Money9 Gujarati:
અનામિકાએ તેની તમામ ખરીદી પર બ્રેક લગાવી દીધી છે. તે ઓનલાઈન વેબસાઈટના ફ્રીડમ સેલની રાહ જોઈ રહી છે. ઓગસ્ટ મહિનો શરૂ થતાંની સાથે જ દરેક વેબસાઇટ પર ફ્રીડમ સેલ શરૂ થઈ જાય છે. શરુ થતાંની સાથે જ અનામિકાની શોપિંગ પણ શરૂ થઈ ગઈ. પરંતુ તેની દરેક વસ્તુની કિંમત જોઈને અનામિકાના મનમાં વારંવાર પ્રશ્ન ઉઠી રહ્યો હતો કે શું આ વસ્તુ પર ખરેખર કોઈ ડિસ્કાઉન્ટ છે કે નહીં?
Sale, Sale, Sale
અનામિકાનો શક પાયાવિહોણો નથી. Amazon, Flipkart થી લઈને Myntra અને Nykaa Fashion, Instamart , Big Basket, Croma તેમજ Vijaysales.com બધા જ સેલા લગાવે છે અને 60 થી 70% નું ડિસ્કાઉન્ટ આપવાનો દાવો પણ કરે છે. પરંતુ શું આ સેલ્સમાં ખરેખર તમારા પૈસા બચે છે ખરા?
Saleનું ગણિત
Woodlandના એક જૂતાની જોડી જેની સ્ટોરમાં MRP 2900 રુપિયા છે. જુલાઇમાં Myntra પર 1800 રુપિયામાં મળી રહ્યા હતા.. Myntra ના ફ્રીડમ ફેસ્ટ સેલમાં આ જૂતાની કિંમત થઈ ગઈ 2,000 રૂપિયા… તે પણ 35% ના ડિસ્કાઉન્ટ સાથે. શુ સમજ્યા તમે? સેલમાં કિંમત ઘટવાના બદલે વધી કેમ ગઈ? કારણ કે Myntra 35 ટકા ડિસ્કાઉન્ટ 2,900 રુપિયાની MRP પર આપ્યું, પરંતુ પહેલા તો તે તેનાથી પણ સસ્તા મળતા હતા, તો પછી આ સાલનો શું અર્થ?
કિંમત ઘટવાની જગ્યાએ વધી?
એ જ રીતે, ગ્રોસરી ડિલિવરી એપ્લિકેશન Instamart ગ્રોસરી આઈટમ્સ પર 50% સુધી ડિસ્કાઉન્ટનો દાવો કરી રહી છે, પરંતુ જ્યારે અમે કિંમતો તપાસી, તો અમને કંઈક બીજું મળ્યું. ઇન્ડિયા ગેટના એવરીડે બાસમતી ચોખાનું 5 કિલોનું પેક હાલમાં લગભગ રૂ.350માં ઉપલબ્ધ છે અને તે ગયા મહિનાના અંતે લગભગ સમાન કિંમતે ઉપલબ્ધ હતું. એ જ રીતે, હેપ્પીલોનું 1/2 કિલો કાજુનું પેકેટ હાલમાં રૂ.527માં ઉપલબ્ધ છે જ્યારે ગયા મહિને તે રૂ.520ની આસપાસ ઉપલબ્ધ હતું. એટલે કે, સેલ છતાં, કિંમતો કાં તો એજ જૂની રહી અથવા અમુક ઉત્પાદનોમાં વધી ગઈ.
ડિસ્કાઉન્ટ અને મૂળ કિંમત વચ્ચે તફાવત
ઈલેક્ટ્રોનિક આઈટમ્સ, ગેજેટ્સમાં પણ કિંમતોમાં આવી હેરાફેરી જોવા મળશે. Croma અને Vijaysales.com ની સાઇટ્સ પર 50 થી 65% ડિસ્કાઉન્ટનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ જ્યારે તમે ડિસ્કાઉન્ટેડ કિંમત અને મૂળ કિંમત વચ્ચેના ભાવ તફાવતની ગણતરી કરો છો, ત્યારે તફાવત માત્ર થોડા જ રૂપિયાનો હશે. આ સાઇટ્સ પર નવી પ્રોડક્ટ્સ લોન્ચ કરવામાં આવી રહી છે,, જેમ કે સ્માર્ટફોન, લેપટોપ. પરંતુ તેમની કિંમતમાં કોઈ ઘટાડો નહીં થઈ શકે. તે નવા છે, લેટેસ્ટ વર્ઝનના છે પરંતુ તમને સેલના બહાને વેબસાઇટ સુધી ખેંચી લાવવામાં આવે છે.
છુપાયેલા ચાર્જિસ
તમારે હિડન ચાર્જિસનું પણ ધ્યાન રાખવું જોઈએ. ક્યાંક ડિલિવરી ફી, ક્યાંક હેન્ડલિંગ ચાર્જ તો ક્યાંક Convenience ફી, આ બધું અંતે પ્રોડક્ટની સાથે જોડાય છે. તેથી આ પૈસા તમારે જ ચૂકવવા પડે છે. જ્યારે પણ તમે શોપિંગ કરો ત્યારે એ લોભથી ન કરો કે તમને વસ્તુઓ ખૂબ સસ્તી મળી રહી છે. આ સેલ વધુ પડતો ખર્ચ કરવા માટેનું મુખ્ય કારણ છે. ઓનલાઈન સેલમાં ખરીદી કરતા પહેલા એ વાતનું મૂલ્યાંકન કરો કે તમને તે વસ્તુની જરૂર છે કે નહીં? ઓનલાઈન ખર્ચ કરતા પહેલા, ફિઝિકલ સ્ટોર્સની મુલાકાત લઈને કિંમતો તપાસો, કિંમતોની તુલના કરો અને પછી જ જ્યાં તમને યોગ્ય ડિલ લાગે ત્યાંથી ખરીદી કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો