Money9: CBDT (સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ) એ પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 સુધી લંબાવી છે. પેન્શન રેગ્યુલેટ કરનારી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA)એ પણ એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે જો કોઈ વ્યક્તિનું પાન અને આધાર કાર્ડ આ સમયમર્યાદા પૂર્ણ થવા સુધી લિંક નહીં થાય, તો તે વ્યક્તિના NPS (નેશનલ પેન્શન સ્કીમ) એકાઉન્ટના ટ્રાન્ઝેક્શન્સ બંધ કરી દેવામાં આવશે.
છેલ્લા તારીખ લંબાવાઇ
PFRDA દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સંબંધમાં 23 માર્ચ 2023ના રોજ બહાર પાડવામાં આવેલી અમારી અગાઉની એડવાઈઝરીમાં આપવામાં આવેલી માહિતીને આગળ વધારતા અને 28 માર્ચ 2023ના રોજ સીબીડીટી દ્વારા જારી કરાયેલા પરિપત્રને ધ્યાનમાં લઈને PAN અને આધાર કાર્ડને પરસ્પર લિંક કરવા માટેની અંતિમ તારીખને 30 જૂન 2023 સુધી લંબાવવામાં આવી છે.
લિંક નહીં કરો તો લાગશે દંડ
પહેલા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જો તમે 1 જુલાઈ, 2022 ના રોજ અથવા તે પછી તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરાવ્યું છે, તો તમારે 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે, પરંતુ હવે લોકોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. જો કે, અત્યાર સુધી PAN અને આધાર કાર્ડને લિંક કરવામાં વિલંબને કારણે, આવકવેરા કાયદાની કલમ 234H હેઠળ લેવામાં આવેલી કોઈપણ પ્રકારની ફી પરત કરવામાં આવશે નહીં.
કોના માટે પાન અને આધાર કાર્ડ લિંક કરવું જરૂરી છે?
સીબીડીટીના જણાવ્યા અનુસાર, આવકવેરા અધિનિયમ 1961માં કરવામાં આવેલી જોગવાઈઓ હેઠળ, 1 જુલાઈ, 2017 સુધી પાન કાર્ડ ફાળવવામાં આવ્યું હોય તેવી દરેક વ્યક્તિ આધાર નંબર મેળવવા માટે પાત્ર છે. આ સાથે આવા વ્યક્તિએ વાજબી ફી ભરીને 31 માર્ચ 2023 પહેલા સંબંધિત સંસ્થાઓ સમક્ષ પોતાનું આધાર કાર્ડ રજૂ કરવાનું રહેશે. જો આમ કરવામાં નહીં આવે તો તે વ્યક્તિને 1 એપ્રિલ 2023થી અમલમાં આવતા કાયદા હેઠળ ચોક્કસ પરિણામોનો સામનો કરવો પડશે. આધાર કાર્ડ અને પાન કાર્ડને એકસાથે લિંક કરવા માટે, સંબંધિત સંસ્થા સમક્ષ આધાર રજૂ કરવાની તારીખ લંબાવીને 30 જૂન 2023 કરવામાં આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો