Money9: એક્સિડન્ટમાં ઇજાગ્રસ્ત વિનોદ 8 દિવસથી હોસ્પિટલમાં ભરતી હતો. ડોક્ટર્સની તમામ કોશિશો છતાં તેને બચાવી ન શકાયો. સારવારનું 6 લાખ રૂપિયા બિલ આવ્યું છે. વિનોદે 10 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યોરન્સ કવર લઇને રાખ્યું હતું. વિનોદના મોત બાદ તેની વીમા પોલિસીનું શું થશે? તેની સારવારનો ક્લેમ કેવી રીતે મળશે? આ અંગે પરિવારજનો દુવિધામાં છે…
સ્વાસ્થ્ય વીમા પોલિસી મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. ઇંડિવિઝ્યુઅલ, ફેમિલી ફ્લોટર અને ગ્રુપ ઇન્સ્યોરન્સ..તેમાં વીમા કંપનીઓના નિયમો અલગ અલગ હોય છે. આવો સમજીએ ક્યારે કયા નિયમો લાગુ પડે છે.
બજાજ આલિયાન્ઝ જનરલ ઇન્સ્યોરન્સના હેડ -હેલ્થ એડમિનિસ્ટ્રેશન ટીમ, ભાસ્કર નેરૂરકર કહે છે કે ઇન્ડિવિઝ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીમાં સમ ઇન્સ્યોર્ડની રકમ અને બેનિફિટ્સ વીમાધારક માટે ફિક્સ રહે છે. આ પોલિસીમાં વીમાધારકના મોત બાદ પોલિસી બંધ થઇ જશે…જો પોલિસી વર્ષમાં કોઇ ક્લેમ નથી લીધો તો નિયમો અનુસાર કંપની પ્રીમિયમ રિફંડ કરશે.
નેરૂરકર કહે છે કે વિનોદના કિસ્સામાં પરિવારજનો સારવારના પૈસા માટે ક્લેમ કરી શકે છે. વીમા કંપની ક્લેમની રકમ સીધી હોસ્પિટલને ટ્રાન્સફર કરી દેશે. જો હોસ્પિટલ વીમા કંપનીના નેટવર્કમાં સામેલ નથી તો પોલિસીમાં નોંધાયેલા નોમિનીએ આ રકમ માટે ક્લેમ કરવો પડશે. વીમા કંપની ક્લેમની ચુકવણી કરી દેશે. જો પોલિસીમાં કોઇ નોમિની નથી તો પરિવારના સભ્યને કોર્ટ પાસેથી સક્સેશન લેટર બનાવીને ક્લેમ કરવો પડશે. આ સ્થિતિમાં વીમા કંપની વિનોદના ઉત્તરાધિકારીને ક્લેમની ચુકવણી કરશે.
હવે વાત કરીએ ફેમિલી ફ્લોટર પ્લાનની સ્થિતિમાં શું થશે.
આરોગ્ય વીમાની ફેમિલી ફ્લોટર પોલિસીમાં આખા પરિવારને એક જ સમઇશ્યોર્ડ મળે છે. ઉદાહરણ તરીકે જો પરિવારમાં ચાર સભ્ય છે અને તમે 10 લાખ રૂપિયાનો સમઇંશ્યોર્ડ લો છો તો આવા પરિવારમાં કોઇપણ સભ્ય 10 લાખ રૂપિયા સુધીની સારવાર કરાવી શકે છે. પોલિસી વર્ષમાં બધા સભ્ય મળીને 10 લાખ રૂપિયા સુધીનો જ ક્લેમ કરી શકે છે. જો વિનોદની ફ્લોટર પોલિસી છે અને તેમાં પર્યાપ્ત કવર બાકી છે તો તેમના સ્વજનો સારવારના પૈસા માટે ક્લેમ કરી શકે છે. નિયમો હેઠળ કંપની ક્લેમની ચુકવણી કરી દેશે. રિન્યૂ થાય ત્યાં સુધી આ પોલિસી એક્ટિવ રહેશે. અને પરિવારના સભ્યોને કવર મળતું રહેશે.
જો કે પોલિસીના પ્રપોઝર એટલે કે પ્રસ્તાવકના મોત બાદ પરિવારની જવાબદારી છે કે આ અંગે વીમા કંપનીને જાણ કરે. નિયમો હેઠળ વીમાધારકના મોત બાદ વીમા પોલિસીમાં પ્રપોઝરનું નામ બદલવું જરૂરી છે. આ સ્થિતિમાં નવા પ્રપોઝરના નામે એક ફોર્મ ભરીને વીમા કંપનીમાં જમા કરવું પડશે. આ આધારે વીમા કંપની પ્રપોઝરનું નામ બદલીને નવી પોલિસી ઇશ્યૂ કરી દેશે. પોલિસીમાં એક સભ્ય ઓછો હોવાથી વીમાનું રિન્યુઅલ પ્રીમિયમ ઘટી જશે. નવા પ્રપોઝરે જ વીમા પ્રીમિયમની ચુકવણી કરવી પડશે.
મોટાભાગની વીમા કંપનીઓ પોતાના કર્મચારીઓને ગ્રુપ હેલ્થ વીમાની સુવિધા આપે છે. આ ગ્રુપ ઇન્સ્યોરન્સ ફેમિલી ફ્લોટર પોલિસી તરીકે કામ કરે છે. કર્મચારીનું મોત થાય તો કંપની આની સૂચના વીમા કંપની આપી દે છે. જો કર્મચારીએ પોલિસી વર્ષમાં કોઇ ક્લેમ નથી કર્યો તો કંપની પ્રીમિયમ રિફંડ લઇ શકે છે. જો કંપનીએ રિફંડ નથી લીધું તો મૃતક કર્મચારીના પરિવારને રિન્યૂઅલની તારીખ સુધી કવર મળતું રહેશે. ત્યાર બાદ પોલિસી બંધ થઇ જશે.
મની9ની સલાહ છે કે તમારી આ દુનિયાને વિદાય બાદ પરિવારજનોને મુશ્કેલી ન પડે એટલે હેલ્થ વીમા પોલિસી લેતા પહેલા તેના નિયમો અને શરતો ધ્યાનથી વાંચો. આ અંગે પરિવારના સભ્યોને જણાવો. પોલિસીમાં નોમિની જરૂર રજિસ્ટર કરો. જેથી તમારા પછી પરિવારના સભ્યોને ક્લેમ માટે કોર્ટ કચેરીના ચક્કર ન કાપવા પડે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો