MONEY9 GUJARATI: આજકાલ મનોરમા બેવડી મુસીબતથી ઘેરાયેલી છે – એક તરફ ફોર્થ સ્ટેજના બ્રેસ્ટ કેન્સર સાથેની લડાઈ અને બીજી તરફ, સારવારનો મોટો ખર્ચ. તે આખો સમય પોતાની જાતને દોષ આપતી રહે છે કે જો કેન્સરને આવરી લેતો આરોગ્ય વીમો લીધો હોત તો,,ખર્ચની બાબતમાં કોઈની સામે હાથ લંબાવવો ના પડ્યો હોત.
મનોરમા જેવી ભૂલ આપણે બધા પણ કરી રહ્યા છીએ. મોટાભાગના લોકો વિચારે છે કે દરેક વ્યક્તિને કેન્સર થતું નથી, તો શા માટે કેન્સર કવર ખરીદવું? પરંતુ દેશમાં કેન્સરના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના રિપોર્ટ અનુસાર, દેશમાં વર્ષ 2022માં કેન્સરના 14.6 લાખ કેસ હતા, પરંતુ 2025 સુધીમાં આ સંખ્યા વધીને 15.7 લાખ થઈ શકે છે.
પરંતુ માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ પૂરતો નથી, તેની સાથે કેન્સર કવર હોવું પણ જરૂરી છે. હેલ્થ ઈન્સ્યોરન્સ એક્સપર્ટ ભક્તિ રસેલ કહે છે, “ઘણા લોકો એવું વિચારે છે કે તેમનો નિયમિત હેલ્થ ઈન્સ્યોરન્સ કેન્સરની સારવાર માટે થતાં તમામ ખર્ચને કવર કરશે… પરંતુ સત્ય એ છે કે સ્ટેન્ડર્ડ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્લાન તમામ ખર્ચને કવર નથી કરતા.. આવી સ્થિતિમાં, તેની અસર દર્દી અને તેના પરિવાર પર પડે છે.”
ઘણી વીમા કંપનીઓ કેન્સર સ્પેસિફિક ઈન્સ્યોરન્સ પૉલિસી ઑફર કરે છે, જ્યારે ઘણી કંપનીઓ કેન્સરની સારવારને ક્રિટિકલ ઈલનેસ કવર અંતર્ગત કવર કરે છે..પરંતુ કેન્સર કવર લેતા પહેલા, ચોક્કસપણે વીમાની જટિલતાઓને સમજો કારણ કે તેમાં ઘણા ગેરફાયદા છે અને પ્રીમિયમ પણ મોંઘું છે.
હવે ત્રણ પૉલિસીઓની વિશેષતાઓને વિગતવાર સમજીએ. ન્યૂ ઈન્ડિયા કેન્સર ગાર્ડ પોલિસીમાં 56થી 60 વર્ષની વયના નોન-સ્મોકર પુરૂષ માટે 50 લાખ રુપિયાના ઈન્સ્યોરન્સની રકમનું વાર્ષિક પ્રીમિયમ રૂ. 21,103 આપવું પડશે. મહિલાઓના કિસ્સામાં, પ્રીમિયમ વધારે છે કારણ કે મહિલાઓમાં બ્રેસ્ટ અને સર્વાઇકલ કેન્સરનું જોખમ રહેલું છે. તેથી, 56થી 60 વર્ષની વય જૂથની મહિલાઓ માટે પ્રીમિયમ લગભગ રૂ. 28,000 છે. આ પ્લાનમાં 75 દિવસનો વેઈટિંગ પીરિયડ છે અને તેની સૌથી મોટી ખામી એ છે કે આ પ્લાન અર્લી સ્ટેજ ડિટેક્શનને કવર નથી કરતો..
આ જ વસ્તુ આદિત્ય બિરલા એક્ટિવ સિક્યોર પ્લાનમાં જોવા મળી હતી. તેમની સમ ઈન્શ્યોર્ડની રકમ ખૂબ સારી છે, રૂ. 5 લાખથી રૂ.1 કરોડની વચ્ચે… પરંતુ પોલિસી ખરીદ્યા પછી,વેઈટિંગ પીરિયડના 180 દિવસમાં અર્લી સ્ટેજ કેન્સરના અને 90 દિવસમાં એડવાન્સ સ્ટેજ કેન્સરના સિમટમ્સ ડિટેક્ટ થાય તો તમને કંઈપણ નહીં મળે..અને અર્લી સ્ટેજ કેન્સરની સારવાર માટે સમ ઈન્શ્યોર્ડ માત્ર 50 ટકા જ મળશે.
ઓરિએન્ટલ કેન્સર પ્રોટેક્શન પ્લાન સ્પષ્ટપણે કેન્સરની બોર્ડરલાઈન એટલે કે પ્રીમેલિગ્નન્ટ ગ્રોથને કવરેજમાંથી બાકાત રાખે છે. હોસ્પિટલની સારવાર સિવાય, રિકવરીનો સમય ઘણો લાંબો હોય છે, તેમ છતાં આ પ્લાનમાં હોસ્પિટલાઈઝેશન પછીના માત્ર 90 દિવસના ખર્ચને આવરી લેવાય છે. આ પછી દર્દી પોતાના પર નિર્ભર રહેશે.
કેન્સરની સારવારના સમગ્ર ખર્ચને આવરી લેતી પોલિસી મેળવવી મુશ્કેલ છે, પરંતુ ખર્ચનો કેટલોક ભાગ આ પોલિસીઓ દ્વારા કવર કરી શકાય છે. ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સના CMO અને હેડ ઓફ ડાઈરેક્ટ સેલ્સ,,વિવેક ચતુર્વેદી કહે છે કે જો પરિવારમાં કોઈને પહેલા કેન્સર થયું હોય, એટલે કે કેન્સરનો ઈતિહાસ હોય, તો આ પ્રકારનું કવર લેવું યોગ્ય છે. તમે સારો સમઈન્શ્યોર્ડ વાળો કૉમ્પ્રિહેન્સિવ હેલ્થ ઈન્સ્યોરન્સ લઈ શકો છો. જુદી જુદી બિમારીઓ માટે સ્ટેન્ડઅલોન કવર હોવું જરૂરી નથી, પરંતુ મોટું કવરેજ મેળવવા માટે અને ઓછું પ્રીમિયમ પે કરવા માટે બેઝ અમાઉન્ટ પર સુપર ટોપ-અપ કવરથી મદદ મળશે.
યાદ રાખો, જો કેન્સર થાય છે, તો તે માત્ર એક વ્યક્તિને.. પરંતુ તેની પીડા આખો પરિવાર સહન કરે છે. તેથી, જો કોઈ વ્યક્તિ પાસે કેન્સર સ્પેસિફિક કવરેજ છે તો આવી સ્થિતિ ઉભી થાય તો તેને નાણાકીય રાહત મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો