોકાણકારોને કેટલા મળ્યાં?
Indian Renewable Energy Development Agency Limited (IREDA) એક સરકારી કંપની છે. આ કંપનીને Mini Ratna (Category – I) બિરુદ મળ્યું છે. આ કંપનીના IPOમાં જેમને શેર લાગ્યા હશે તેમને માત્ર 9 દિવસમાં 87 ટકા રિટર્ન મળ્યું છે. 15,000 રૂપિયાના એક લોટ પર રિટેલ રોકાણકારોને 12,000થી પણ વધારે રૂપિયાનો નફો મળ્યો છે.
IPOમાં મળી હતી અનેક ગણી બિડ
IREDAનો 2,150.21 કરોડ રૂપિયનો IPO 21થી 23 નવેમ્બરે ખુલ્યો હતો. રોકાણકારોએ તેના શેર ખરીદવા માટે પડાપડી કરી હતી. QIB કેટેગરીમાં 104.57 ગણી બિડ મળી હતી જ્યારે રિટેલ કેટેગરી 7.73 ગણી ભરાઈ હતી. NII કેટેગરી 24.16 ગણી ભરાઈ હતી અને IPO કુલ 38.80 ગણો ભરાયો હતો.
Published - November 29, 2023, 06:15 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો