Money9 Gujarati:
ACCENT MICROCELL SME IPO: સેલ્યુલોઝ-આધારિત ફાર્માસ્યુટિકલ એક્સિપિયન્ટ્સની ઉત્પાદક અને નિકાસકર્તા એક્સેન્ટ માઇક્રોસેલ (ACCENT MICROCELL) તેનો SME IPO લાવી રહી છે. તેમાં સબ્સક્રિપ્શનની તારીખ 8 ડિસેમ્બરથી 12 ડિસેમ્બર છે. એન્કર ઈન્વેસ્ટર્સ માટે ઑફર 07 ડિસેમ્બરે ખુલશે. કંપની ઇશ્યૂમાંથી લગભગ 78.40 કરોડ રૂપિયા મેળવવા માંગે છે. તેના શેર્સનું લિસ્ટિંગ NSE Emerge પર થશે. કંપનીએ શેર દીઠ કિંમત 133-140 રૂપિયા નક્કી કરી છે. એક લોટ 1,000 શેર્સનો છે. કોર્પોરેટ કેપિટલ વેન્ચર્સ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર તથા કેફિન ટેક્નોલોજીસ ઇશ્યૂના રજીસ્ટ્રાર છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 110 રૂપિયા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. એટલે કે, 140ના શેર પર 100 રૂપિયા મળવાની શક્યતા છે.
IPOમાં બુક-બિલ્ડિંગ રૂટ દ્વારા પ્રતિ શેર 10 રૂપિયાની મૂળ કિંમત ધરાવતા 56 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે. એન્કર પોર્શન માટે 15.96 લાખ ઇક્વિટી શેર્સ, માર્કેટ મેકર માટે 2.8 લાખ ઇક્વિટી શેર્સ, QIB પોર્શન માટે 10.64 લાખ ઇક્વિટી શેર્સ, NII માટે 7.98 લાખ ઇક્વિટી શેર્સ તથા રિટેલ (RII) પોર્શન માટે 18.62 લાખ ઇક્વિટી શેર્સ અનામત રાખવામાં આવ્યા છે.
અમદાવાદ સ્થિત એક્સેન્ટ માઇક્રોસેલ IPO દ્વારા જે ભંડોળ મળશે તેમાંથી 54.39 કરોડ રૂપિયાનો ઉપયોગ ક્રોસકાર્મેલોઝ સોડિયમ (CCS), સોડિયમ સ્ટાર્ચ ગ્લાયકોલેટ (SS) અને કાર્બોક્સિમિથાઈલસેલ્યુલોઝ (CMC)ના ઉત્પાદન માટે ગુજરાત ખાતે નવાગામ ખેડામાં નવા પ્લાન્ટની સ્થાપના માટે કરવાની યોજના ધરાવે છે, જે એપ્રિલ 2025 સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.
IPO Open Date: | December 8, 2023 |
IPO Close Date: | December 12, 2023 |
Basis of Allotment: | December 13, 2023 |
Refunds: | December 14, 2023 |
Credit to Demat Account: | December 14, 2023 |
IPO Listing Date: | December 15, 2023 |
IPO Size: | Approx ₹78.40 Crores, 5,600,000 Equity Shares |
Face Value: | ₹10 Per Equity Share |
IPO Price Band: | ₹133 to ₹140 Per Equity Share |
IPO Listing on: | NSE SME |
Retail Quota: | 35% of the net offer |
QIB Quota: | 50% of the net offer |
NII Quota: | 15% of the net offer |
Application | Lot Size | Shares | Amount |
Retail Minimum | 1 | 1000 | ₹140,000 |
Retail Maximum | 1 | 1000 | ₹140,000 |
S-HNI Minimum | 2 | 2000 | ₹280,000 |
કંપની મુખ્યત્વે માઇક્રોક્રિસ્ટલાઇન સેલ્યુલોઝ (MCC)નું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ વ્યાપકરૂપે ફાર્માસ્યુટિકલ, ન્યુટ્રાસ્યુટિકલ, ફૂડ, કોસ્મેટિક તેમજ બીજા ઉદ્યોગોમાં એપ્લીકેશનની વિશાળ શ્રેણી સાથે ટેક્સચરાઇઝર, એન્ટીકેકિંગ એજન્ટ, બાઈન્ડર, લુબ્રિકન્ટ, બલ્કિંગ એજન્ટ અને ડાઇલ્યુટન્ટ તરીકે થાય છે. MCC ઉપરાંત કંપની ક્રોસકાર્મેલોઝ સોડિયમ (CCS) અને મેગ્નેશિયમ સ્ટીઅરેટ (MS)નું પણ ઉત્પાદન કરે છે.
ઉચ્ચ-ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ લાઇન સાથે કંપનીએ ભારત અને વિદેશી બજારોમાં લાંબાગાળાના સંબંધો સ્થાપિત કર્યાં છે. એક્સેન્ટ માઈક્રોસેલ અમેરિકા, કેનેડા, જર્મની અને અન્ય ઘણા દેશો સહિત 45 થી વધુ દેશોમાં તેની પ્રોડક્ટ્સની નિકાસ કરે છે.
2012માં સ્થાપિત એક્સેન્ટ માઇક્રોસેલે વિવિધ ભારતીય અને વૈશ્વિક ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે એક ટકાઉ મેન્યુફેક્ચરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે કાર્યક્ષમ સપ્લાય ચેઇન સફળતાપૂર્વક વિકસાવી છે. પિરાણા (યુનિટ 1) અને દહેજ એસઇઝેડ (યુનિટ-2) ખાતે ઉત્પાદન સુવિધાઓ સાથે કંપની વિવિધ ઉદ્યોગોના ક્લાયન્ટ્સની વિશિષ્ટ જરૂરિયાતોને પૂર્ણ કરે છે. તેની 8,000 મેટ્રિક ટનની વર્તમાન કુલ સ્થાપિત ક્ષમતા સાથે વધારાના 2,400 મેટ્રિક ટનના ઉમેરા દ્વારા કંપની કુલ વાર્ષિક ક્ષમતા વધારીને 10,400 મેટ્રિક ટન કરવાની યોજના ધરાવે છે, જેમાં એક્સિપિયન્ટ્સની તમામ શ્રેણી (પ્રીમિયમ એક્સિપિયન્ટ્સ પ્રોડક્ટ્સ સહિત) સામેલ છે. કંપની તેની ક્ષમતા વિસ્તરણ દ્વારા ગ્રાહકોની વિશિષ્ટ જરૂરિયાતો મૂજબ પ્રોડક્ટ ડિલિવર કરવા સક્ષમ રહેશે. ગ્રાહકોના વર્તમાન આધાર ઉપરાંત કંપની નવા પ્રદેશોમાં પણ ગ્રાહકોને જોડશે.
નાણાકીય વર્ષ 2023માં એક્સેન્ટ માઇક્રોસેલની આવક 204.19 કરોડ રૂપિયા નોંધાઇ હતી, જે નાણાકીય વર્ષ 2022ની 165.71 કરોડ રૂપિયાની તુલનામાં વધુ છે. નાણાકીય વર્ષ 2024માં 30 જૂનના રોજ સમાપ્ત થયેલાં ક્વાર્ટરમાં કંપનીએ 58.81 કરોડ રૂપિયાની આવક નોંધાવી છે. નાણાકીય વર્ષ 2023માં એક્સેન્ટ માઇક્રોસેલનો PAT (કર બાદનો નફો) બમણો વધીને 13.01 કરોડ રૂપિયા થયો છે, જે નાણાકીય વર્ષ 2022માં 5.89 કરોડ રૂપિયા હતો. કંપનીએ નાણાકીય વર્ષ 2023-24માં 7.06 કરોડનો રૂપિયાનો PAT હાંસલ કર્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો