HDFC AMCએ ફાર્મા અને હેલ્થકેર સેગમેન્ટ આધારિત નવી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ લૉન્ચ કરી છે. આ સ્કીમનું નામ છે HDFC Pharma and Healthcare Fund. આ સ્કીમનો NFO (ન્યુ ફંડ ઑફર) 14 સપ્ટેમ્બરે ખુલ્યો છે અને તેમાં સબ્સક્રિપ્શન કરવાની છેલ્લી તારીખ 28 સપ્ટેમ્બર 2023 છે.
સ્કીમની વિગત
HDFC મ્યુચ્યુઅલ ફંડની ઈન્વેસ્ટમેન્ટ મેનેજર HDFC એસેટ મેનેજમેન્ટ કંપની (AMC)એ જણાવ્યું છે કે, “HDFC Pharma and Healthcare Fund એક ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ છે. આ સ્કીમ ફાર્મા અને હેલ્થકેર બિઝનેસમાં કાર્યરત કંપનીઓમાં રોકાણ કરશે અને શેરની પસંદગી કરવા માટે બોટમ-અપ એપ્રોચ રાખશે.” રોકાણકારો ઓછામાં ઓછું 100 રૂપિયાનું રોકાણ કરી શકે છે. આ સ્કીમનો બેન્ચમાર્ક S&P BSE હેલ્થકેર ઈન્ડેક્સ છે.
Fund House – HDFC Mutual Fund
Issue Open – 14-Sep-2023
Issue Close – 28-Sep-2023
Type – Open-ended
Category – Equity: Sectoral-Pharma
Min. Investment – ₹100
Plans – Growth, IDCW
Lock-in Period – NA
Exit Load – 1% for redemption Within 1 year
Riskometer – Very High
Benchmark – S&P BSE Healthcare
ક્યાં કરશે રોકાણ?
ફંડનો ઈરાદો 80 ટકાથી પણ વધારે રોકાણ ફાર્મા અને હેલ્થકેર સંબંધિત કંપનીઓમાં કરવાનો છે. આ કંપનીઓમાં ફાર્માસ્યુટિકલ્સ, હોસ્પિટલ્સ, હેલ્થકેર સર્વિસિસ પ્રોવાઈડર્સ, હેલ્થકેર રિસર્ચ, હેલ્થકેર એનાલિટિક્સ એન્ડ ટેકનોલોજી અને મેડિકલ ઈક્વિપમેન્ટ અને સપ્લાયર્સનો સમાવેશ થાય છે.
BSE Healthcare Indexના 98 શેર્સમાંથી 62 શેર્સમાં છેલ્લાં પાંચ વર્ષમાં પોઝિટિવ રિટર્ન મળ્યું છે.
કોણ છે ફંડ મેનેજર?
HDFC Pharma and Healthcare Fundના ફંડ મેનેજરની જવાબદારી નિખિલ માથુરને સોંપવામાં આવી છે. તેઓ HDFC AMCના સીનિયર ઈક્વિટી એનાલિસ્ટ પણ છે. અન્ય ફંડ મેનેજર ધ્રૂવ મુચ્ચલ છે.
કેટલો છે exit load?
આ સ્કીમમાં રોકાણ કરવા માટે કોઈ Entry Load નથી, પરંતુ exit load લાગે છે. તમને યુનિટની ફાળવણી થાય ત્યારથી લઈને એક વર્ષ સુધીના ગાળાની અંદર યુનિટ વેચશો (redeemed/switched out) તો તમારે 1 ટકા એગ્ઝિટ લોડ (exit load) ચૂકવવો પડશે. પરંતુ એક વર્ષ બાદ યુનિટ વેચશો કે રીડિમ કરશો તો તમારે કોઈ એગ્ઝિટ લોડ નહીં ભરવો પડે.
કેટલું છે જોખમ?
આ સ્કીમના ડૉક્યુમેન્ટ્સમાં જ લખવામાં આવ્યું છે કે, તેમાં ઘણું વધારે જોખમ છે. આથી, જે રોકાણકારો તેમના પૈસા સાથે વધારે જોખમ ખેડવા તૈયાર હોય તેમના માટે આ સ્કીમ યોગ્ય છે.
રોકાણકારે શું કરવું?
આ એક થીમ-આધારિત ફંડ છે. એટલે કે, તે એક ચોક્કસ સેગમેન્ટના શેર્સમાં રોકાણ કરે છે. જો તમે અગાઉ કોઈ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરેલું હોય અને મ્યુચ્યુઅલ ફંડના રોકાણનો અનુભવ હોય તો આવા થીમ આધારિત ફંડ વિષે વિચારવું જોઈએ, પરંતુ જો તમે પહેલીવાર રોકાણ કરી રહ્યાં હોવ તો આવા ફંડમાં રોકાણ ટાળવું જોઈએ. રોકાણકારે તેનો પોર્ટફોલિયો કોઈ ચોક્કસ સેગમેન્ટ આધારિત રાખવા કરતાં વૈવિધ્યસભર રાખવો જોઈએ, જેથી તેનું જોખમ અલગ-અલગ સેગમેન્ટમાં વહેંચાઈ જાય. રોકાણકારોએ ફાર્મા અને હેલ્થકેર સેગમેન્ટમાં રોકાણ કરતા હોય તેવા અન્ય ફંડનું પર્ફોર્મન્સ પણ ચકાસી લેવું જોઈએ.
જોકે, રોકાણકારોએ તેમના આર્થિક સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કર્યા બાદ યોગ્ય નિર્ણય લેવો જોઈએ. આર્થિક સલાહકાર સેબીમાં રજિસ્ટર્ડ થયો હોય તે જરૂરી છે.
Published September 14, 2023, 18:36 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો