Money9: પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, એરિયલ, ડ્યુરાસેલ, જિલેટ, હેડ એન્ડ શોલ્ડર્સ, ઓરલ-બી, પેમ્પર્સ, પેન્ટીન, ટાઇડ, વિક્સ અને વ્હિસ્પર જેવી લોકપ્રિય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી વિશ્વની અગ્રણી FMCG કંપની ભારતમાં રૂ. 2,000 કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. કંપની ગુજરાતમાં તેની મેગા ફેક્ટરી સ્થાપશે. ભારતમાં પ્રોક્ટર એન્ડ ગેમ્બલ ઈન્ડિયા (P&G ઈન્ડિયા)નો આ નવમો પ્લાન્ટ હશે. અગાઉ, એફએમસીજી ક્ષેત્રની અન્ય દિગ્ગજ કંપની નેસ્લેએ પણ ગયા વર્ષે ભારતમાં 5000 કરોડના રોકાણની જાહેરાત કરી હતી.
ગુજરાતના સાણંદમાં લાગશે મેગા ફેક્ટરી
પ્રોક્ટર એન્ડ ગેમ્બલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે નવો પ્લાન્ટ સાણંદમાં 50,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો હશે. અહીં P&Gના વૈશ્વિક તબીબી ઉત્પાદનોનું ઉત્પાદન કરવામાં આવશે. નિવેદન અનુસાર, “આ એકમ આગામી થોડા વર્ષોમાં કાર્યરત થઇ જશે અને P&Gનું વૈશ્વિક નિકાસ હબ બનશે. આનાથી P&G ઈન્ડિયા વિશ્વભરના તેના ગ્રાહકોને ઉત્પાદનો મોકલવા સક્ષમ બનશે.” કંપનીએ કહ્યું કે આ પ્લાન્ટની સ્થાપના સાથે અનેક લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ નોકરી મળશે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે.
આ હશે કંપનીનો નવમો પ્લાન્ટ
P&G ઇન્ડિયાના CEO LV વૈદ્યનાથને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની બેઠકમાં રોકાણની જાહેરાત કરી હતી. આ પ્લાન્ટ P&G ઇન્ડિયાના દેશભરમાં 8 પ્લાન્ટના હાલના ઉત્પાદનમાં વધારો કરશે, એમ નિવેદનમાં જણાવાયું છે. આ સાથે કંપની ગુજરાતમાં તેની હાજરીને વધુ મજબૂત કરી રહી છે.
નેસ્લેએ 5000 કરોડના રોકાણની જાહેરાત કરી છે
છેલ્લા એક વર્ષમાં ભારતીય એફએમસીજી ક્ષેત્રમાં કાર્યરત બહુરાષ્ટ્રીય કંપની દ્વારા આ બીજું મોટું રોકાણ છે. અગાઉ સપ્ટેમ્બરમાં, વૈશ્વિક ફૂડ એન્ડ બેવરેજ સમૂહ Nestlé SA એ દેશમાં તેના મુખ્ય બિઝનેસને વેગ આપવા અને નવી વૃદ્ધિની તકોનો ફાયદો ઉઠાવવા માટે આગામી સાડા ત્રણ વર્ષમાં ભારતમાં રૂ. 5,000 કરોડનું રોકાણ કરવાની યોજના જાહેર કરી હતી.
દુનિયાભરમાં થશે પ્રોડક્ટની નિકાસ
પ્રોક્ટર એન્ડ ગેમ્બલનું આગામી સાણંદ યુનિટ ભારતમાં નિકાસનું કેન્દ્ર બનશે. કંપની સાણંદ, અમદાવાદ ખાતે 2015નાં પહેલેથી જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ચલાવી રહી છે.
નવી સુવિધા હેલ્થ કેર સેક્ટરમાં વધુ સારા ઉત્પાદનો બનાવવા માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરશે અને તેને ઇન્ડસ્ટ્રી 4.0 ના આધુનિક ખ્યાલના આધારે સંપૂર્ણપણે ઓટોમેટિક થવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
વધુ સારી ગુણવત્તાની પ્રોડક્ટનું ઉત્પાદન થશે
ગુણવત્તાની ચકાસણી માટે, વસ્તુઓની અવરજવર માટેના રોબોટિક સાધનો અને ઓપરેટર કોકપિટનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું કે રોકાણની યોજના એક અનલિસ્ટેડ ખાનગી કંપની દ્વારા કરવામાં આવી રહી છે અને તેની ભારતમાં P&G ગ્રૂપની કોઈપણ લિસ્ટેડ જાહેર કંપની પર કોઈ અસર થશે નહીં, એમ કંપનીએ જણાવ્યું હતું.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો