ગુજરાત નર્મદા વેલી સહિતની લિસ્ટેડ કંપનીઓ સામે રોકાણકારોએ કરી અનેક ફરિયાદ
રોકાણકારોએ શેરબજારમાં લિસ્ટેડ કંપનીઓ સામે BSE પર અનેક ફરિયાદ કરી છે. સૌથી વધુ ફરિયાદ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ, રાણે કમ્પ્યૂટર્સ અને જેકે ફાર્માકેમ સામે નોંધાઈ છે.
રોકાણકારોએ એપ્રિલ મહિનામાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ સમક્ષ કેટલીક કંપનીઓ સામે ફરિયાદ નોંધાવી છે. રોકાણકારોએ સૌથી વધુ ફરિયાદ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઈઝર્સ, રાણે કમ્પ્યૂટર્સ કન્સલ્ટન્સી અને જેકે ફાર્માકેમ સામે નોંધાવી છે. પૈસા પાછા ન મળવાથી, શેર્સ અને ડિબેન્ચર ન મળવાથી તેમજ દેવું વધતું હોવાનું કારણ આપીને રોકાણકારોએ આ ફરિયાદો નોંધાવી છે. બોમ્બ સ્ટોક એક્સચેન્જને એપ્રિલમાં આવી 184 કંપની સામે કુલ 401 ફરિયાદ મળી છે.
Published - May 8, 2023, 07:42 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો