Money9 Gujarati: અરુણની જેમ જ મોટી સંખ્યામાં એવા લોકો છે જેઓ ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ (Online Health Insurance) લેવામાં ખચકાટ અનુભવે છે. તેમના મનમાં એવો ડર હોય છે કે સારવાર કરાવ્યા પછી ક્લેમ (Insurance claim) કોણ અપાવશે… જો તેઓ એજન્ટ પાસેથી વીમો લેશે તો તે કમ સે કમ ક્લેમ મેળવવામાં મદદ તો કરશે… અને આ જ સૌથી મોટી ભૂલ છે… લોકોને લાગે છે કે જો એજન્ટ હશે તો સરળતાથી ક્લેમ મળી જશે. બીજી તરફ જો ઓનલાઈન વીમો (Online insurance) લીધો હશે તો કોઈ સાંભળનાર નહીં હોય. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે ક્લેમ ઈન્સ્યોરન્સ કંપની આપે છે એજન્ટ નહીં..ભલે તે ઓનલાઈન ખરીદાય કે ઓફલાઈન…તમને માત્ર યોગ્ય રીતે ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતા આવડવો જોઈએ.. ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદતા પહેલા કયા ફીચર્સ અને બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તે જાણતા પહેલા, ચાલો આપણે ઓનલાઈન હેલ્થ ઈન્સ્યોરન્સનું માર્કેટ સમજી લઈએ.
માર્કેટ રિસર્ચ એજન્સી મોર્ડોર ઈન્ટેલિજન્સનો રિપોર્ટ જણાવે છે કે ભારતમાં ઓનલાઈન ઈન્સ્યોરન્સ બિઝનેસ વર્ષ 2023માં 92.60 બિલિયન ડૉલર થવાનો અંદાજ છે… વર્ષ 2028 સુધીમાં તે 120.05 બિલિયન ડૉલર સુધી પહોંચી જશે… દેશમાં ઓનલાઈન ઈન્સ્યોરન્સ બિઝનેસ વાર્ષિક 5.23 ટકાની ઝડપથી વધી રહ્યો છે.
ભારતમાં 30 ઈન્સ્યોરન્સ કંપનીઓ હેલ્થ પોલિસી વેચી રહી છે. તેમાંથી 25 જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ છે જ્યારે 5 એવી કંપનીઓ છે જે માત્ર હેલ્થ ઈન્સ્યોરન્સ વેચે છે. આ કંપનીઓના માર્કેટમાં સેંકડો હેલ્થ પ્લાન છે…જો તમે ઑફલાઇન પૉલિસી ખરીદો છો, તો તમે માત્ર થોડી જ પૉલિસીઓની તપાસ કરી શકશો, જ્યારે ઑનલાઇનમાં તમને અનેક પૉલિસીઓના વિકલ્પ મળે છે.
ઑનલાઈન પ્રોસેસમાં તમે જે પોલિસીઓ શૉર્ટલિસ્ટ કરી છે તેના વિશે ઈન્સ્યોરન્સ એગ્રીગેટર, ઈન્સ્યોરન્સ કંપનીની વેબસાઈટ અને હેલ્પલાઈન નંબર પર તપાસ કરો….. વિવિધ ઈન્સ્યોરન્સ પોલિસીની સરખામણી કર્યા વિના કોઈપણ પોલિસી ખરીદશો નહીં… તમારે તપાસ કરવી જોઈએ કે કઈ પોલિસીમાં શું કવર થાય છે અને શું નથી થતું… વેઇટિંગ પિરિયડની સ્થિતિ શું છે… ક્લેમ સેટલમેન્ટ રેશિયોમાં કઈ કંપની આગળ છે… ઑનલાઈન ઈન્સ્યોરન્સ લેવાનો એક ફાયદો એ છે કે હેલ્થ પોલિસીની સાથે તમે ઘણા રાઈડર્સ વિશે એક જ જગ્યાએથી જાણી શકો છો…તમે તમારી જરૂરિયાત મુજબ આ લઈ શકો છો… અરુણ જેવા લોકો જેઓ ઑનલાઈન પોલિસી ખરીદવાથી ડરતા હોય છે અને વિચારે છે કે તેમને ક્લેમ કેવી રીતે મળશે તો તેના માટે જાણો એક્સપર્ટનો અભિપ્રાય..
જ્યારે તમે કોઈ એજન્ટ દ્વારા વીમા પૉલિસી ખરીદો છો, ત્યારે તમે તેના પર નિર્ભર થઈ જાઓ છો… અને તે જે કહે છે તે સાચું માની લો છો… જ્યારે ઑનલાઈન ઈન્સ્યોરન્સ પૉલિસી ખરીદતા પહેલા તમારે તમારું રિસર્ચ જાતે કરવું પડે છે… આનાથી તમને પૉલિસીના તમામ ફિચર્સની વધુ સારી માહિતી મળે છે.
ભલે તમે પોલિસી ઓનલાઈન ખરીદો કે કોઈપણ એજન્ટ પાસેથી, ક્લેમ માટે તમારે TPA એટલે કે થર્ડ પાર્ટી એડમિનિસ્ટ્રેશન પાસે જ જવું પડશે…TPA પોલિસી હોલ્ડર અને ઈન્સ્યોરન્સ કંપની વચ્ચે બ્રિજનું કામ કરે છે…તેનું મુખ્ય કામ ક્લેમ અને સેટલમેન્ટની પ્રોસેસમાં મદદ કરવાનું છે.. તમારી પાસે જે મેડિકલ કાર્ડ છે તે પણ TPA જ આપે છે.. જેની મદદથી તમે કેશલેસ ટ્રીટમેન્ટ મેળવો છો… તમારે સારવારના ખર્ચને લગતા તમામ દસ્તાવેજો TPAને સોંપવાના હોય છે… આ કામ હવે ઑનલાઇન પણ કરી શકાય છે..
જ્યારે તમે ઈન્સ્યોરન્સ માટે ઑનલાઈન સર્ચ કરો છો, ત્યારે તમારો ફોન નંબર ઈન્સ્યોરન્સ કંપનીઓ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં તેમના સેલ્સ એજન્ટ્સ તમને કોલ કરવાનું શરૂ કરે છે. તેઓ માત્ર સેલ્સ એજન્ટ છે અને ઈન્સ્યોરન્સ એક્સપર્ટ નથી. તેમની વાતોમાં આવી ઈન્સ્યોરન્સ ના ખરીદો..જો તમને કોઈપણ પ્રકારની ઓફર ફોન પર આપવામાં આવે છે તો તે લેખિતમાં માંગો.
જો તમે ઓનલાઈન પોલિસી ખરીદવા માંગતા હો, તો તમારે તમારી જરૂરિયાતો અનુસાર તેને પસંદ કરવી પડશે… પોલિસી સાથે જોડાયેલા Terms & Conditionsને ધ્યાનથી વાંચો અને સમજો… પોલિસી ખરીદતી વખતે સબ-લિમિટ અને કો-પેમેન્ટ જેવા ક્લૉઝ ખાસ વાંચો અને સમજો. કારણ કે આ તમારા ખિસ્સા ખાલી કરી શકે છે.. ઉદાહરણ તરીકે, ઘણા કિસ્સાઓમાં, વીમા કંપનીઓ સબ-લિમિટ હેઠળ સારવાર અને પ્રોસીઝરની કિંમત નક્કી કરે છે. તેનાથી ઉપરનું બિલ તમારા પોતાના ખિસ્સામાંથી ભરવાનું રહેશે. કો-પેમેન્ટના ક્લૉઝમાં તમારે સારવારના બિલનો એક ભાગ જાતે ચૂકવવો પડશે. જો કે આ ક્લૉઝથી તમારું પ્રીમિયમ ઘણું ઓછું થઇ જાય છે.. પરંતુ ક્લેમના સમયે આ ક્લૉઝ તમને ભારે પડી શકે છે..
હવે, અરુણની જેમ, તમે પણ સમજી ગયા હશો કે તમે હેલ્થ ઈન્સ્યોરન્સ ઑનલાઈન ખરીદો કે ઑફલાઈન, પ્રોડક્ટ અને ફીચર્સ એક જ રહેશે…બસ તમારે તમારું હોમવર્ક સારી રીતે કરવું પડશે…જે ફીચર્સ તમને જોઈએ છે તે તમારી પૉલિસીમાં છે તો ઑનલાઈન ઈન્સ્યોરન્સ ખરીદી શકો છો…તમારે ઑફલાઇનની સરખામણીમાં ઓછું પ્રીમિયમ ચૂકવવું પડશે…કારણ કે તમને ત્યાં ડિસ્કાઉન્ટ મળે છે…જ્યાં સુધી ક્લેમની વાત છે, તમારે ઑફલાઇન અને ઑનલાઈન બંનેમાં TPAનો સંપર્ક કરવો પડશે. તેથી ઑનલાઈન ઈન્સ્યોરન્સ ખરીદવામાં ક્લેમની બાબતે ડરવાની જરૂર નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો