Money9: મહંગી હુઇ શરાબ થોડી થોડી પિયા કરો..પંકજ ઉધાસનું આ ગીત કદાચ તમે સાંભળ્યું હશે..લાગે છે કે બદલાતા સમયની સાથે આ ગીત પાછળ રહી ગયું છે.. અને હવે તો તો પોપ સ્ટાર હની સિંહનું ચાર બોટલ વોડકા..કામ મેરા રોજકા..નો જમાનો આવ્યો હોય તેવું લાગે છે..કારણ કે દારુ મોંઘો થવા છતાં લોકો મોટી સંખ્યામાં તેને ગટગટાવી રહ્યા છે. એટલે કે પેટમાં પધરાવી રહ્યા છે. જેના કારણે દેશમાં રેકોર્ડ સંખ્યામાં દારુનું વેચાણ થયું છે. એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના આંકડા અનુસાર ફાઇનાન્સિયલ યર 2023માં 40 કરોડ દારુની પેટીનું વેચાણ થયું. જો બોટલમાં જોઇએ તો 475 કરોડ બોટલ (750 એમએમલ)નું વેચાણ થયું. ગયા નાણાકીય વર્ષની સરખામણીએ દારુના વેચાણમાં અંદાજે 12 ટકાનો ઉછાળો આવ્યો છે. ગત નાણાકીય વર્ષમાં 39.50 કરોડ દારુની પેટીનું વેચાણ થયું હતું.
વ્હીસ્કીની રહી સૌથી વધુ ડિમાંડ
પીનારાઓમાં વ્હીસ્કીની ડિમાંડ સૌથી વધુ રહી. દારુના કુલ વેચાણમાં અત્યાર સુધીની સૌથી મોટી શ્રેણી રહી, કુલ સ્પિરિટની માંગમાં બે-તૃતિયાંશ હિસ્સેદારી વ્હીસ્કીની રહી. જેના કારણે વ્હીસ્કીના વેચાણમાં છેલ્લા વર્ષની સરખામણીમાં 11.4 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે. કુલ દારુના વેચાણમાં બ્રાન્ડીએ 21% અને રમનું 12%નું યોગદાન રહ્યું. એક્સાઇઝ ડ્યુટીના આંકડા અનુસાર વોડકામાં 29% અને જિનના વેચાણમાં 61%ની વૃદ્ધિ જોવા મળી છે.
ઘણાં રાજ્યોમાં ભાવ વધારવામાં આવ્યા
હાલના મહિનાઓમાં રાજસ્થાન, કેરળ, મધ્ય પ્રદેશ, યૂપી સહિત અંદાજે એક ડઝન રાજ્યોએ દારુની કિંમતમાં વધારો કર્યો છે. જેનાથી રાજ્યોની કમાણીમાં વધારો કરવામાં મદદ મળી છે. જ્યારે દારુની સૌથી મોટી ખેપ કરનારા રાજ્યોમાંથી એક એવા તેલંગાણાએ દારુની કિંમતોમાં ગત સપ્તાહે ઘટાડો કર્યો જેનાથી માંગમાં વધુ તેજી આવશે. જો કે કિંમત વધવા છતાં દારુની માંગમાં કોઇ ઘટાડો જોવા નથી મળ્યો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો