MONEY9: ડિજિટલ ગોલ્ડ (DIGITAL GOLD) એટલે ન સોનાનો સિક્કો, ન બાર, ન દાગીનો ન મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND) ન બોન્ડ! આ છે ઑનલાઇન સોનું જે કેવળ 1 રૂપિયામાં ખરીદી શકાય છે. પરંતુ રોકાણની રીતે આ વિકલ્પને પસંદ કરતાં પહેલા તમારે તેને સમજવો પડશે.
ઉદાહરણ સાથે જોઇએ તો, પિન્કીના મોબાઇલમાં 1 રૂપિયામાં સોનું ખરીદવાની ઓફર આવી તો તેને વિશ્વાસ જ ન થયો. આ અંગે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો દંગ રહી ગઇ. માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનું…? સાંભળ્યું તો તમે પણ હશે. સોનાનો આ છે નવો અવતાર..જેને કહેવાય છે ડિજિટલ ગોલ્ડ. સોનામાં રોકાણનો આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે.
પેટીએમ, GooglePay અને PhonePe જેવા ફિનટેક પ્લેટફોર્મથી લઇને તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ સુધી બધા તમને વેચી રહ્યાં છે ડિજિટલ ગોલ્ડ. જ્વેલરી પ્લેટફોર્મ દ્વારા તે તમને મિનિમમ 100 રૂપિયામાં મળી રહ્યું છે. તો બીજીબાજુ ફિનટેક પ્લેટફોર્મ પર તે તમને 1 રૂપિયામાં મળી રહ્યું છે. એપ અને જ્વેલરી બ્રાન્ડ સોનાની 3 ટ્રેડિંગ કંપનીઓ MMTC- PAMP, Safe Gold અને Augmontના ટાઇ-અપમાં સોનું વેચે છે.
શું હોય છે ડિજિટલ ગોલ્ડ?
સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ ગોલ્ડ ઑનલાઇન ચેનલ દ્વારા ફિઝિકલ સોનું ખરીદવાની પ્રક્રિયા છે. 24 કેરેટ સોનું તમારા નામે તિજોરીમાં મુકી દેવામાં આવે છે. તમે સોનાને જોઇ નથી શકતા. તે માત્ર ઑનલાઇન માધ્યમથી જ એક્સેસ કરી શકાય છે. તમારુ ખરીદેલું સોનું એવા પ્લેટફોર્મ્સ મેનેજ કરે છે જ્યાંથી તમે તેને ખરીદ્યું છે. તેની કિંમત આંતરરાષ્ટ્રીય કિંમત સાથે લિંક હોય છે. ખરીદતી વખતે તમે તેને લાઇવ જોઇ શકો છો. ખાસ વાત એ છે કે ખરીદવાની સાથે-સાથે તેને આ પ્લેટફોર્મથી વેચી, રિડીમ અને કોઇને ટ્રાન્સફર પણ કરી શકાય છે.
ડિજિટલ ગોલ્ડ ખરીદવાની પ્રક્રિયા
તમે એપ કે જે વેબસાઇટથી ડિજિટલ ગોલ્ડ ખરીદવા માંગો છો તે તમારા બેન્ક એકાઉન્ટ કે પેમેન્ટ વોલેટ સાથે જોડાયેલું રહેવું જોઇએ. તેને તમે ઓનલાઇન ખરીદો પણ છો અને વેચો પણ છો. પેમેન્ટ એપ પર તમને બે કોલમ નજરે પડશે. એકમાં નાંખો કિંમત અને બીજામાં તમને જોવા મળશે કે કેટલું સોનું તમારા નામે તિજોરીમાં જમા હશે. જો તમે ઇચ્છો તો આ ડિજિટલ ગોલ્ડની ફિઝિકલ ડિલીવરી પણ લઇ શકો છો. પરંતુ ફિઝિકલ ડિલિવરી માટે અલગ-અલગ કંપનીઓ એક મિનિમમ એમાઉન્ટની ખરીદીની જ ડિલિવરી કરશે. કંપનીઓ પોતાની તિજોરીમાં આને એક 3 થી 5 વર્ષનાં સમયગાળા સુધી જ રાખે છે અને સમય મર્યાદા સમાપ્ત થતાં જ તમારે તેને વેચવું પડશે કે પછી ફિઝિકલ ડિલિવરી લેવી પડશે.
લોકો ડિજિટલ ગોલ્ડ તરફ કેમ ખેંચાઇ રહ્યાં છે?
રિપોર્ટ જણાવે છે કે દેશમાં 10 કરોડ લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યાં છે. પરંતુ કેટલું સોનું ડિજિટલ સ્વરૂપમાં ખરીદાયું છે તેનો કોઇ આંકડો ઉપલબ્ધ નથી. ડિજિટલ ગોલ્ડની USP છે ઓછી કિંમતે ખરીદવાનો વિકલ્પ. જે વસ્તુ હજારોમાં મળી રહી છે તે તમને 1 રૂપિયામાં મળી જાય તો તમે પણ કદાચ તેને ખરીદી લો કે તેની તરફ ખેંચાઇને ચાલ્યા જાઓ. પછી ભલે સોનાનો ભાવ હજારોમાં કેમ ન હોય..પરંતુ તમે જેટલાનું સોનું ખરીદવા માંગો તેટલું ખરીદી શકો છો. જેટલું પેમેન્ટ એટલું સોનું! એક રૂપિયામાં ચપટી જેટલા સોનાથી શરૂઆત કરી શકો છો અને દર મહિને જેટલા પૈસા બચાવી શકો એટલું રોકાણ કરી શકો છો. બીજી ખાસ વાત એ છે કે આ સોનાને સાચવવાની માથાકુટ ખરીદનારાની નથી પરંતુ તમે જે પ્લેટફોર્મ પર સોનું રાખશો તે આ સોનાને પોતાની તિજોરીમાં સુરક્ષિત રાખશે. પરંતુ ડિજિટલ ગોલ્ડની આ તથાકથિત તિજોરી પર કેટલો વિશ્વાસ કરવો જોઇએ.
મની9ની સલાહ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો