Money9: જો તમે તમારા ઘરના સિંગલ અર્નિગ મેમ્બર છો તો ક્યારેક તો એવો વિચાર આવ્યો જ હશે કે જો મને કંઇક થઇ ગયું તો મારા પછી પરિવારનો ખર્ચો કેવી રીતે ચાલશે… સેલેરી પ્રોટેક્શન ઇન્સ્યોરન્સ તમારી આ ચિંતાને ઘટાડી શકે છે. તેની મદદથી તમારા પછી પણ તમારા પરિવારને રેગ્યુલર ઇનકમ મળતી રહે છે.
સેલેરી પ્રોટેક્શન પ્લાન
જો કે આ પ્લાનનું નામ ભલે સેલેરી પ્રોટેક્શન હોય પરંતુ આ નામથી ક્યારેય ગેરમાર્ગે ન દોરાતાં. આ જીવન વીમાની જ સુવિધા છે જે ટર્મ ઇન્સ્યોરન્સની જેમ કામ કરે છે. તે નોકરી જવાની સ્થિતિમાં તમારી સેલેરીને પ્રોટેક્ટ નથી કરતો પરંતુ મૃત્યુ પછી પરિવારને રેગ્યુલર ઇનકમ આપે છે. આ વીમામાં મેચ્યોરિટી બેનિફિટ નથી.
સેલેરી પ્રોટેક્શન ઇન્સ્યોરન્સમાં પગારદારના મૃત્યુ બાદ ક્લેમની રકમનું રેગ્યુલર ઇનકમની જેમ મંથલી પેમેન્ટ લઇ શકાય છે. કેટલીક વીમા કંપનીઓ એકસાથે રકમનો વિકલ્પ પણ આપે છે. પરંતુ રેગ્યુલર ઇનકમ પસંદ કરો તો તમારા પછી તમારા પરિવારને દર મહિને સેલેરીની જેમ જ નિયમિત ચુકવણી થતી રહે છે. તમને પૉલિસીનો ટેન્યોર અને પ્રીમિયમ પેમેન્ટનો ટેન્યોર પણ પસંદ કરવાનો વિકલ્પ મળે છે. પોલિસીનો ટેન્યોર વર્કિંગ યરના હિસાબે પસંદ કરો. જો તમે હજુ 35 વર્ષના છો અને 60 વર્ષની ઉંમર સુધી કામ કરી શકો તો 25 વર્ષના ટેન્યોરનો વીમો લેવો જોઇએ. વીમાનો ટેન્યોર 10, 15, 20 કે 25 વર્ષ હોઇ શકે છે.
પરંતુ જરૂરી નથી કે તમે લાંબા સમય સુધી પ્રીમિયમ ચુકવો. તમે 5, 7, 10 કે 12 વર્ષમાં બધા પ્રીમિયમની ચુકવણી કરી શકો છો. તમે ફેમિલી માટે જેટલું મંથલી પ્રીમિયમ ઇચ્છો છો તે અનુસાર તમારા પ્રીમિયમનો સમયગાળો નક્કી થાય છે.
કોના માટે સારો
મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ જણાવે છે કે ઇનકમ પ્રોટેક્શન પ્લાન એવા લોકો માટે સારો છે જેના પર મોટા દેવાનો બોજ હોય અને નિશ્ચિત કમાણી ન હોય. જો તમારી કમાણી સારી છે અને આવકના મલ્ટીપલ સોર્સ છે, રેગ્યુલર રોકાણ કરો છો તો આ પ્રકારના પ્લાન વગર પણ તમારા પરિવારના ખર્ચની તૈયારી કરી શકો છો. ડેથ પે આઉટ તરીકે મંથલી ઇનકમ કે એશ્યોર્ડ બેનિફિટ પસંદ કરી શકાય છે. જમા રકમનો જે હિસ્સો એકસાથે મળે છે તે એશ્યોર્ડ બેનિફિટ હોય છે અને મંથલી ઇનકમ દર મહિને મળે છે. મંથલી પેમેન્ટમાં ઇન્ક્રિઝિંગ પેમેન્ટનો વિકલ્પ ઘણાં પ્લાન આપે છે. તેમાં દરવર્ષે રકમ વધે છે જેમ કે કોટક ઇનકમ પ્લાનમાં દર વર્ષે 6 ટકાનો વધારો થાય છે.
એક 30 વર્ષનો નોન સ્મોકર વ્યક્તિ કોટક ઇનકમ પ્લાનમાં 12,330 રૂપિયાના પ્રીમિયમ પર ઇન્ક્રિઝિંગ પ્રીમિયમ પ્લાન લઇ શકે છે. પોલિસીના પ્રથમ વર્ષમાં ઇનકમ પે આઉટ 50 હજાર રૂપિયા રહે છે. જે પૉલિસીના બીજા વર્ષે વધીને 53 હજાર રૂપિયા થઇ જશે. એના બીજા વર્ષે 56,180 રૂપિયા થઇ જશે. અને આ રીતે વધીને 10માં વર્ષે ઇનકમ બેનિફિટ અંદાજે 84,475 રૂપિયા થઇ જશે.
આવકમાં વધારા વગરના પ્લાન્સ જોઇએ તો દરેક કંપનીના પોતાના નિયમ અને ફાયદા અનુસાર પ્રીમિયમ છે. પરંતુ સામાન્ય રીતે 1 કરોડના બેઝિક સમ ઇન્શ્યોર્ડનું પ્રીમિયમ 8000 થી 12000 રૂપિયાની આસપાસ થાય છે. ઇનકમ પ્રોટેક્શન પ્લાનમાં પ્રીમિયમની રકમ પર ઇનકમ ટેક્સની કલમ 80સી હેઠળ દોઢ લાખ રૂપિયાની છૂટ મળે છે. સાથે જ ડેથ ક્લેમની રકમ પર ઇનકમ ટેક્સની કલમ 10-ડી હેઠળ સંપૂર્ણ વેરામાફી મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો