બજાજ આલિયાન્ઝ લાઈફે તેના પોલિસીધારકો માટે બમ્પર બોનસની જાહેરાત કરી છે. વર્ષ 2022માં પણ બજાજ આલિયાન્ઝે 11 લાખ પોલિસીધારકોને બોનસ આપ્યું હતું. કંપનીએ કરેલી જાહેરાત અનુસાર, પૉલિસીધારકને તેની પોલિસીની મુદત પૂરી થાય ત્યારે અથવા તેના મૃત્યુ વખતે બોનસ ચૂકવવામાં આવશે. આ બોનસ 31 માર્ચ, 2023 પહેલાં ખરીદવામાં આવેલી પૉલિસી પર મળશે. બજાજ આલિયાન્સ લાઈફ ઈન્સ્યોરન્સે સતત 21મા વર્ષે બોનસ જાહેર કર્યું છે. કંપનીએ નાણાકીય વર્ષ 2021-22 માટે પૉલિસીધારકોને રૂ.1,070 કરોડનું બોનસ આપ્યું છે.
Published - April 26, 2023, 08:19 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો