Money9: એલ્યુમિનિયમથી બનેલો સામાન ખરીદવો ખિસ્સા પર ભારે પડી શકે છે. કારણ કે 6 મહિનાથી સતત ઘટી રહેલા એલ્યૂમિનિયમના ભાવ ગમે ત્યારે ઉચકાઇ શકે છે. ધારણા છે કે દુનિયાભરમાં એલ્યૂમિનિયમની માંગ જે સ્પીડથી વધી છે તે સ્પીડથી તેનો સપ્લાય નથી વધી રહ્યો. અધુરામાં પૂરું ભાવ પણ ઘણો નીચે આવી ગયો છે. જે માંગને વધારવા મદદરૂપ થશે. કોમોડિટી એક્સચેન્જ MCX પર માર્ચમાં એલ્યુમિનિયમનો ભાવ રૂ. 325 પ્રતિ કિલો હતો જે હવે ઘટીને 205 રૂપિયાની નીચે આવી ગયો છે.
એલ્યૂમિનિયમની માંગ વધશે
રિસર્ચ એજન્સી ક્રિસિલનું કહેવું છે કે દુનિયાભરમાં જે રીતે ઇલેક્ટ્રિક ગાડીઓ, સોલાર પેનલ અને રિન્યૂએબલ એનર્જીની માંગ વધી રહી છે, તે જોતા એલ્યૂમિનિયમની માંગમાં વધારો થઇ શકે છે. કારણ કે આ બધાના ઉત્પાદન માટે એલ્યૂમિનિયમની જરૂર પડશે.
ઇન્ટરનેશનલ એલ્યૂમિનિયમ ઇન્સ્ટીટ્યૂટનો એક રિપોર્ટ જણાવે છે કે 2030 સુધી દુનિયાભરમાં એલ્યૂમિનિયમની સેમી ફિનિસ્ડ પ્રોડક્ટ્સનો વપરાશ 11.95 કરોડ ટન સુધી જઇ શકે છે. આ વપરાશ 2020માં 8.62 કરોડ ટન હતો. આગામી વપરાશમાં સૌથી વધુ યોગદાન ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિકલ તથા કન્સ્ટ્રક્શન સેક્ટરનું હશે.
સપ્લાયમાં વધારો નહીં
જો સપ્લાયની વાત કરીએ તો, તેમાં જોઇએ તેટલો વધારો નથી થયો. ઇન્ટરનેશનલ એલ્યૂમિનિયમ ઇન્સ્ટીટ્યૂટના આંકડા જણાવે છે કે, ગયા વર્ષની તુલનામાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઇ દરમિયાન દુનિયાભરમાં પ્રાઇમરી એલ્યૂમિનિયમનું ઉત્પાદન ફક્ત 1 લાખ ટન વધ્યું છે. અને આ સ્થિતિ ત્યારે છે જ્યારે દુનિયાભરમાં કોરોનાને લઇને સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.
ઉત્પાદનને લઇને ભવિષ્યમાં પણ સ્થિતિમાં બહુ મોટા સુધારાની આશા નથી. ક્રિસિલનું કહેવું છે કે આવતા 5 વર્ષ દરમિયાન દુનિયાભરમાં એલ્યૂમિનિયમ ઉત્પાદન ક્ષમતામાં ફક્ત 30 થી 40 લાખ ટનના વધારાની આશા છે. જ્યારે ગયા દાયકા દરમિયાન ઉત્પાદન ક્ષમતા 2 કરોડ ટન વધી ગઇ હતી.
આ તમામ રિપોર્ટ અને આંકડા એ વાત પર એકમત છે કે આવનારા કેટલાક વર્ષો દરમિયાન દુનિયાભરમાં જે ઝડપથી એલ્યૂમિનિયમની માંગ વધવાની છે તે ઝડપે કદાચ ઉત્પાદન ન પણ વધે. અને આજ કારણથી કિંમતો વધવાની આશંકા છે. એટલે કે તમારા કિચનના એલ્યૂમિનિયમના વાસણોથી લઇને કન્સ્ટ્રક્શનમાં ઉપયોગમાં લેવાતા એલ્યૂમિનિયમ સુધી બધુ જ મોંઘું થઇ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો