MONEY9 GUJARATI: ચોખ્ખુંચણાક ઘર તો બધાને ગમે છે.. પરંતુ ઘરને ચકાચક રાખવાનું કામ સરળ નથી. જો તમે એવું વિચારી રહ્યાં હોવ કે, કદાચ એવું કોઈ મશીન મળી જાય જેનાથી ઓછી મહેનતે ઘરની સાફસફાઈ પણ થઈ જાય અને વધારે ખર્ચ પણ ના કરવો પડે, તો આ અહેવાલ તમારા કામનો છે.
વેક્યુમ ક્લીનર
સાફસફાઈના મશીનની વાત આવે એટલે તરત વેક્યુમ ક્લીનર યાદ આવે છે… બજારમાં સસ્તાથી લઈને મોંઘાદાટ વેક્યુમ ક્લીનર મળે છે. સસ્તા વેક્યુમ ક્લીનરની કિંમત બે-ત્રણ હજાર રૂપિયાથી શરૂ થાય છે જ્યારે ટેકનોલોજીથી સજ્જ અને હાઈ-એન્ડ ફીચર્સ ધરાવતા પ્રીમિયમ કેટેગરીના વેક્યુમ ક્લીનરની કિંમત પચ્ચીસ-ત્રીસ હજાર રૂપિયાથી શરૂ થાય છે. તમે જેટલું મોંઘું વેક્યુમ ક્લીનર ખરીદશો, તમને તેટલાં જ વધારે સારા ફીચર્સ મળશે. પ્રીમિયમ વેક્યુમ ક્લીનરમાં અનેક લેયર ધરાવતું ફિલ્ટ્રેશન આવે છે.. અને તેનાથી તમે 99 ટકાથી પણ વધારે માઈક્રોન તેમજ 0.3 માઈક્રોન જેટલાં નાના રજકણને પણ ખેંચી શકો છો. આવા ક્લીનર કૉર્ડલેસ હોય છે એટલે ઉપયોગ કરવામાં ઘણા અનુકૂળ રહે છે.
સાફસફાઈનાં સ્માર્ટ મશીનો
વેક્યુમ ક્લીનર સિવાયનાં અન્ય સ્માર્ટ ક્લીનિંગ ઉપકરણોમાં રોબોટિક વેક્યુમ ક્લીનર, એર પ્યૉરિફાયર, ઑટોમેટિક ઈલેક્ટ્રિક સ્ક્રબર, વિન્ડો ક્લીનિંગ રોબોટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ડિવાઈસ માત્ર સ્માર્ટ અને ઈઝી-ટુ-યુઝ નથી, પરંતુ દેખાવમાં પણ આકર્ષિત કરે તેવા ફેન્સી છે.
રોબોટિક વેક્યુમ ક્લીનર
રોબોટિક વેક્યુમ ક્લીનરની વાત કરીએ તો, આ ડિવાઈસ ઘણી ઉપયોગી છે. તે સિંગલ ચાર્જમાં પંદરસોથી બે હજાર ચોરસ ફૂટ અથવા તો તેનાથી પણ વધારે વિસ્તારમાં ફરી વળે છે અને સફાઈ કરી આપે છે. આ મશીન ટાઈલ્સ, માર્બલ, ગ્રેનાઈટ, વૂડ સહિતના તમામ પ્રકારનાં ફ્લોર પર કામ કરી શકે છે. તેમાં હેન્ડ્સ-ફ્રી રોબોટ કન્ટ્રોલ હોય છે. તમે ગૂગલ આસિસ્ટન્ટ અથવા એમેઝોન એલેક્સાની મદદ લઈને આ મશીન ઑપરેટ કરી શકો છો. આ મશીનને ચાલુ કરીને છોડી દેશો એટલે તે ઓટોમેટિક સફાઈ કરશે. સારી ક્વૉલિટીનું રોબોટિક વેક્યુમ ક્લીનર લેવા જશો તો, ઓછામાં ઓછા 15 હજાર રૂપિયા થશે.
એર પ્યૉરિફાયર
એર પ્યૉરિફાયરની વાત કરીએ તો, વધતા પ્રદૂષણની વચ્ચે આ મશીન તમારા આરોગ્યનું ધ્યાન રાખશે. આ મશીનમાં મલ્ટિ-સ્ટેજના ફિલ્ટ્રેશન હોય છે, જે તમારા ઘરમાં પ્રદૂષણને પ્રવેશ કરતાં રોકે છે. તમને એલર્જીથી બચાવે છે. આ મશીનમાં કાર્બન ફિલ્ટર, એન્ટી બેક્ટેરિયલ ફિલ્ટર લાગેલા હોય છે, જેનાથી પોલ્યુટન્ટ્સ અને માઈક્રો એલર્જન્સ ઘરમાં પ્રવેશી શકતા નથી.
ઓટોમેટિક ઈલેક્ટ્રિક સ્ક્રબર
હવે વાત કરીએ, ઓટોમેટિક ઈલેક્ટ્રિક સ્ક્રબરની. આ પણ ઘણું કામનું ઉપકરણ છે, કારણ કે બાથટબ, શાવર વિન્ડો, ટોયલેટ, સિન્ક, ટાઈલ્સ વગેરેની સફાઈ કરવાનું કામ ઘણું અઘરું છે. પરંતુ ઓટોમેટિક ઈલેક્ટ્રિક સ્ક્રબર આ કામમાં માસ્ટર છે. તેમાં રિચાર્જેબલ બેટરી લાગેલી હોય છે. આ ડિવાઈસ વધારે મોંઘા નથી, તેમની કિંમત 400થી 500 રૂપિયાથી શરૂ થાય છે.
વિન્ડો ક્લીનિંગ રોબોટ
વિન્ડો ક્લીનિંગ રોબોટની વાત કરીએ તો, તેમાં એક નાનકડી વોટર ટેન્ક ફિટ કરેલી હોય છે અને તેમાં ઘણા બધા વોટર સ્પ્રે પોઈન્ટ હોય છે. આથી, તે કાચની બારીઓ પર પાણી છાંટીને સરળતાથી સફાઈ કરી શકે છે.
તો આ બધા હતા ઘરની સાફસફાઈ માટે ઉપયોગી કેટલાક અત્યાધુનિક ઉપકરણો.. આ મશીનોની કિંમત 500 રૂપિયાથી લઈને 50 હજાર રૂપિયા સુધીની હોય છે. હવે તમે આ મશીનથી પરિચિત થઈ ગયા છો એટલે પોતાના બજેટ અનુસાર યોગ્ય ડિવાઈસની પસંદગી કરી શકશો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો