વીમાની મોંઘવારી પરેશાન કરવા આવી રહી છે. આગામી દિવસોમાં જનરલ ઈન્સ્યૉરન્સ (General Insurance)નું પ્રીમિયમ 15થી 20 ટકા મોંઘું થવાની શક્યતા છે. ખાસ તો, રિઈન્સ્યૉરન્સ (Reinsurance)નો ખર્ચ વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વીમા કંપનીઓ પ્રીમિયમમાં વધારો કરી શકે છે.
સરકારી કંપની જનરલ ઈન્સ્યૉરન્સ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (GIC Re)ના ચેરમેન અને MD દેવેશ શ્રીવાસ્તવે આગાહી કરી છે કે, આગામી દિવસોમાં સામાન્ય વીમા બજારમાં પ્રીમિયમના દર વધવાની શક્યતા છે. તેઓ કહે છે કે, રિઈન્સ્યૉરન્સનો ખર્ચ વધવાથી પ્રીમિયમ વધી શકે છે.
નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ 5 મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ 2023) નોન-લાઈફ ઈન્સ્યૉરન્સમાં 1.02 લાખ કરોડ રૂપિયાનું પ્રીમિયમ નોંધાયું છે. શ્રીવાસ્તવનું કહેવું છે કે, અમે કિંમત નક્કી કરવા માટે ટેકનીકલ બાબતો પર આધાર રાખીએ છીએ અને જરૂરિયાત અનુસાર, કિંમત નક્કી કરવાનો પ્રયાસ કરીએ છીએ.
ઉલ્લેખનીય છે કે, દેવેશ શ્રીવાસ્તવનો કાર્યકાળ ચાલુ મહિનાના અંતે સમાપ્ત થવાનો છે. GIC Re પાસે 70 ટકા બજારહિસ્સો હોવાથી તે એશિયાની ત્રીજા ક્રમની રિઈન્સ્યૉરન્સ કંપની છે. શ્રીવાસ્તવ કહે છે કે, સૉલ્વન્સી રેશિયો, ડેમેજ રેશિયો, જોઈન્ટ રેશિયો, ગ્રાહકોને સંતોષજનક સુવિધા આપવા અને રિટેન્શનમાં સતત સુધારો કરવાના પ્રયત્ન ચાલી રહ્યાં છે.
Published - October 3, 2023, 07:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો