મેનકાઈન્ડ ફાર્માના IPOને રિટેલ રોકાણકારોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. રિટેલ કેટેગરી પૂરી ભરાઈ નથી જ્યારે બિન-સંસ્થાકીય અને ક્વોલિફાઈડ ઈન્વેસ્ટર્સે 100 ટકાથી વધુ બિડ કરી છે.
મેનકાઈન્ડ ફાર્માના IPOને રિટેલ રોકાણકારોએ નબળો પ્રતિસાદ આપ્યો છે. 25 એપ્રિલે ખુલેલા આ IPOમાં સબ્સક્રિપ્શન કરવાના છેલ્લા દિવસે IPO 14 ગણો ભરાયો હતો. પરંતુ રિટેલ કેટેગરી પૂરી ભરાઈ નહોતી. રિટેલ ક્વોટામાં 81 ટકા બિડ મળી હતી જ્યારે બિન-સંસ્થાકીય ઈન્વેસ્ટર્સની કેટેગરી 3 ગણાથી વધુ ભરાઈ હતી. ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સનો ક્વોટા સૌથી વધુ 45 ગણો ભરાયો હતો. આ કંપની મેનફોર્સ કોન્ડોમ્સ અને પ્રેગા ન્યૂઝ માટે જાણીતી છે. તેના IPOની સાઈઝ 4,326 કરોડ રૂપિયા છે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 70 રૂપિયાનું પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. કંપનીએ શેર દીઠ પ્રાઈસ બેન્ડ રૂ. 1,026થી રૂ. 1,080 રાખ્યો છે. મેનકાઈન્ડ ફાર્માએ 2020માં રૂ.5,865 કરોડની આવક નોંધાવી હતી. 2021માં તેની આવક વધીને રૂ.6,214 કરોડ થઈ હતી જ્યારે 2022માં આવક વધીને રૂ.7,782 કરોડ થઈ હતી.
Published - April 27, 2023, 06:51 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો