LPG Cylinder prices hiked: ઓઈલ કંપનીઓએ 19 કિલોગ્રામના સિલિન્ડરના ભાવમાં 14 રૂપિયાનો વધારો કર્યો છે. દિલ્હીમાં હવે કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમત, 1,769.50 રૂપિયા થઈ છે. મુંબઈમાં કિંમત 1,723.50 રૂપિયા, કોલકાતામાં 1,887 રૂપિયા અને ચેન્નાઈમાં કિંમત 1,937 રૂપિયા થઈ છે. નવી કિંમત 1 ફેબ્રુઆરી, 2024થી અમલી થઈ છે.
અગાઉ 1 જાન્યુઆરી, 2024ના રોજ કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 1.5 રૂપિયાનો ઘટાડો થયો હતો. કમર્શિયલ ગેસ સિલિન્ડરનો ઉપયોગ ખાણી-પીણી વાળા, લારી-ગલ્લા વાળા, રેસ્ટોરન્ટ અને હોટેલ્સમાં થાય છે. આથી, તેના ભાવ વધવાથી બહારનું ખાવા-પીવાનું પણ મોંઘું થઈ શકે છે. જોકે, ઘરમાં ઉપયોગમાં લેવાતા 14.2 કિલોના સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL) જેવી સરકારી ઓઈલ કંપનીઓ અગાઉના મહિનાની સરેરાશ આંતરરાષ્ટ્રીય કિંમતના આધારે દર મહિનાની પહેલી તારીખે રાંધણ ગેસની કિંમતમાં તેમજ એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (ATF)ની કિંમતમાં ફેરફાર કરે છે.
Published - February 1, 2024, 07:13 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો