Money9: ઋષભ માટે 6 દિવસની મુંબઇ યાત્રાની બધી મજા બગડી ગઇ..લેપટોપ ચોરી થઇ ગયું..પોલીસમાં રિપોર્ટ લખાવ્યો પરંતુ બેંગ ક્યાં મળવાની હતી..જો ઋષભની પાસે ટ્રાવેલ વીમો હોત તો આ નુકસાનીની કંઇક અંશે ભરપાઇ થઇ ગઇ હોત. પરંતુ સાચુ બોલજો..આપણે બધા પણ આવુ જ કરીએ છીએને..એક શહેરથી બીજા શહેરની યાત્રા એટલે કે ડોમેસ્ટીક ટ્રાવેલ માટે આપણે ક્યારેય વીમો ખરીદવાનું નથી વિચારતા.
વિદેશ યાત્રા માટે યાત્રા વીમો હોવો જરૂરી છે..એટલે કે તેને લેવો જ પડે છે. પરંતુ દેશમાં લાંબી યાત્રા પર જઇ રહ્યા હોવ કે ટૂંકી..કદાચ જ ટ્રાવેલ વીમાનો વિચાર મનમાં આવે છે..તેની પાછળનું એક કારણ એ પણ છે કે લોકોને ખબર જ નથી કે ટ્રાવેલ માટે પણ વીમો ખરીદી શકાય છે. ઘણીવાર લોકો યાત્રા વીમાને દુર્ઘટના વીમો સમજીને તેને નજરઅંદાજ કરી નાંખે છે. કારણ કે તેમને લાગે છે કે યાત્રા વીમાનો ક્લેમ માત્ર દુર્ઘટનાની સ્થિતિમાં જ મળે છે. પરંતુ એવુ નથી. ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇમરજન્સીથી લઇને સામાનના ગુમ થવા કે ચોરી થઇ જવા જેવી ઘટનાઓને કવર કરે છે.
કોઇ અકસ્માત કે દુર્ઘટના જેવી પરિસ્થિતિ અને નાણાકીય નુકસાનની ચિંતા કર્યા વગર જો યાત્રા કરવા માંગો છો તો ટ્રાવેલ ઇન્સ્યોરન્સ જરૂર લો. ચાલો હવે તમને આ વીમા હેઠળ મળનારા કવર અંગે જણાવીએ.
કોઇ નવી જગ્યાએ ટ્રાવેલ કરતી વખતે જો યાત્રા સાથે સંબંધિત કોઇ હેલ્થ ઇમરજન્સી આવી તો આ વીમાથી સારવારના ખર્ચમાં મદદ મળશે.
સામાન ચોરી થવા કે લૂંટફાટની કોઇ ઘટના બને તો ઇન્સ્યોરન્સ કંપની પાસેથી સંપૂર્ણ કવરેજ મળે છે.
યાત્રા સાથે જોડાયેલા ડીલે કે ટિક્ટ કેન્સલેશન વગેરેની સ્થિતિમાં વીમા કંપની તમને રિફંડ આપે છે.
ક્રેડિટ કાર્ડ ખોવાઇ જવા પર તેની ડુપ્લીકેટ કોપી બનાવવા પર થતો ખર્ચ કવર થાય છે
ઘણાં પ્લાનમાં યાત્રા દરમિયાન કાર કે ટેક્સી ખરાબ થઇ જાય તો આસિસ્ટન્સ સર્વિસ આપવામાં આવે છે. સારવાર સાથે જોડાયેલી સમસ્યા આવે તો એમ્બ્યુલન્સ સંબંધી મદદ પણ મળે છે.
બેઝિક ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સની કિંમત 250 રૂપિયાથી શરૂ થાય છે. જેમાં 1 વ્યક્તિ માટે 5 લાખનું કવર મળે છે. વીમા કંપનીઓ પોતાના પ્લાનમાં અલગ-અલગ સુવિધાઓ ઉમેરીને અને મોટા કવર માટે વધુ પ્રીમિયમ વસૂલે છે. તેમાં તમે જેટલા ફિચર ઉમેરશો તેટલી કિંમત વધશે. જેમ કે બજાજ આલિયાન્ઝની ભારત ભ્રમણ પોલિસીમાં સિંગલ ટ્રિપ માટે 242 રૂપિયામાં 5 લાખ રૂપિયાનું કવર મળી જશે. આ જ રીતે જો વર્ષમાં તમે ઘણી ટ્રિપ કરશો તો મલ્ટીપલ યાત્રાને ઉમેરીને 2998 રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં 3 લાખ રૂપિયાનું કવર બજાજ આલિયાન્ઝ ભારતભ્રમણ પ્લાન હેઠળ લઇ શકો છો. આ પોલિસીમાં એક્સિડન્ટના કારણે હોસ્પિટલાઇઝેશન, હોસ્પિટલમાં ડેઇલી એલાઉન્સ, ટ્રિપ કેન્સલેશન, ટ્રિપ ડિલે, ઇમરજન્સી હોટલ એક્સટેન્શન, ચેક ઇન બેગેજનો લોસ, એડવેન્ચર સ્પોર્ટ્સ બેનિફિટ કવર જેવી સુવિધાઓ સામેલ છે.
New India Assuranceની સુહાના સફર પોલિસી લઘુત્તમ 300 રૂપિયાથી શરૂ થઇ રહી છે જેમાં પણ મેડિકલ આસિસ્ટન્સ, સામાનની ચોરી, દુર્ઘટના, વગેરેના કારણે થનારા લોસ ઓફ બેગેજ કવર થાય છે. રોડ, હવાઇ, રેલવે મુસાફરી ઉપરાંત કારથી મુસાફરી કરવા દરમિયાન થતુ નુકસાન પણ કવર થાય છે. આનો ફાયદો ઇન્સ્યોર્ડ વ્યક્તિની સાથે મુસાફરી કરી રહેલા પરિવારના એકથી વધુ લોકોને પણ મળી શકે છે.
Future Generaliની શુભ યાત્રા પોલિસીમાં દુર્ઘટના અને સામાનના ગુમ થવા કે ચોરી થવાનું કવર મળે છે. પોલિસીની શરતો અનુસાર, ફ્લાઇટમાં પૂરી ચેઇ ઇન બેગેજ અને તેમાં રહેલા સામાન માટે કવર લઇ શકો છો. ટ્રેન કે ફ્લાઇટ મિસ થવાનું કવર લઇ શકાય છે. હોટલ રૂમમાં કેન્સલેશનની સ્થિતિમાં વૈકલ્પિક વ્યવસ્થા, વેકેશન દરમિયાન કોઇ એડવેન્ચર સ્પોર્ટ્સમાં મોત, પરમેનન્ટ ટોટલ ડિસેબિલિટી વગેરે કવર પણ આ પોલિસીમાં સામેલ છે.
તો આશા રાખીએ કે હવે તમે ડોમેસ્ટિક ટ્રાવેલ ઇન્સ્યોરન્સ અંગે સારી રીતે સમજી ગયા હશો. અને જરૂર પડે પોતાના માટે બેસ્ટ પ્લાન પસંદ કરવામાં તમને મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો