આવનારા દિવસોમાં વીજળીના રેટ વધવાના લગભગ નક્કી છે. કારણ કે નાણાકીય વર્ષ 24 માટે ઘણાં રાજ્ય પહેલેથી જ નવા ટેરિફ ઓર્ડર લઇને આવી ચુક્યા છે અને તેમાં કેટલાકે ટેરિફ વધારી દીધા છે.
Money9: આવનારા દિવસોમાં વીજળીના રેટ વધવાના લગભગ નક્કી છે. કારણ કે નાણાકીય વર્ષ 24 માટે ઘણાં રાજ્ય પહેલેથી જ નવા ટેરિફ ઓર્ડર લઇને આવી ચુક્યા છે અને તેમાં કેટલાકે ટેરિફ વધારી દીધા છે. જો કે, વીજળી ઉત્પાદન ખર્ચમાં સંભવિત વૃદ્ધિની સાથે, વર્ષ દરમિયાન ટેરિફમાં વધુ વૃદ્ધિ થઇ શકે છે. વીજળીનું ઉત્પાદન કરનારી કંપનીઓ મોંઘા આયાતી કોલસાના ખર્ચ અને કોલસાના ટ્રાન્સપોર્ટેશન માટે એક લાંબો રસ્તો નક્કી કરી રહી છે.
વીજળીના દરો કેટલાક રાજ્યોમાં વધી રહ્યા છે અને આવનારા દિવસોમાં તેમાં હજુપણ વધારો થવાની શક્યતા છે. સપ્ટેમ્બર-ડિસેમ્બર 2021 અને એપ્રિલ મે 2022માં કોલસાના સંકટ બાદ કેન્દ્રીય ઉર્જા મંત્રાલયે આ વર્ષની શરૂઆતમાં બધી વીજ ઉત્પાદન કંપનીઓને સપ્ટેમ્બર સુધી પોતાની જરૂરિયાતના 6 ટકા સુધી આયાતી કોલસાના વપરાશની છૂટ આપી હતી. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોથી પશ્ચિમી ભારતમાં યૂઝર પ્લાન્ટ્સ સુધી કોલસાને લાવવા માટે રેલવે-શિપ-રેલમાર્ગના ઉપયોગથી ખર્ચમાં વૃદ્ધિ થઇ છે.
Published - May 1, 2023, 01:59 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો