Money9: ઇલેક્ટ્રિક વાહનો ખરીદનારાઓ માટે મોટા સમાચાર છે. જો તમે આવનારા સમયમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદવામાં રસ ધરાવતા હોવ તો આ સમાચાર તમારા માટે છે. સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને લાગુ પડતી FAME-2 (ભારતમાં મેન્યુફેક્ચરિંગ એન્ડ ફાસ્ટર એડોપ્શન ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ) સ્કીમ હેઠળ આપવામાં આવતી સબસિડીમાં ઘટાડો કર્યો છે. જો કે આ અંગે થોડા દિવસો પહેલા પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો અને સરકારે છેલ્લા દિવસે આ નિયમ લાગુ કરી દીધો છે. આ નિર્ણય 1 જૂન 2023 ના રોજ અથવા તે પછી નોંધાયેલા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર પર લાગુ થશે.
1 જૂન, 2023થી ઇલેક્ટ્રિક 2-વ્હીલર મોંઘા થશે
ભારે ઉદ્યોગ મંત્રાલયે આ નિયમ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટે ડિમાન્ડ ઇન્સેન્ટિવ 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટ કલાક હશે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર માટે પ્રોત્સાહન મર્યાદા હવે વાહનોની ફેક્ટરી કિંમતના 15 ટકા હશે, જે અગાઉ 40 ટકા હતી. મહત્વનુું છે કે ફેમ-2 સ્કીમ 1 એપ્રિલ 2019ના રોજ ત્રણ વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. બાદમાં તેને 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી હતી.
FAME-2 સબસિડી શા માટે રજૂ કરવામાં આવી?
FAME યોજનાના બીજા તબક્કા માટે, સરકારે રૂ. 10,000 કરોડનો ખર્ચ ફાળવ્યો હતો. આ ફાળવણી ખરીદદારો (અંતિમ વપરાશકર્તાઓ અને ગ્રાહકો) માટે ફાયદાકારક છે. આ યોજના પાછળ સરકારનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ શક્ય તેટલો વધારવાનો હતો. ગ્રાહકોને સસ્તા ઈલેક્ટ્રિક વાહનો મળે તે માટે સરકાર કંપનીઓને આ ઇન્વેસ્ટિવ આપે છે.
આ યોજના ફક્ત ઇલેક્ટ્રિક 3-વ્હીલર, ઇલેક્ટ્રિક 4-વ્હીલર અને ઇલેક્ટ્રિક બસના સેગમેન્ટમાં પબ્લિક અને કોમર્શિયલ ટ્રાન્સપોર્ટ માટે લાવવામાં આવી હતી. આ પ્રોત્સાહનો ખાનગી માલિકીના રજિસ્ટર્ડ ઇલેક્ટ્રિક 2-વ્હીલર માટે ઉપલબ્ધ છે.
ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થઈ શકે છે
FAME સબસિડીમાં ઘટાડાથી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના ભાવ 35% થી 40% સુધી વધી શકે છે. TVS મોટર, Hero MotoCorp, Ather, OLA સહિતની વિવિધ કંપનીઓના ઇલેક્ટ્રિક સ્કૂટર ઘટતી સબસિડીને કારણે મોંઘા થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો