Money9: હેલ્થ ઇન્સ્યૉરન્સને રિવ્યૂ કરતી વખતે સૌથી મહત્વનો મુદ્દો છે મેડિકલ ખર્ચામાં વધારો, એટલે કે મેડિકલ ઇન્ફ્લેશન છે.
યશ કન્ફ્યુઝડ છે, કે શું તેનું આરોગ્ય વીમાનું 5 લાખ રૂપિયાનું કવર પૂરતું છે? સારવારનો ખર્ચ વધી રહ્યો છે, ત્યારે શું આવનારા સમય માટે 5 લાખ રૂપિયાનું કવર પર્યાપ્ત રહેશે? એકથી વધુ વખત હોસ્પિટલમાં ભરતી થવું પડે તો 5 લાખના કવરથી કેટલી મદદ મળશે? જો તમારા મનમાં પણ પોતાના હેલ્થ ઇન્સ્યૉરન્સને લઇને આવા સવાલ છે તો આ જ સમય છે જ્યારે તમારે તમારા વીમા અંગે વિચાર કરવો જોઇએ.
મેડિકલ ખર્ચ વધ્યો
હેલ્થ ઇન્સ્યૉરન્સને રિવ્યૂ કરતી વખતે સૌથી મહત્વનો મુદ્દો છે મેડિકલ ખર્ચામાં વધારો, એટલે કે મેડિકલ ઇન્ફ્લેશન છે. મોતીલાલ ઓસવાલનો રિસર્ચ રિપોર્ટ જણાવે છે કે 2021માં મેડિકલ ખર્ચ 14% વધ્યો છે. ઓલ ઇન્ડિયા ડેટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ સર્વેના તાજેતરના આંકડા દર્શાવે છે કે ભારતીય પરિવારોમાં જે દેવું થાય છે તેમાં 12 ટકા હિસ્સેદારી સારવારના ખર્ચા માટેની લોનની છે. વીમો ન હોવાના કારણે લોકો આરોગ્ય ખર્ચનો 62.7 ટકા હિસ્સો પોતાના ખિસ્સામાંથી આપી રહ્યાં છે. જ્યારે વિશ્વનો એવરેજ આંકડો 18.1 ટકા છે. એટલે મોંઘવારી સામે લડવા અને ખર્ચ બચાવવા માટે તમારી પાસે આરોગ્ય વીમાનું પર્યાપ્ત કવર હોવું જરૂરી છે.
તમારી પાસે 3 વિકલ્પ
જો તમે પહેલેથી જ કોઇ હેલ્થ પોલીસી ધરાવો છો તો તેનું કવરેજ વધારવા માટે તમારી પાસે 3 વિકલ્પ છે. પહેલું એ કે પૉલિસીના રિન્યુઅલના સમયે આ કવરને વધારી દેવામાં આવે. વધારાના પ્રીમિયમની સાથે તમે કંપનીને કહીને હાલના સમ ઇન્સ્યૉર્ડને વધારી શકો છો. બીજી રીત એ હોઇ શકે કે તમે તમારી બેઝ પૉલિસીમાં ટૉપઅપ પ્લાન જોડીને વીમાનું એકસ્ટ્રા લેયર ખરીદી લો. ત્રીજી રીત છે હાલની પૉલિસીમાં સુપર ટૉપ અપ પ્લાન જોડવાની.
ટૉપઅપ એક પ્રકારનું એક્સટેન્શન છે, જેને તમે તમારા હાલના કે નવા બેઝ હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર પર ખરીદો છો. જ્યારે તમારા બેઝ પ્લાનની રકમ સમાપ્ત થઇ જાય છે ત્યારે ટૉપઅપનું કવરેજ શરૂ થાય છે. તમે જે કંપનીનો બેઝ પ્લાન લીધો છે તેની પાસેથી કે કોઇ અન્ય કંપની પાસેથી તમે ટૉપઅપ કવર લઇ શકો છો.
ટૉપઅપ પૉલિસી ઓછી કિંમતમાં વધારે કવરેજ પ્રદાન કરે છે. મોટાભાગની ઇન્સ્યૉરન્સ કંપનીઓ ટૉપઅપ અને સુપર ટૉપઅપ પૉલિસી ઓફર કરે છે. સારવારનો ખર્ચ જ્યારે વધી જાય છે ત્યારે આ ટોપ અપ એ વધારાના ખર્ચને કવર કરે છે.
ઉદાહરણથી સમજો
ધારો કે, તમારી પાસે 5 લાખ રૂપિયાનું હેલ્થ ઇન્સ્યૉરન્સ કવર છે. તો તમે આ કવરમાં ટૉપઅપ અને સુપર ટૉપઅપ પ્લાન દ્વારા 10 લાખ કે તમે ઇચ્છો તેટલી રકમનું એડિશનલ કવર લઇ શકો છો. આ રીતે એક વર્ષમાં તમે તમારા બેઝ કવરથી 5 લાખ રૂપિયાનો ખર્ચ કરી લેશો તો ટૉપઅપ પ્લાનના કવરેજનો ફાયદો મળી જશે. આ બેઝ કવરની રકમ ડિડક્ટિબલ કહેવાય છે. અને આ ખર્ચો તમે તમારા વીમાના બેઝ કવરથી આપશો. ત્યારબાદનો ખર્ચો ટૉપ અપ આપશે.
બજાજ કેપિટલ ઇન્સ્યૉરન્સના CEO વેંકટેશ નાયડૂ કહે છે કે એવા લોકો જેમની પાસે માત્ર પોતાની કંપનીમાંથી મળતું ગ્રુપ કવર હોય છે તે ટોપ અપ પ્લાન દ્વારા વધારે કવરેજ પ્રાપ્ત કરી શકે છે. આ ઉપરાંત એવા લોકો જે પોતાના કવરને વધારવા માંગે છે તે પણ ટૉપઅપ અને સુપર ટોપઅપની મદદથી સસ્તામાં કવરેજ વધારી શકે છે. વીમા બજારમાં 2000 રૂપિયાથી લઇને 7000 રૂપિયામાં તમને 5 થી 20 લાખ રૂપિયાનું ટોપઅપ મળી જશે.
ટૉપઅપ અને સુપર ટૉપઅપ
ટૉપઅપ અને સુપર ટૉપઅપમાં એક ખાસ અંતરને સમજો. તમારી બેઝ પૉલિસીથી સારવાર કર્યા બાદ ટૉપઅપ કવરનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ ટૉપઅપ ક્લેમ વર્ષમાં એકવાર મળે છે અને તે પણ જ્યારે એક જ વાર બેઝ કવરને વાપરવામાં આવ્યું હોય. સુપર ટોપઅપ પ્લાન દ્વારા મલ્ટીપલ ક્લેમ લઇ શકાય છે. આને ઉદાહરણ દ્વારા સમજો.
જો યશની પાસે 5 લાખ રૂપિયાનું બેઝ કવર છે જેની પર તે 10 લાખનો ટૉપઅપ પ્લાન લે છે. હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં, પહેલા બેઝ કવરનો ઉપયોગ કરવામાં આવશે. જો ચાર લાખનું બિલ આવ્યું તો બેઝ કવરમાં ચુકવણી થઇ જશે. તે જ વર્ષે જો એક બીજી સર્જરીની જરૂર પડી જેની પર 3 લાખ રૂપિયાનો ખર્ચ થઇ ગયો. હવે 3 લાખમાંથી એક લાખ બેઝ અને બાકીના બે લાખ ટૉપઅપ પ્લાનથી લઇ લો તેવું ન બની શકે.
ટોપઅપ ત્યારે જ મળશે જ્યારે તે એક જ બિલથી સાબિત કરવામાં આવે કે 5 લાખ રૂપિયાનું બેઝ કવર વાપરવામાં આવ્યું છે. જ્યારે સુપર ટૉપઅપ સરળતાથી મલ્ટીપલ હોસ્પિટલાઇઝેશનનો ખર્ચો આપી દે છે. તેમાં એક જ બિલ હોવું જરૂરી નથી. યશ આરામથી 5 લાખના બેઝ કવરમાં વધેલા 1 લાખનો ઉપયોગ કરશે. પછી સર્જરી ખર્ચના બાકી બચેલા બે લાખની ચુકવણી સુપર ટૉપઅપથી થશે અને સુપર ટોપઅપમાં બચેલા 8 લાખનો ઉપયોગ ફરી આ વર્ષે જરૂર પડે ત્યારે કરી શકાશે.
અહીં તમારા મનમાં એ સવાલ જરૂર ઉભો થઇ શકે કે શું સુપર ટૉપઅપ પૉલિસી લેતા પહેલાં હેલ્થ ઇન્સ્યૉરન્સ પૉલિસી હોવી જરૂરી છે? તો જવાબ છે નહીં. જો તમારી પાસે હેલ્થ પૉલિસી નથી તો પણ તમે સુપર ટૉપઅપ પૉલિસી ખરીદી શકો છો. જો કે, આવી સ્થિતિમાં તમને બેઝ કવરની લિમિટ સુધીનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી આપવો પડશે. ત્યારબાદ જ સુપર ટૉપઅપનું કવર શરૂ થશે.
સુપર ટૉપઅપ પૉલિસીમાં તમે પોતાને, પતિ કે પત્નીને અને બાળકોને કવર કરી શકો છો. તમે ફેમિલી ફ્લોટરના આધારે પણ આ પૉલિસી લઇ શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો