Money9: ઘરમાં નાનો મહેમાન આવે તો ઘર ખુશીઓથી ભરાઈ જાય છે. ચંદીગઢના રહેવાસી સંદીપ પણ દીકરીના જન્મથી ખુશ છે. બાળકી હવે એક મહિનાની છે. સંદીપ મિત્રો અને સંબંધીઓને પાર્ટી આપવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે જ દિકરીને જોન્ડિસ થઇ ગયો. એક અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ રહેવું પડ્યું. બધી બચત સારવાર પાછળ ખર્ચાઈ ગઈ…સંદીપની પાર્ટી કરવાની ઇચ્છા મનમાં જ રહી ગઇ. જો સંદીપે તેની દીકરી માટે હેલ્થ ઈન્સ્યોરન્સ કવર લીધું હોત તો આ સ્થિતિ ન સર્જાઈ હોત.
આજકાલ મોટાભાગના લોકો પાસે પહેલેથી જ આરોગ્ય વીમા પોલિસી હોય છે. તેનું પ્રીમિયમ નિયમિત રીતે જમા કરાવવું પડશે. ત્યારબાદ આ પોલિસી રિન્યૂ કરવામાં આવે છે. ઘરમાં બાળકના જન્મબાદ જ્યારે પણ તમે તમારી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી રિન્યૂ કરો ત્યારે તેમાં બાળકનું હેલ્થ કવર પણ સામેલ કરો. આનાથી તારા ફેમિલી ફ્લોટર પ્લાનમાં થોડુંક પ્રીમિયમ ચોક્કસપણે વધી જશે પરંતુ આ સૌથી સરળ પ્રક્રિયા છે. જો તમારી પાસે ગ્રુપ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન છે, તો તમે તેમાં બાળકને સામેલ કરી શકો છો. આજકાલ ઘણી હેલ્થ વીમા કંપનીઓ બાળકો માટે વીમા કવચ ઓફર કરી રહી છે. આમાં આદિત્ય બિરલા એક્ટિવ એશ્યોર ડાયમંડ પ્લાન, બજાજ આલિયાન્ઝ હેલ્થ ગાર્ડ પ્લાન, ભારતી એક્સા હેલ્થ એડવન્ટ એજ પ્લાન અને કેર પ્લસ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાનનો સમાવેશ થાય છે જેમાં દોઢ લાખ રૂપિયાથી 3 કરોડ રૂપિયા સુધીનું કવર મળી રહ્યું છે.
હવે એ જાણી લઇએ કે આમાં શું-શું કવર થશે. જો બાળક 24 કલાકથી વધુ સમય માટે હોસ્પિટલમાં દાખલ રહે છે, તો વીમા પોલિસી આ ખર્ચને કવર કરશે. આ ખર્ચમાં ICU ચાર્જ, દવાઓ, ટેસ્ટ, રૂમનું ભાડું, નર્સિંગ ચાર્જ, ડૉક્ટરની ફી વગેરેનો સમાવેશ થાય છે. આ પૉલિસીઓમાં હોસ્પિટલમાં ભરતી થયા પહેલાંના અને પછીના ખર્ચનો પણ સમાવેશ થાય છે. આ પ્રકારના ખર્ચમાં ભરતી થયાના 60 દિવસ પહેલા અને ડિસ્ચાર્જ પછીના 180 દિવસના ખર્ચને કવર કરવામાં આવે છે. મોટાભાગની પોલિસીઓમાં, બાળકના રસીકરણનો ખર્ચ પણ આવરી લેવામાં આવે છે. જોકે, તેમાં 2500 રૂપિયા સુધીની સબ લિમિટ હોઈ શકે છે. સબ લિમિટનો અર્થ એ છે કે વેક્સિનેશનના ખર્ચમાં કંપની 2500 રૂપિયા સુધીની ચુકવણી કરશે. આની ઉપરનું પેમેન્ટ તમારે તમારા ખિસ્સામાંથી કરવું પડશે. જેમની પાસે પહેલેથી જ મેટરનિટી પોલિસી છે, તેમાં 90 દિવસ સુધીના બાળક માટે આ કવર સામેલ હોય છે.
નવજાત શિશુના સ્વાસ્થ્યને લઈને જોખમ વધારે હોય છે, તેથી મોટાભાગની વીમા કંપનીઓ 90 દિવસ પછી વીમા કવર આપે છે. જો કે, મેટરનિટી વીમામાં, 90 દિવસ સુધીના બાળકને કવરમાં સામેલ કરી શકાય છે. કેટલીક કંપનીઓ એવી છે જે બાળકના જન્મની સાથે જ વીમા કવર આપે છે. આવી સ્થિતિમાં, તમારી પાસે ઘણા વિકલ્પો છે. તમે તમારા માટે વધુ અનુકૂળ હોય તેવા પ્લાનને પસંદ કરી શકો છો…પરંતુ આ અંગે અંતિમ નિર્ણય લેતા પહેલા,અલગ- અલગ કંપનીઓની પોલિસીઓ ધ્યાનથી જુઓ અને તુલના કરો કે તમારા માટે કઈ પોલિસી યોગ્ય છે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જિતેન્દ્ર સોલંકી કહે છે કે નવજાત શિશુની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે… તેથી તેમના બીમાર પડવાની શક્યતા વધુ રહેતી હોય છે. તેમને એ ખબર નથી હોતી કે તે પોતાને કેવી રીતે સુરક્ષિત રાખે. બાળકોને અકસ્માતમાં ઇજા થવાનું જોખમ પણ વધારે રહેતું હોય છે. આ જોખમને કવર કરવા માટે, બાળકો માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. ઘણી વીમા કંપનીઓ બાળકો માટે અલગથી પોલિસી આપી રહી છે પરંતુ તેને ખરીદવાનો કોઈ અર્થ નથી. તમારી પાસે પહેલેથી જે ફ્લોટર પ્લાન છે, તમારા બાળકને તેમાં જ સામેલ કરાવી લો. આનાથી તમારે અલગ અલગ પોલિસી લેવાની જરૂર નહીં પડે. સાથે જ પ્રીમિયમ પણ સસ્તું પડશે.
પરિવારમાં નવો મહેમાન આવે ત્યારે માતા-પિતાની જવાબદારી વધી જાય છે. આજકાલ દરેક મા-બાપ પોતાના બાળકની પ્રગતિ માટે કોઇ કસર છોડવા નથી માંગતા. પરંતુ આનાથી પણ જરૂરી છે કે બાળકના આરોગ્યની સંભાળ રાખવામાં આવે. જો બાળક સ્વસ્થ રહેશે તો તે જીવનના મોટામાં મોટા લક્ષ્યાંકને પ્રાપ્ત કરી શકશે. બાળકના સ્વાસ્થ્યની સુરક્ષા માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. ખરાબ સંજોગોમાં તે તમને નાણાકીય મદદ કરે છે. નાના બાળકોના આરોગ્ય સંબંધિત ખર્ચ ઘણાં વધારે હોય છે તો જો નવજાતનો હેલ્થ વીમો લેતા હોવ તો તેમાં કયા ખર્ચા કવર થાય છે તે ખાસ જોઇ લેજો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો