Money9 Gujarati:
કોટક મ્યુચ્યુઅલ ફંડે નવા ફંડની જાહેરાત કરી છે. જે રોકાણકારો ઈક્વિટી, ડેટ અને મની માર્કેટ સાધનો તેમજ કોમોડિટી ETF અને એક્સચેન્જ-ટ્રેડેડ કોમોડિટી ડેરિવેટિવ્સમાં રોકાણ કરવા માંગતા હોય તેમના માટે કંપનીએ ઓપન-એન્ડેડ સ્કીમ લોન્ચ કરી છે, જેનું નામ છે કોટક મલ્ટિ એસેટ એલોકેશન ફંડ. આ સ્કીમ 31 ઓગસ્ટથી ખુલી ગઈ છે અને તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 14 સપ્ટેમ્બર 2023 છે. 3 ઓક્ટોબરે અથવા તેની પહેલાં યુનિટની ફાળવણીની તારીખ પછીના પાંચ દિવસની અંદર આ સ્કીમ ફરીથી યુનિટનું વેચાણ કરવા અને યુનિટ ખરીદવા માટે ખુલ્લી મૂકવામાં આવશે.
કેટલું રોકાણ થઈ શકે? રોકાણકાર ઓછામાં ઓછા 5,000 રૂપિયાનું રોકાણ કરી શકે છે. મિનિમમ SIP 500 રૂપિયાથી શરૂ કરી શકો છો. મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. આ NFOમાં રૂ.10ના ભાવે યુનિટ ફાળવવામાં આવશે. કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડનો હેતુ સંપૂર્ણ એસેટ એલોકેશન સોલ્યુશન માટે રોકાણકારોની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે, જે તેમને એક જ ઇન્વેસ્ટમેન્ટ માધ્યમ દ્વારા વિવિધ એસેટ કલાસમાં પ્રવેશમાર્ગ અને સુવિધા પૂરી પાડે છે.
મલ્ટિ એસેટ ફંડનું મહત્ત્વ લાંબા ગાળે સંપત્તિ સર્જનમાં યોગ્ય એસેટ એલોકેશન મહત્વપૂર્ણ પરિબળ છે કારણ કે અયોગ્ય એસેટ એલોકેશન રોકાણકારોના વળતરને પ્રભાવિત કરે છે. જોકે, રોકાણકારો વધુ ખોટની ચિંતા અથવા કમાણીની લાલચ જેવાં પરિબળોથી પ્રભાવિત થતાં હોવાથી તેમના રોકાણના નિર્ણયોને મોકૂફ રાખતાં હોય છે. અપૂરતી જાગૃતિ તથા ટેક્સેશન સહિતનાં ટ્રાન્ઝેક્શન ખર્ચ પણ તેમના નિર્ણયમાં અવરોધરૂપ બને છે. આ સમસ્યાનો સામનો ના કરવો પડે તે હેતુસર કોટક મ્યુચ્યુઅલ ફંડે આ સ્કીમ લૉન્ચ કરી છે.
એક્સપર્ટનો મત કોટક મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં ઊંચા જોખમ સામે સારું વળતર મળવાની સંભાવના છે. આ સ્કીમમાં રોકાણથી ઇક્વિટી ટેક્સેશનના આધારે કર કાર્યક્ષમતા તથા વિવિધ એસેટ ક્લાસમાં રોકાણની તક મળે છે. કોટક મ્યુચ્યુઅલ ફંડના ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે, તેમની સ્કીમ પ્રત્યેક રોકાણકારના પોર્ટફોલિયો માટે આદર્શ ફંડ છે તેમજ લાંબાગાળે મૂડી વૃદ્ધિ ઇચ્છતાં નવા રોકાણકારો માટે અનુકૂળ છે. કોટક મ્યુચ્યુઅલ ફંડનાં મેનેજિંગ ડાયરેક્ટર નિલેશ શાહ કહે છે કે, “આફંડ વિવિધ એસેટ ક્લાસમાં રોકાણને વૈવિધ્યસભર બનાવશે તથા વિવિધ આર્થિક ચક્રોમાં આગળ વધશે. અમે તેને ‘Load It, Latch It, Leave It’ ફંડ કહીએ છીએ, જેમાં અમારા ફંડ મેનેજર્સની કુશળ ટીમ સાથે મળીને એસેટ એલોકેશનની રણનીતિ તૈયાર કરશે.”
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો