Money9 Gujarati:
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ કેટેગરીમાં રોકાણ લગભગ 22 ટકા ઘટ્યું છે. નવેમ્બર 2023માં 15,536.42 કરોડ રૂપિયાનું રોકાણ આવ્યું છે, જે ઓક્ટોબરમાં 19,957.17 કરોડ રૂપિયા હતું. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગના સંગઠન AMFIના તાજા આંકડા પ્રમાણે, નવેમ્બર 2023માં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડની તમામ કેટેગરીમાં રોકાણ આવ્યું છે.
સ્મોલ કેપ ફંડ્સમાં સૌથી વધુ રોકાણ થયું છે. આ કેટેગરીમાં 3,699.24 કરોડનું રોકાણ થયું છે, જે ઓક્ટોબરમાં 4,495.13 કરોડ રૂપિયા હતું. મિડકેપ કેટેગરીમાં 2,665.73 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે.
ફોકસ્ડ ફંડ કેટેગરીમાં 142.67 કરોડ રૂપિયા ઠલવાયા છે જ્યારે ELSS કેટેગરીમાં સૌથી ઓછું 104.40 કરોડ રૂપિયાનું રોકાણ થયું છે. ઓક્ટોબરમાં ELSS કેટેગરીમાં 266.35 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું.
નવેમ્બરમાં હાઈબ્રીડ ફંડ કેટેગરીમાં રોકાણ 37 ટકા વધીને 13,538.05 કરોડ થયું હતું, જે ઓક્ટોબરમાં 9,906.86 કરોડ રૂપિયા હતું.
નવેમ્બરમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી રોકાણકારોએ પૈસા ઉપાડી લીધા હતા. આ કેટેગરીમાં ઓક્ટોબરમાં 42,633.70 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું, પરંતુ નવેમ્બરમાં તેમાંથી રોકાણકારોએ 4,706.75 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. નવેમ્બરમાં મની માર્કેટ ફંડ, લોંગ ડ્યુરેશન ફંડ, બેન્કિંગ અને PSU ફંડ, ગિલ્ડ ફંડ તેમજ ફ્લૉટર ફંડ કેટેગરીમાં રોકાણકારોએ પૈસા ઠાલવ્યા હતા.
નવેમ્બર સુધીના આંકડા પ્રમાણે, ભારતનાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ AUM (એસેટ અંડર મેનેજમેન્ટ) લગભગ 5 ટકા વધીને 49.04 લાખ કરોડ રૂપિયા થઈ છે, જે ઓક્ટોબરમાં 46.71 લાખ કરોડ રૂપિયા હતી.
નવેમ્બરમાં 12 ઓપન-એન્ડેડ NFO આવ્યા હતા, જેમાં રોકાણકારોએ કુલ 2,136 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 2 ક્લોઝ-એન્ડેડ NFO પણ આવ્યા હતા, જેમાં 447 કરોડ રૂપિયાનું રોકાણ નોંધાયું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો