Money9: શું તમે પણ ગૌરવની જેમ પૈસા ઇન્વેસ્ટ કરવા માંગો છો પરંતુ શેર માર્કેટના ઉતાર-ચડાવથી ડરો છો. તો આ જાણકારી તમારા માટે જ છે. હકીકતમાં કોઇપણ રોકાણ સંપૂર્ણ રીતે જોખમમુક્ત નથી હોતું. જો કે, રોકાણના કેટલાક વિકલ્પ એવા છે, જેમાં રિસ્ક લગભગ નહીંવત છે. તેમાં રિટર્ન ફિક્સ છે અને તમારા પૈસા મોટાભાગે સેફ રહે છે. સૌથી પહેલી વાત ફિકસ્ડ ડિપોઝિટ એટલે કે FDની…
ફુગાવાને કાબૂમાં રાખવા માટે રેપો રેટમાં વધારાને કારણે બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે FDના વ્યાજ દરમાં વધારો કર્યો છે…અને ત્યારથી FDમાં રોકાણ પણ વધ્યું છે…FD તમારા રોકાણ પર ગેરંટેડ રિટર્ન આપે છે…સામાન્ય રીતે 1000 રૂપિયાથી FD ખોલાવી શકાય છે…ડિપોઝિટની રકમ વિવિધ બેંકોમાં અલગ-અલગ હોઈ શકે છે…એફડીમાં 7 દિવસથી લઇને 10 વર્ષ માટે રોકાણ કરી શકાય છે… SBI જેવી મોટી બેંકો 3% થી 7.10%, HFDC બેંક 3% થી 7.25% અને ICICI બેંક 3.00% થી 7.10%નું વાર્ષિક વ્યાજ ચૂકવી રહી છે.
નાની બેંકો જેવી કે ડીસીબી બેંક 3.75 થી 7.75 ટકા, આરબીએલ બેંક 3.50 થી 8 ટકા, IDFC ફર્સ્ટ બેંક 3.50 થી 7.50 ટકા અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક 3.75 થી 8.25 ટકા વ્યાજ ઓફર કરી રહી છે… આ દરો 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે છે. વરિષ્ઠ નાગરિકોને 0.50 ટકા સુધી વધુ વ્યાજ ઓફર કરવામાં આવી રહ્યું છે.
બેંકોની જેમ જ NBFCs અને અન્ય કંપનીઓની કોર્પોરેટ ફિક્સ્ડ ડિપોઝિટ એટલે કે કંપની FD આવે છે…આ કંપનીઓ બેંકો કરતા વધારે રિટર્ન આપે છે…કોર્પોરેટ FD એવા લોકો માટે સારો વિકલ્પ છે જેઓ વધુ રિટર્ન ઈચ્છે છે.
બેંક બજાર અનુસાર, બજાજ ફાઇનાન્સ કંપની FD પર 8.60 ટકા, મહિન્દ્રા ફાઇનાન્સ 7.40 ટકાથી 8.05 ટકા, HDFC લિમિટેડ 7.35 ટકા, સુંદરમ ફાઇનાન્સ કંપની 7.25થી 7.53 ટકા અને મુથૂટ કેપિટલ 7.50થી 7.75 ટકા સુધી વ્યાજ આપી રહી છે.
કોર્પોરેટ એફડીની તુલનામાં બેંક એફડીમાં જોખમ ઓછું છે કારણ કે બેંકમાં તમારી 5 લાખ રૂપિયા સુધીની થાપણોનો વીમો હોય છે…કંપની એફડીમાં આવું નથી હોતું…આવા સંજોગોમાં હાઇ રેટિંગવાળી કંપની એફડી જ લો.
જેમ સામાન્ય માણસ લોન માટે બેંકમાં જાય છે… તેવી જ રીતે સરકાર જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બોન્ડ બહાર પાડે છે… બોન્ડના બદલામાં ખરીદનારને વ્યાજ ચૂકવવામાં આવે છે… 91, 182 અને 364 દિવસ એટલે કે ઓછી મુદતવાળી સિક્યોરિટીઝને ટ્રેઝરી બિલ એટલે કે T-Bill કહેવામાં આવે છે અને લાંબા ગાળાની સિક્યોરિટીઝને Government Security એટલે કે G-Sec કહેવામાં આવે છે… FD કરતાં બોન્ડ વધુ સેફ માનવામાં આવે છે કારણ કે તે સોવરિન ગેરંટી સાથે આવે છે… RBIના રિટેલ ડાયરેક્ટ પ્લેટફોર્મ, બેંક, પોસ્ટ ઓફિસ અને બ્રોકરેજ ફર્મ્સ પાસેથી બોન્ડ ખરીદી શકાય છે..સ્ટોક એક્સચેન્જ પર તેનું ટ્રેડિંગ પણ થાય છે… કેન્દ્ર ઉપરાંત રાજ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને સરકારી કંપનીઓ એટલે કે PSU અને ખાનગી કંપનીઓ પણ બોન્ડ બહાર પાડે છે.
હવે પછીનો નંબર પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓનો છે… તેમાં ટાઈમ ડિપોઝિટ, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ અને મંથલી ઈન્કમ સ્કીમ જેવી યોજનાઓ આવે છે. ટાઈમ ડિપોઝિટ એ ફિક્સ્ડ ડિપોઝિટ જેવી જ હોય છે. એક વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 6.9%, બે અને ત્રણ વર્ષ પર 7-7% અને 5 વર્ષની ટાઈમ ડિપોઝીટ પર 7.5%નું વ્યાજ છે. 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે. જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નથી.
પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એટલે કે PPFમાં હાલમાં 7.1%નું ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ મળે છે.. એક વર્ષમાં લઘુત્તમ 500 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા એકસાથે અથવા હપ્તામાં જમા કરાવી શકાય છે… આમાં 15 વર્ષનો મેચ્યોરિટી પીરિયડ હોય છે. નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે NSCમાં 7.7%નું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.. આ ખાતું 1000 રૂપિયાથી ખુલે છે..તેમાં ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે અને ગમે તેટલી રકમ જમા કરી શકાય છે…તેનો મેચ્યોરિટી પીરિયડ 5 વર્ષનો છે.
મંથલી ઇનકમ સ્કીમ એટલે કે MIS માં, સિંગલ એકાઉન્ટમાં મહત્તમ 9 લાખ રૂપિયા અને જોઇન્ટ એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જમા કરાવી શકાય છે…આમાં 7.4 ટકાનું વ્યાજ છે, જે દર મહિને મળશે… આ સ્કીમ 5 વર્ષ માટે છે… ઓછામાં ઓછા 1000 રૂપિયાથી ખાતું ખોલાવી શકાય છે.
નાની બચત યોજનાઓના વર્તમાન દરો 30 સપ્ટેમ્બર 2023 સુધીના છે… સરકાર દર ત્રણ મહિને તેની સમીક્ષા કરે છે… આવી સ્થિતિમાં વ્યાજ દરો ઘટી શકે છે અથવા તો વધી શકે છે… 5 વર્ષની ટાઇમ ડિપોઝિટ, PPF અને NSCમાં રોકાણ કરવા પર આવકવેરા કાયદાની કલમ 80સી હેઠળ કર મુક્તિ છે.
ખાસ કરીને દુનિયા જ્યારે મોંઘવારી, વ્યાજદરમાં વૃદ્ધિ અને યુદ્ધ જેવી અન્ય વૈશ્વિક અનિશ્ચિતતાઓમાં ફસાયેલી છે ત્યારે ગોલ્ડ એટલે કે સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે… છેલ્લા એક વર્ષમાં સોનાએ લગભગ 12%નું રિટર્ન આપ્યું છે… કિંમતોને જોતા સોનું દરેક વ્યક્તિ ખરીદી શકતી નથી… આવી સ્થિતિમાં સોવરીન ગોલ્ડ બોન્ડ એટલે કે SGBમાં રોકાણ કરી શકાય છે… તેમાં વાર્ષિક 2.5% વ્યાજ મળે છે… એક ગ્રામથી માંડીને 4 કિલો સુધી સોનું ખરીદી શકાય છે. આરબીઆઇ SGB સ્કીમ લાવે ત્યારે તમે બેંક અથવા પોસ્ટ ઓફિસની શાખામાં અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી પણ કરી શકાય છે…સોવરિન ગોલ્ડ બોન્ડનું સ્ટોક માર્કેટમાં ટ્રેડિંગ થાય છે, ત્યાંથી પણ તમે તેને ખરીદી શકો છો.
સુરક્ષિત રોકાણની રીતો જાણ્યા બાદ હવે વાત કરીએ કે ગૌરવ 1 લાખ રૂપિયાનું રોકાણ કેવી રીતે કરી શકે છે. એક લાખમાંથી 50 હજાર રૂપિયા મીડિયમ ટર્મની બેંક FDમાં કરી શકે છે કારણ કે તેમાં લાંબાગાળા એટલે કે 5 થી 10 વર્ષની FDની તુલનામાં વ્યાજ વધુ છે. વધુ કમાણી માટે 20 હજાર રૂપિયા AAA Rated કંપની FDમાં લગાવી શકે છે. 20 હજાર રૂપિયા PPFમાં નાંખી શકે છે અને દર વર્ષે તેમાં થોડું-થોડું રોકાણ કરતા રહો જેથી ખાતું ચાલુ રહે અને રિટાયરમેન્ટ માટે એક મોટું કોર્પસ ઉભુ કરી શકાય. બાકીના 10 હજાર રૂપિયા ગોલ્ડમાં રોકાણ કરી શકાય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો