Money9 Gujarati: બંધન મ્યુચ્યુઅલ ફંડે નવું ફંડ લૉન્ચ કર્યું છે. બંધન રિટાયરમેન્ટ ફંડ (Bandhan Retirement Fund)નો NFO 28 સપ્ટેમ્બરથી ખુલ્યો છે અને તેમાં સબ્સક્રિપ્શનની છેલ્લી તારીખ 12 ઓક્ટોબર છે. બંધન મ્યુચ્યુઅલ ફંડ (Bandhan Mutual Fund) અગાઉ IDFC Mutual Fund તરીકે ઓળખાતું હતું. તેનું નવું રિટાયરમેન્ટ ફંડ એક ઓપન-એન્ડેડ ઈક્વિટી ફંડ છે.
Bandhan Retirement Fundની વિગત નીચે મુજબ છેઃ
NFO તારીખઃ 28th September to 12th October 2023
બેન્ચમાર્કઃ CRISIL Hybrid 50+50 – Moderate Index
Exit Load: Nil
જોખમઃ આ સ્કીમનું રિસ્કોમીટર “very high” છે, એટલે કે તેમાં જોખમ ઘણું વધારે છે.
રોકાણની રકમઃ ઓછામાં ઓછા Rs.1,000
SIP: ઓછામાં ઓછા Rs.100
ફંડ મેનેજર્સઃ વિરાજ કુલકર્ણી (ઈક્વિટી માટે) અને ગૌતમ કૌલ (ડેટ માટે) અને નિશિતા શાહ (ઓવરસીઝ ઈન્વેસ્ટમેન્ટ માટે)
Lock-in: 5 વર્ષ અથવા નિવૃત્તિની ઉંમર સુધી (આ બંનેમાંથી જે વહેલા આવે તે)
સ્કીમનો પ્રકારઃ બંધન રિટાયરમેન્ટ ફંડમાં જે પૈસા રોકવામાં આવશે તેને ઈક્વિટી અને ડેટમાં રોકવામાં આવશે. તેના માટે એસેટ એલોકેશન સ્ટ્રેટેજી (બેલેન્સ્ડ એડવાન્ટેજ ફંડ જેવી)નું પાલન કરવામાં આવશે.
ક્યાં કરશે રોકાણ?: આ સ્કીમ ઈક્વિટીમાં 30 ટકાથી 100 ટકાની વચ્ચે અને ડેટમાં મહત્તમ 35 ટકા રોકાણ કરશે.
માર્કેટમાં આવા કેટલા ફંડ છે?
અત્યારે મ્યુચ્યુઅલ ફંડ માર્કેટમાં ઘણા રિટાયરમેન્ટ ફંડ ઉપલબ્ધ છે, જેમાં ટાટા રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ, SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ, નિપોન ઈન્ડિયા રિટાયરમેન્ટ ફંડ, UTI રિટાયરમેન્ટ બેનિફિટ પેન્શન ફંડ, આદિત્ય બિરલા સન લાઈફ રિટાયરમેન્ટ ફંડ, ICICI પ્રુડેન્શિયલ રિટાયરમેન્ટ ફંડ, HDFC રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ, યુનિયન રિટાયરમેન્ટ ફંડ અને એક્સિસ રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડનો સમાવેશ થાય છે.
Money9ની સલાહ
રિટાયરમેન્ટ માટે બચત અને રોકાણ કરવું જરૂરી છે. જો તમે વધારે જોખમ લેવા તૈયાર હોવ તો આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. જોકે, રોકાણ કરતાં પહેલાં આ સ્કીમ તમારા માટે યોગ્ય છે કે નહીં તે સમજવું જરૂરી છે અને તેના માટે સેબીમાં નોંધણી કરાવી હોય તેવા ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝરનો સંપર્ક કરવો જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો