ઈન્ડસઈન્ડ બેન્કે નાણાકીય વર્ષ 2022-23 માટે શેર દીઠ 14 રૂપિયાનું ડિવિડન્ડ મંજૂર રાખ્યું છે. ઈન્ડસઈન્ડ બેન્કના બોર્ડે માર્ચ ક્વાર્ટરના પરિણામ જાહેર કર્યા છે. તેનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 46 ટકા વધીને રૂ.2,043 કરોડ થયો છે. બેન્કે જણાવ્યું છે કે, તેની ગ્રોસ NPA ઘટીને 1.98 ટકા થઈ છે જ્યારે નેટ-NPA 0.59 ટકા થઈ છે. કાસા રેશિયો 40 ટકા છે જ્યારે પ્રોવિઝનિંગ પણ ઘટીને વાર્ષિક ધોરણે 32 ટકા ઘટીને 4,487 કરોડ રૂપિયા થઈ છે. અન્ય એક ધિરાણકર્તા, બેન્ક ઓફ મહારાષ્ટ્રના બોર્ડે પણ શેર દીઠ 1.30 રૂપિયાનું ડિવિડન્ડ મંજૂર કર્યું છે.
Published - April 24, 2023, 06:50 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો