પૈસાની બાબતમાં ભારતનાં લોકો કેટલા સલામત? સરવેમાં જાણવા મળી આશ્ચર્યજનક વિગતો php // echo get_authors();
?>
માત્ર 6% ભારતીયો પાસે પૂરતું વીમા કવર છે. મોટા ભાગનાં લોકો ખોટી ધારણાઓના આધારે આર્થિક સલામતી જોખમમાં મૂકી રહ્યાં હોવાનું SBI લાઈફ ઈન્સ્યૉરન્સના અભ્યાસનું તારણ.
ભારતનાં ગ્રાહકો આર્થિક રીતે કેટલા તૈયાર છે તે અંગે કેટલીક રસપ્રદ વિગતો જાણવા મળી છે. SBI Life Insurance અને Deloitte દ્વારા તૈયાર થયેલા એક રિપોર્ટ અનુસાર, વીમો નહીં લેનારા 71 ટકા લોકો તેમની આર્થિક સલામતી માટે વીમાને જરૂરી નથી ગણતા જ્યારે 83 ટકા વીમાધારક વ્યક્તિ આર્થિક સલામતી માટે વીમો મહત્ત્વનો હોવાની વાત સ્વીકારે છે. સ્ટડી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, 68 ટકા લોકો માને છે કે, તેમની પાસે પૂરતો વીમો છે. જોકે, સૌથી નવાઈની વાત એ છે કે, આર્થિક સલામતી માટે માત્ર 6 ટકા લોકો પાસે પર્યાપ્ત વીમા કવર છે. આ અભ્યાસ દર્શાવે છે કે, ભારતનાં મોટા ભાગનાં લોકો પોતપોતાના વિવિધ ભ્રમ અને ધારણાઓને આધારે આર્થિક સલામતી જોખમમાં મૂકી રહ્યાં છે.
‘ગ્રાહકોના ભ્રમને દૂર કરવો‘ શીર્ષક હેઠળ ફાઇનાન્સિયલ ઇમ્યુનિટી સ્ટડી 3.0 તૈયાર કરવા માટે ભારતનાં 41 શહેરનાં 5,000 લોકોનો સરવે કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં નવાઈ પમાડે તેવી વાત જાણવા મળી છે કે, છેલ્લાં 5 વર્ષમાં વીમો ઉતરાવનારા 47 ટકા લોકોએ તેમની જીવન વીમા પૉલિસી સરેન્ડર કરી દીધી છે.
SBI લાઈફ ઇન્સ્યૉરન્સના MD અને CEO મહેશકુમાર શર્માએ નાણાકીય તૈયારીને સમજવાની રીતમાં એક આદર્શ પરિવર્તનની તાત્કાલિક જરૂર હોવાની વાત પર ભાર મૂક્યો છે. તેઓ કહે છે કે, “અમે ભારતીય ગ્રાહકોને નાણાકીય તૈયારી સમજવામાં મદદ કરીને તેમનાં ભ્રમ દૂર કરીને તેમને ચિંતામુક્ત કરવાની દિશામાં અર્થપૂર્ણ પગલાં ભરી રહ્યા છીએ. અમારો હેતુ વ્યક્તિઓને જ્ઞાન, સાધનો અને ઉપાયો દ્વારા સશક્ત કરવાનો છે, જે તેમનો નાણાકીય પાયો નક્કર કરશે.”
તેઓ કહે છે કે, 80 ટકા ગ્રાહકો આર્થિક સલામતી માટે વીમો મહત્ત્વપૂર્ણ હોવાની વાત તો સ્વીકારે છે પરંતુ 94 ટકા લોકો પાસે પૂરતું વીમા કવર નથી, જે ચિંતાનું કારણ છે. શર્મા કહે છે કે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કપરા સંજોગોનો સામનો કરવા માટે તક મેળવવાનો હકદાર છે.
ડેલોઇટ ઇન્ડિયાના પાર્ટનર, કન્સલ્ટિંગ સૌમ્યા દ્વિબેદીએ જણાવ્યું હતું કે, અભ્યાસનાં તારણોનું ઊડું આકલન લોકોનાં મનમાં એ ઠસાવવાની જરૂર પર ભાર મૂકે છે કે લાઇફ અને હેલ્થ કવરેજ લેવાથી ગ્રાહકો કઈ રીતે નાણાકીય રીતે સશક્ત બની શકે છે. તે એ હકીકત પર ભાર મૂકે છે કે વીમો એ માત્ર નાણાકીય સાધન નથી પણ દેશનાં ખૂણે ખૂણે રહેતાં કરોડો લોકોની અપેક્ષાઓ અને સપનાને સાકાર કરવાનું શક્તિશાળી માધ્યમ છે.
અહેવાલમાં ગ્રાહકનાં મનમાં રહેલા પાંચ ભ્રમ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેને કારણે નાણાકીય તૈયારી પર અસર પડી છે. આ ધારણાઓ બદલવાથી ભવિષ્યમાં નાણાકીય પ્રતિરક્ષાનાં માર્ગને આપણે પ્રજ્વલિત કરી શકીશુઃ
ભ્રમ 1: “માત્ર ઇન્શ્યોરન્સ પોલિસી હોવાથી પૂરતાં રક્ષણની ગેરન્ટી મળે છે.”
68% ગ્રાહકો પૂરતું વીમા કવરેજ હોવાનાં ભ્રમમાં જીવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે આમાંથી માત્ર 6% ગ્રાહકો જ તેમની વર્તમાન વીમા પોલિસી હેઠળ પૂરતા પ્રમાણમાં વીમો ધરાવે છે.
વાસ્તવમાં, 94 ટકા ગ્રાહકો ઓછો વીમો ધરાવે છે અથવા બિલકુલ વીમો નથી ધરાવતા.
ભ્રમ 2: “ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણથી વીમા કરતા સારી સલામતી મળે છે.”
વાસ્તવમાં, 80 ટકા ગ્રાહકો માને છે કે વીમો એ નાણાકીય પ્રતિરક્ષા માટે સંપૂર્ણ જરૂરિયાત છે અને વીમો નહીં ધરાવતા 71 ટકા ગ્રાહકો માને છે કે નાણાકીય પ્રતિરક્ષા હાંસલ કરવામાં વીમો મહત્વનો છે.
ભ્રમ 3: “ભંડોળની અછતના સંજોગોમાં વીમા પોલિસીને ફોરફીટ કરી શકાય છે.”
આશરે 50 ટકા ગ્રાહકોએ તેમની પોલિસી પાકતી મુદત પહેલાં સરેન્ડર કરાવવાની વૃત્તિ જાહેર કરી હતી.
વાસ્તવમાં, વીમા પોલિસીઓ જરૂર પડે ત્યારે લોન માટે જામીનગીરી (કોલેટરલ) તરીકે કામ કરી શકે છે.
ભ્રમ 4: “એસેટની માલિકી અને બચત હોવી એ લાઇફ ઇન્શ્યોરન્સનો વિકલ્પ છે.”
વાસ્તવમાં, 62 ટકા ગ્રાહકોને ભવિષ્ય માટે પોતાની બચત પર વિશ્વાસ નથી.
ભારતીય પરિવારો ફિક્સ્ડ ડિપોઝીટ અને બચત જેવાં પરંપરાગત સાધનોની તરફેણ કરે છે પણ વીમા પોલિસીની સરખામણીમાં તેનાં લાભ અલગ છે.