MONEY9: IT કંપનીમાં કામ કરતો અમિત ટર્મ ઈન્સ્યોરન્સ ખરીદવાનું વિચારી રહ્યો છે… ગૂગલ પર 1-2 વાર સર્ચ કર્યું અને પછી એક કરોડ રૂપિયાનો ટર્મ ઈન્સ્યોરન્સ પ્લાન ખરીદવા માટે સતત મેસેજ આવવા લાગ્યા… જ્યારે અમિતે વીમા એજન્ટ સાથે વાત કરી તો તેણે પણ ફટાક દઈને એક કરોડ રૂપિયાનું કવર ખરીદવાની સલાહ આપી દીધી…
પરંતુ શું અમિતને 1 કરોડ રૂપિયાના વીમા કવરની જરૂર છે?
તમામ જીવન વીમા કંપનીઓ તેમના 1 કરોડ રુપિયાના ટર્મ પ્લાનનો જ પ્રચાર કરતી જોવા મળે છે. મોટી હસ્તીઓ અને તેમની પંચ લાઇન તમને વિચારવા મજબૂર કરે છે,, કે તમે 1 કરોડ રુપિયાનો વીમો ન લઈને કોઈ મોટી ભૂલ તો નથી કરી રહ્યાં ને…???
ઓછામાં પૂરું 1 કરોડના ટર્મ પ્લાનનું આકર્ષણ વધારવા માટે તમારા ખિસ્સાની પહોંચને અનુરૂપ ઑફર કરવામાં આવે છે. 490ના, 554ના અથવા 635 રુપિયાના માસિક પ્રીમિયમ પર 1 કરોડ રુપિયાનો બમ્પર વીમો લઈ લો…, તેવું સાંભળવામાં તો સારું લાગે છે…
વાસ્તવમાં, આ બધું વીમા કંપનીઓની માર્કેટિંગ ટ્રીક સિવાય બીજું કંઈ નથી… કારણ કે વીમાની રકમ આ રીતે નક્કી કરી શકાતી નથી…
પ્રોમોર ફિનટેકના ડાયરેક્ટર નિશા સંઘવી કહે છે, કે વીમા કવર વ્યક્તિની વાર્ષિક આવક, જવાબદારીઓ અને ભાવિ નાણાકીય લક્ષ્યાંકો પર આધાર રાખે છે… આવી સ્થિતિમાં, દરેકને એક કરોડ રુપિયાનું કવર આપનારા ટર્મ પ્લાનની જરુર નથી હોતી.
તો પછી વીમા કવચ કેવી રીતે નક્કી કરવું?
વીમા કવરને કેલ્ક્યૂલેટ કરવાનો એક થંબ રૂલ છે…
તમારી વાર્ષિક આવકના 10 ગણું વીમા કવર તો તમારી પાસે હોવું જ જોઈએ. સાથે જ નાણાકીય જવાબદારી વધવાની સાથે સાથે કવરનું કદ પણ વધવું જોઈએ… આ રીતે સમજો…
જો અમિતની વાર્ષિક આવક 6 લાખ રુપિયા છે… તો તેણે 60 લાખ રુપિયાના કવર સાથેનો ટર્મ પ્લાન લેવો જોઈએ… જો અમિતને બે બાળકો છે… અને આગામી 5 વર્ષમાં તેમના શિક્ષણનો ખર્ચ 10 લાખ રુપિયા થશે..તો આ રકમ કવરમાં ઉમેરવી જોઈએ… જો અમિતની હોમ લોન ચાલુ હોય, જેની બાકી રકમ 20 લાખ રુપિયા છે… તો આ રકમ પણ વીમા કવરમાં સામેલ કરવી જોઈએ… આ રીતે અમિત માટે 90 લાખના કવર સાથેનો ટર્મ પ્લાન યોગ્ય રહેશે.
એ જ રીતે મોંઘવારીને પણ ધ્યાનમાં લેવી જોઈએ.
ટર્મ ઇન્શ્યોરન્સ સામાન્ય રીતે 15 થી 30 વર્ષના લાંબા સમયગાળા માટે હોય છે.
જો તમે અત્યારે એક કરોડ રૂપિયાનું કવર લો… અને વાર્ષિક મોંઘવારીની સરેરાશ 5 ટકા છે… તો 15 વર્ષ પછી આ રકમ 48 લાખ રૂપિયા જેટલી જ રહેશે… આવી જ રીતે, 20 વર્ષ પછી એક કરોડ રૂપિયાની કિંમત 37.38 લાખ… 25 વર્ષ પછી 29.53 લાખ… 30 વર્ષ પછી 23.13 લાખ રુપિયા જ રહી જશે..
જો મોંઘવારીનો દર સરેરાશ 5 ટકાથી વધુ રહે છે… તો આ રકમનું મૂલ્ય હજુ ઓછું થઈ જશે….
તો Money9ની સલાહ છે કે ટર્મ ઈન્સ્યોરન્સ 1 કરોડની કિંમત જોઈને ના ખરીદો…
તેના બદલે, તમારી જરૂરિયાત મુજબ નક્કી કરો… કેટલાનો ટર્મ પ્લાન લેવો તે નક્કી કરવા માટે, મોંઘવારીને ગણતરીમાં લો… ધ્યાનમાં રાખો કે દેશમાં ઉચ્ચ શિક્ષણનો સરેરાશ ખર્ચ વાર્ષિક આઠ ટકાના દરે વધી રહ્યો છે… જો બાળકને B.Tech કરાવવાની યોજના છે… અને વર્તમાન ખર્ચ 10 લાખ રુપિયા છે… તો 10 વર્ષ પછી 21.58 લાખ રુપિયાની જરૂર પડશે… આવી સ્થિતિમાં વાર્ષિક આવકમાં વધારાની સાથે સાથે વીમા કવર પણ વધારવું જોઈએ.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો