Money9: ખાનગી શાળામાં શિક્ષક એવો યોગેશ નિવૃત્તિ માટે રોકાણ કરવા માંગે છે. વીમા એજન્ટ તેને LICનો નવો જીવન ઉત્સવ પ્લાન ખરીદવાની સલાહ આપી રહ્યા છે. એજન્ટે જણાવ્યું કે આ પ્લાનમાં મર્યાદિત સમયગાળા માટે પ્રીમિયમ ભરીને જીવનભર લાઇફ કવર અને નિયમિત આવકની વ્યવસ્થા કરી શકાય છે… યોગેશને પણ આ પ્લાન આકર્ષક લાગી રહ્યો છે. ફક્ત યોગેશ જ કેમ..? જે લોકો નિવૃત્તિ માટે રોકાણ દ્વારા નિયમિત આવક મેળવવા માંગે છે તેમણે LICના જીવન ઉત્સવ પ્લાનને બરોબર સમજી લેવો જોઈએ. આ વીમો કેવો છે અને કેવી રીતે તે તમને આપશે નિયમિત આવક, આવો આ વીડિયોમાં સમજીએ-
LICનો જીવન ઉત્સવ એક નોન-લિંક્ડ, નોન-પાર્ટીસિપેટીંગ, વ્યક્તિગત, સેવિંગ પ્લાન છે. આમાં પોલિસીધારકને બોનસ કે સરપ્લસનો લાભ નહીં મળે. આ એક ગેરંડેટ પ્લાન છે જેમાં મૃત્યુ થવા અથવા જીવિત રહેવા પર લાભની રકમ પહેલેથી જ નક્કી થઇ જાય છે. આ એક સંપૂર્ણ જીવન વીમા પૉલિસી છે અથવા તો કહીએ કે તે 100 વર્ષનો જીવન વીમા પ્લાન છે. જો વીમાધારક 100 વર્ષ સુધી જીવે છે, તો તેને જીવન ઉત્સવમાં એકસામટી કે પાકતી મુદતે લાભ નહીં મળે, પરંતુ આ પ્રકારની યોજનામાં વીમાધારકના પરિવાર અને પોલિસી ધારકને બે રીતે લાભ મળે છે. પ્રથમ, પૉલિસીધારકના મૃત્યુના કિસ્સામાં કુટુંબને નાણાકીય સહાય મળે છે અને બીજું, વીમાધારકને પૉલિસી પ્રીમિયમ પેમેન્ટ પૂર્ણ કરવાના નિર્ધારિત સમય પછી સમગ્ર જીવન માટે દર વર્ષે સમએશ્યોર્ડના 10 ટકા મળશે. જીવન ઉત્સવ યોજનામાં રોકાણની લઘુત્તમ રકમ 5 લાખ રૂપિયા છે. પ્રીમિયમની ચૂકવણી 5 થી લઇને 16 વર્ષ માટે કરી શકાય છે. આ યોજનામાં 90 દિવસના બાળકથી લઈને 65 વર્ષના વરિષ્ઠ નાગરિક રોકાણ કરી શકે છે. આમાં બે પ્રકારના ચુકવણીના વિકલ્પો છે…પ્રથમ નિયમિત આવક અને બીજી ફ્લેક્સી આવક. તમે રેગ્યુલર ઇનકમમાં વાર્ષિક રિટર્ન લઈ શકો છો અને ફ્લેક્સી ઇનકમમાં તે પૈસાને જમા રાખી શકો છો.
જો કોઈ 35 વર્ષનો વ્યક્તિ 10 લાખ રૂપિયા સમ એશ્યોર્ડનો જીવન ઉત્સવ પ્લાન લે છે, તો તે 44 વર્ષની ઉંમર સુધી 10 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવશે. કારણ કે આ એક હોલ લાઇફ જીવન વીમા પોલિસી હોવાથી, તેને 100 વર્ષ માટે વીમા કવર અને નિયમિત આવક મળશે. આ પ્લાનમાં 10 લાખ રૂપિયાનું એક્સિડેન્ટલ ડેથ એન્ડ ડિસેબિલિટી બેનિફિટ રાઇડર પણ ઉમેરી શકાય છે જે 70 વર્ષની ઉંમર સુધી ચાલશે. આ પ્લાન માટે પહેલા વર્ષમાં 1,18,190 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. ત્યારબાદ દર વર્ષે 1,15,645 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે.
જીવન વીમાની એન્ડોમેન્ટ યોજનાઓમાં પ્રથમ વર્ષના પ્રીમિયમ પર 4.5 ટકા GST વસૂલવામાં આવે છે. ત્યારબાદ 2.25 ટકાના દરે ટેક્સ લેવામાં આવે છે. આ રીતે, GST સહિત, 10 વર્ષમાં કુલ 11,58,995 રૂપિયા ભરવા પડશે. રેગ્યુલર ઇનકમના ઓપ્શનમાં 48 વર્ષની ઉંમરથી દર વર્ષે 1 લાખ રૂપિયા મળવાના શરૂ થઇ થશે.
જો તમે ફ્લેક્સી આવકનો વિકલ્પ પસંદ કરો છો, તો દર વર્ષે આવક ઉમેરાતી રહેશે અને વીમા કંપની આ રકમ પર વાર્ષિક 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવશે. આ પ્લાનમાં તમે એકસાથે વ્યાજની સાથે કુલ રકમના 75 ટકા સુધી ઉપાડી શકો છો. બાકીની રકમ પર વાર્ષિક 5.5 ટકા વ્યાજ મળતું રહેશે.
LIC એ પ્રીમિયમ ચૂકવણીના સમયગાળા દરમિયાન દરેક પોલિસી વર્ષના અંતે 40 રૂપિયા પ્રતિ હજાર મૂળ વીમા રકમના દરે ગેરંટેડ એડિશન એટલે કે વધારાના લાભની જાહેરાત કરી છે. જો કોઈ વ્યક્તિ પોલિસીની મુદત દરમિયાન મૃત્યુ પામે છે, તો બેઝિક સમ એશ્યોર્ડ અથવા વાર્ષિક પ્રીમિયમના 7 ગણા, બન્નેમાંથી જે વધારે હશે તે ચૂકવવામાં આવશે. ડેથ બેનિફિટ કુલ જમા થયેલા પ્રીમિયમના 105 ટકાથી ઓછું ન હોઈ શકે. જો તમે રાઇડર ઉમેરશો, તો લાભ અલગથી મળશે.
હવે સવાલ એ છે કે જીવન ઉત્સવ પોલિસી કોના માટે યોગ્ય છે? પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકી કહે છે કે જીવન ઉત્સવ એક હોલ લાઇફ પોલિસી છે જે લાંબા ગાળે કેશ વેલ્યૂ જનરેટ કરવામાં મદદ કરે છે. એસ્ટેટ પ્લાનિંગ માટે આ એક સારો વિકલ્પ છે. જે લોકો તેમના બાળકો માટે એસ્ટેટ છોડવા માગે છે તેઓ આમાં રોકાણ કરી શકે છે. આમાં, વીમાધારકને લાંબા સમય સુધી આવક મળશે. ત્યારબાદ નોમિનીને એક સામટી રકમ મળશે… પરંતુ આ પોલિસીનું વાર્ષિક નેટ રિટર્ન છ ટકાથી ઓછું છે, જે મોંઘવારીને નાથવામાં અસરકારક નથી. જો તમે આટલા લાંબા સમયગાળા માટે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો તમને વધુ સારું રિટર્ન મળી શકે છે.
જો તમારી પાસે સરપ્લસ ફંડ છે અને તે તમારા પરિવારને આપવા માંગો છો, તો તમે LICની જીવન ઉત્સવ પોલિસી લઈ શકો છો. આમાં તમને લાંબા ગાળા સુધી આવક મળશે. તમારા બાદ પરિવારને એકસાથે રકમ મળી જશે. જો તમે નિયમિત આવક નથી લેવા માંગતા તો તમને વાર્ષિક 5.5 ટકા વ્યાજ મળશે. જો કે, આ રિટર્ન ફુગાવાને હરાવી શકશે નહીં. આવી સ્થિતિમાં, પોલિસી લેતા પહેલા નફા અને નુકસાનનું મૂલ્યાંકન જરૂર કરી લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો