Money9: ઘઉંની વધેલી કિંમતો ગ્રાહકોની સાથે ખેડૂતો માટે પણ મુસીબત બની ગઇ છે. દેશમાં ઘઉંના વાવેતરની સીઝન પીક પર છે. અને આવા સમયે ખેતી માટે બિયારણનો ભાવ ગત વર્ષની સરખામણીમાં 25 થી 26 ટકા મોંઘો થઇ ગયો છે.
ઘઉંનું બિયારણ મોંઘું
રિપોર્ટ્સ અનુસાર મધ્ય પ્રદેશમાં ઘઉંનું બિયારણ ખરીદવા માટે ખડૂતોએ પ્રતિ ક્વિન્ટલ 3,500 રૂપિયા આપવા પડી રહ્યા છે. જ્યારે ગયા વર્ષે ભાવ 2,700 રૂપિયાની નજીક હતો. બીજી બાજુ રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટના ઘઉં ખરીદવા હોય તો ક્વિન્ટલ દીઠ 7000 રૂપિયાનો ભાવ ચુકવવો પડી રહ્યો છે. આ વર્ષે ઘઉંનો ભાવ રેકોર્ડ સ્તરે છે. એટલે ખેડૂતોએ પોતાની પાસે રાખેલા જુના ઘઉં માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં વેચ્યા છે.
આ વર્ષે પહેલી ઓક્ટોબરથી 7 નવેમ્બર દરમિયાન માર્કેટ યાર્ડમાં વેચાવા માટે આવેલા ઘઉંના સપ્લાયને જોઇએ તો ગત વર્ષની સરખામણીએ 40 ટકા વધારે ઘઉં વેચાયા છે. આ સમયગાળા દરમિયાન 10.80 લાખ ટન ઘઉં એપીએમસીમાં વેચાવા માટે આવ્યા છે. ગયા વર્ષે આ આંકડો પોણા આંઠ લાખ ટનથી પણ નીચે હતો. માર્કેટ યાર્ડમાં ઘઉંના વધારે સપ્લાયના કારણે પણ બિયારણ માટે ઘઉંની અછત થઇ રહી છે. ભાવ રેકોર્ડ સ્તરે પહોંચવા અને ખેતી માટે હવામાન અનુકૂળ હોવાના કારણે આ વર્ષે ઘઉંની ખેતી પણ વધી રહી છે જેના કારણે બિયારણ માટે માંગ વધુ છે.
4 નવેમ્બર સુધી દેશમાં 7.5 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થઇ ચૂક્યું છે. જે ગયા વર્ષના સમાનગાળાની સરખામણીમાં 5 ગણું વધારે છે. ગયા વર્ષે આ સમય દરમિયાન માત્ર 1.4 લાખ હેક્ટરમાં જ ઘઉંનું વાવેતર થઇ શક્યું હતું. દેશમાં એવરેજ 330 થી 340 લાખ હેક્ટરમાં ઘઉંની ખેતી થાય છે અને પ્રતિ હેક્ટર 120 થી 125 કિલો બિયારણની જરૂર પડે છે. આ હિસાબે બીજ માટે દેશભરમાં અંદાજે 40 લાખ ટન ઘઉંની જરૂર પડશે. આટલી મોટી સંખ્યામાં ઘઉંનો સપ્લાય આવતા 2 મહિનામાં કરવો જરૂરી હશે. જો આમ નહીં થાય તો ફરીએકવાર ઘઉંના ઉત્પાદન પર અસર પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો