MONEY9 GUJARATI: ફિટનેસ અને હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રીમિયમ વચ્ચે સીધો સંબંધ છે… કારણ કે વીમા કંપનીઓ ઉંમર, જૂની મેડિકલ હિસ્ટ્રી, BMI એટલે કે બોડી માસ ઈન્ડેક્સ, ધૂમ્રપાન જેવી બાબતોને આધાર બનાવી પ્રીમિયમ નક્કી કરે છે. જેમ કે, જો તમે ફિટ રહેવા માટે કસરત કરો છો… સ્વસ્થ આહાર લો છો, તો બીમાર પડવાની શક્યતા ઘટી જાય છે… આવી સ્થિતિમાં સ્વાસ્થ્ય વીમાનો દાવો કરવાની શક્યતા ઘટી જાય છે.. આવો જાણીએ કે કેવી રીતે ફિટનેસ તમારુ પ્રીમિયમ ઘટાડી શકે છે…
બોડી માસ ઇન્ડેક્સ એટલે કે BMI એ સ્થૂળતા તપાસવાની સૌથી લોકપ્રિય પદ્ધતિ છે… તેનાથી ખબર પડે છે કે શરીરનું વજન તેની લંબાઈના પ્રમાણમાં યોગ્ય છે કે નહીં… જો BMI 18.5 થી 24.9ની વચ્ચે હોય તો વજન સામાન્ય છે… 18.5થી ઓછા BMIનો અર્થ અંડર વેટ.. જો BMI 25 થી 29.9ની વચ્ચે હોય તો તેનો અર્થ થાય છે ઓવર વેટ હોવું. જો તમારો BMI 30થી ઉપર છે તો તમે Obesity એટલે કે સ્થૂળતાના શિકાર છો… BMI કેલ્ક્યુલેટરની મદદથી તમે ઓનલાઈન BMI સ્કોર ચકાસી શકો છો..
વીમા કંપનીઓ વજનવાળા અથવા મેદસ્વી લોકોને લઈને ખુબ જ સતર્ક રહે છે.. આનું કારણ એ છે કે વધુ BMI ધરાવતા લોકોને ડાયાબિટીસ, હાર્ટ પ્રૉબલમ અને હાઈપરટેન્શન જેવા રોગોનું જોખમ વધુ હોય છે… તેઓ ભવિષ્યમાં હેલ્થ ઈન્સ્યોરન્સ ક્લેમ કરે તેવી શક્યતા વધુ હોય છે…. આ જ કારણ છે કે વીમા કંપનીઓ સામાન્ય BMI ધરાવતા લોકો કરતા વધુ BMI ધરાવતા લોકો પાસેથી વધુ પ્રીમિયમ વસૂલે છે..
હવે તમે સમજ્યા? કેવી રીતે વજન ઘટાડીને હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘટાડી શકાય છે… ઈન્સ્યોરન્સ રેગ્યુલેટર ઈરડા દ્વારા ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે શું પગલાં લેવામાં આવ્યા છે? જેઓ પોતાને ફિટ રાખે છે તેમને વીમા કંપનીઓ શું લાભ આપી રહી છે હવે તે જાણીએ…
ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા એટલે કે IRDAI એ હેલ્થ ઈન્સ્યોરન્સ સેક્ટરમાં વેલનેસ અને ફિટનેસને પ્રોત્સાહિત કરવા માટે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી… આ ગાઇડલાઇન્સ મુજબ ઈન્સ્યોરન્સ કંપનીઓ એવા પોલિસીધારકોને રિવોર્ડ પોઈન્ટ આપી શકે છે, જેઓ હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવે છે.. અને શારીરિક કસરત કરે છે…. આ ઉપરાંત, ડિસ્કાઉન્ટ કૂપન, હેલ્થ ચેકઅપ અને ડાયગ્નોસિસ સહિત અન્ય ઑફર્સ પણ આપી શકે છે…
ફિટનેસને પ્રોત્સાહન આપવા માટે વીમા કંપનીઓ ધીમે ધીમે તેમની હેલ્થ પોલિસીમાં નવી સુવિધાઓ ઉમેરી રહી છે જેથી કરીને લોકો ફિટનેસ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે… તમે જેટલા વધુ ફિટ હશો, તેટલા વધુ રિવૉર્ડ તમને મળશે… જેમ કે પ્રીમિયમ પર વધુ ડિસ્કાઉન્ટ, જિમ મેમ્બરશિપ, પ્રીમિયમ પર ડિસ્કાઉન્ટ કે પછી સમ એશ્યોર્ડની રકમ વધારવા માટેની સુવિધા.
કેટલીક વીમા કંપનીઓ બીજા વર્ષના પ્રીમિયમ પર 100 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે, પરંતુ તેના માટે પોલિસી ધારકે વર્ષ દરમિયાન દરરોજ 10,000 પગલાં ચાલવા જેવા નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરવા જરૂરી છે.. ફિટબેન્ડ્સ જેવા સ્માર્ટ વિયર ડિવાઈસ અથવા મોબાઇલ એપ જેવા ઉપકરણો દ્વારા શારીરિક પ્રવૃત્તિઓનો રેકોર્ડ બનાવી શકાય છે. યાદ રાખો કે વિવિધ વીમા કંપનીઓની અલગ અલગ રિવૉર્ડ પૉલિસી અને ક્રાઈટેરિયા હોય છે… અને આ પોલિસી વીમાધારકના રિસ્ક પ્રોફાઇલ પર પણ આધાર રાખે છે…
હવે જોઈએ કે ફિટ રહેવા પર વિવિધ હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી કેટલું ડિસ્કાઉન્ટ આપે છે… પોલિસી બજારના આંકડા અનુસાર કેર સુપ્રીમ વેલનેસ ડિસ્કાઉન્ટ તરીકે 30% સુધી… નિવા બૂપા લાઈવ હેલ્થી બેનિફિટ ટેકના નામે 30% અને સ્ટાર હેલ્થ તેના વેલનેસ પ્રોગ્રામ હેઠળ 10% સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરે છે… તેવી જ રીતે, આદિત્ય બિરલા હેલ્થ ઈન્સ્યોરન્સ એક્ટિવ ફીટ 50% સુધી વેલનેસ ડિસ્કાઉન્ટ ઓફર કરે છે…બીજી એક વાત,, હેલ્થ ઈન્સ્યોરન્સ સારવારના ખર્ચનો બોજ ઘટાડે છે અને ટેક્સ પણ બચાવે છે… આવકવેરા કાયદાની કલમ 80 (D) હેઠળ, જો તમે, તમારા, પત્ની અને બાળકો માટે હેલ્થ ઈન્સ્યોરન્સ લો છો, તો ટેક્સ છૂટની મર્યાદા 25,000 રુપિયા સુધી છે.
તમે રનિંગ, જોગિંગ કે એક્સરસાઈઝ કરીને તમારા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ ઘટાડી શકો છો… ફિટનેસનું ધ્યાન રાખવાથી આવનારા વર્ષો માટે અલગથી રિવૉર્ડ પણ મળશે… જેમ સ્થૂળતા પ્રીમિયમમાં વધારો કરે છે તેમ ધૂમ્રપાન, આલ્કોહોલ જેવી આદતો પણ પ્રીમિયમ વધારે છે… હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે ફોર્મમાં બધી માહિતી યોગ્ય રીતે ભરો.. નહીં તો કંપની મેડિકલ ચેકઅપ કરાવી શકે છે… એવી પણ શક્યતા છે કે જ્યારે તમે હેલ્થ ઈન્સ્યોરન્સનો ક્લેમ કરવા જાઓ ત્યારે તમે ખોટી માહીતી આપી હોવાનું કારણ ધરીને ક્લેમને રિજ્કિટ કરી દેવામાં આવે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો