વધારે પેન્શન માટે કર્મચારીઓએ નહીં, એમ્પ્લોયરે કરવું પડશે એડિશનલ કોન્ટ્રીબ્યૂશન
સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હવે વધુ પેન્શન માટે કર્મચારીઓએ નહીં, પરંતુ એમ્પ્લોયરે વધારાનું યોગદાન આપવું પડશે.
Money9: સરકારી અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા લાખો કર્મચારીઓ માટે મહત્વના સમાચાર છે. પ્રાપ્ત જાણકારી અનુસાર હવે વધુ પેન્શન માટે કર્મચારીઓએ નહીં, પરંતુ એમ્પ્લોયરે વધારાનું યોગદાન આપવું પડશે. મીડિયા અહેવાલો અનુસાર, ઉચ્ચ પેન્શનની પસંદગી કરતા સબ્સ્ક્રાઇબર્સના મૂળ પગારના 1.16 ટકા વધારાના યોગદાનને એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO) દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓમાં કંપનીઓના યોગદાન દ્વારા સંચાલિત કરવામાં આવશે.
શ્રમ મંત્રાલયે લીધો નિર્ણય
સમાચાર એજન્સી ભાષાના એક અહેવાલ અનુસાર, શ્રમ મંત્રાલયે બુધવારે સાંજે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે પ્રોફિડંટ ફંડમાં નોકરીદાતાઓના કુલ 12 ટકા યોગદાનમાંથી 1.16 ટકા વધારાનું યોગદાન લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું કે ઇપીએફ અને એમપી એક્ટની ભાવનાની સાથે સાથે કોડ (સામાજિક સુરક્ષા પર કોડ) કર્મચારીઓ તરફથી પેન્શન ફંડમાં યોગદાનની કલ્પના કરતું નથી.
Published - May 4, 2023, 01:44 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો