Money9 Gujarati:
વર્ષ 2015માં શરૂ થયેલી સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB) સ્કીમમાં 8 વર્ષ સુધી રોકાણ જાળવી ના રાખવું હોય તો પાંચમા વર્ષથી રીડિમનો વિકલ્પ મળે છે. તમે પાંચમા, છઠ્ઠા અને સાતમા વર્ષથી તમારું હોલ્ડિંગ વેચી શકો છો. રિઝર્વ બેન્ક ઑફ ઈન્ડિયા (RBI)એ સૉવરિન ગોલ્ડ બૉન્ડ (SGB)ના રોકાણકારો માટે મહત્ત્વની જાહેરાત કરી છે. જો SGBની મુદત પૂરી થતાં પહેલાં બૉન્ડ વેચીને પૈસા મેળવવા માંગતા હોવ તો તેની અરજી જમા કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. RBIએ SGBની વિવિધ સીરિઝ માટે ઓક્ટોબર 2023થી માર્ચ 2024 દરમિયાન પ્રિમેચ્યોર રિડમ્પ્શનની વિગતો પણ જાહેર કરી છે.
એક વાતનું ધ્યાન રાખજો કે RBIએ જે તારીખો જાહેર કરી છે તે દિવસે અચાનક કોઈ રજા જાહેર થઈ જાય તો તારીખમાં ફેરફાર થઈ શકે છે. જો સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરનારે મુદત પૂરી થતાં પહેલાં તેનું હોલ્ડિંગ રીડિમ કરવું હોય તો તેણે SGB રિડમ્પ્શન માટે અરજી જમા કરવાની ડેડલાઈન પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે.
SGB premature redemption dates for October 2023 – March 2024 |
|||||
ક્રમ
|
સીરિઝ
|
ઈશ્યૂ તારીખ
|
કૂપન પેમેન્ટની તારીખ
|
પ્રિ-મેચ્યોર રિડમ્પ્શન (મુદત પહેલાં ઉપાડ) માટે અરજી જમા કરવાની તારીખ (Receiving Offices/NSDL/CDSL/RBI Retail Directને અરજી સોંપવાની રહેશે) | |
From | To | ||||
1 | 2016-17 Series I | August 5, 2016 | February 5, 2024 | January 5, 2024 | January 25, 2024 |
2 | 2016-17 Series II | September 30, 2016 | March 30, 2024 | February 29, 2024 | March 20, 2024 |
3 | 2016-17 Series III | November 17, 2016 | November 17, 2023 | October 17, 2023 | November 7, 2023 |
4 | 2016-17 Series IV | March 17, 2017 | March 17, 2024 | February 17, 2024 | March 6, 2024 |
5 | 2017-18 Series I | May 12, 2017 | November 12, 2023 | October 12, 2023 | October 31, 2023 |
6 | 2017-18 Series II | July 28, 2017 | January 28, 2024 | December 28, 2023 | January 15, 2024 |
7 | 2017-18 Series III | October 16, 2017 | October 16, 2023 | September 16, 2023 | October 6, 2023 |
8 | 2017-18 Series IV | October 23, 2017 | October 23, 2023 | September 23, 2023 | October 13, 2023 |
9 | 2017-18 Series V | October 30, 2017 | October 30, 2023 | September 30, 2023 | October 20, 2023 |
10 | 2017-18 Series VI | November 6, 2017 | November 6, 2023 | October 6, 2023 | October 27, 2023 |
11 | 2017-18 Series VII | November 13, 2017 | November 13, 2023 | October 13, 2023 | November 3, 2023 |
12 | 2017-18 Series VIII | November 20, 2017 | November 20, 2023 | October 20, 2023 | November 10, 2023 |
13 | 2017-18 Series IX | November 27, 2017 | November 27, 2023 | October 27, 2023 | November 15, 2023 |
14 | 2017-18 Series X | December 4, 2017 | December 4, 2023 | November 4, 2023 | November 24, 2023 |
15 | 2017-18 Series XI | December 11, 2017 | December 11, 2023 | November 10, 2023 | December 1, 2023 |
16 | 2017-18 Series XII | December 18, 2017 | December 18, 2023 | November 18, 2023 | December 8, 2023 |
17 | 2017-18 Series XIII | December 26, 2017 | December 26, 2023 | November 24, 2023 | December 16, 2023 |
18 | 2017-18 Series XIV | January 1, 2018 | January 1, 2024 | December 1, 2023 | December 22, 2023 |
19 | 2018-19 Series I | May 4, 2018 | November 4, 2023 | October 4, 2023 | October 25, 2023 |
20 | 2018-19 Series II | October 23, 2018 | October 23, 2023 | September 23, 2023 | October 13, 2023 |
21 | 2018-19 Series III | November 12, 2018 | November 12, 2023 | October 12, 2023 | October 31, 2023 |
22 | 2018-19 Series IV | January 1, 2019 | January 1, 2024 | December 1, 2023 | December 22, 2023 |
23 | 2018-19 Series V | January 22, 2019 | January 22, 2024 | December 22, 2023 | January 12, 2024 |
24 | 2018-19 Series VI | February 12, 2019 | February 12, 2024 | January 12, 2024 | February 2, 2024 |
SGBમાં રોકાણ
સૉવરિન ગોલ્ડ બૉન્ડમાં એક વ્યક્તિ ઓછામાં ઓછું 1 ગ્રામ સોનું ખરીદી શકે છે જ્યારે મહત્તમ 4 કિલો સોનું ખરીદવાની છૂટ છે. ટ્રસ્ટના નામે મહત્તમ 20 કિલોગ્રામ સોનું ખરીદવાની છૂટ છે. 12 સરકારી અને 21 ખાનગી શિડ્યુઅલ્ડ બેન્કમાં ગોલ્ડ બૉન્ડનું વેચાણ કરવામાં આવે છે. આ ઉપરાંત, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા, બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઑફ ઈન્ડિયા, ક્લીયરિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા (CCIL) અને સ્ટોક હોલ્ડિંગ કૉર્પોરેશન ઑફ ઈન્ડિયા લિ. (SHCIL)માં પણ ગોલ્ડ બૉન્ડ મળે છે. પૉસ્ટ ઑફિસ (ટપાલ વિભાગ)ની મુખ્ય શાખામાં પણ ગોલ્ડ બૉન્ડમાં રોકાણની સુવિધા ઉપલબ્ધ છે.
સપ્ટેમ્બરમાં ખુલશે સીરિઝ
RBI દ્વારા ગોલ્ડ બૉન્ડ ઈશ્યૂ કરવામાં આવે છે. બજારમાં સોનાનો જે ભાવ હોય તેના કરતાં ઓછી કિંમતે આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમારું રોકાણ સલામત રહે છે, કારણ કે તેને ભારત સરકાર તરફથી સુરક્ષાની ગેરન્ટી આપવામાં આવે છે. ચાલુ નાણાકીય વર્ષ માટે સરકારે પ્રથમ છ મહિનામાં બે સીરિઝ લૉન્ચ કરવાનો નિર્ણય લીધો છે. પહેલી સીરિઝ 19 જૂનથી 23 જૂન દરમિયાન જ્યારે બીજી સીરિઝ 11 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર દરમિયાન ખુલશે.
કેટલું મળે છે વળતર?
આ સ્કીમમાં રોકાણકારોને વાર્ષિક 2.50 ટકા વ્યાજ ચૂકવવામાં આવે છે અને તેની ચૂકવણી અર્ધ-વાર્ષિક ધોરણે કરવામાં આવે છે. 2015માં જે લોકોએ ગોલ્ડ બૉન્ડમાં રોકાણ કર્યું હતું તેમને 100 ટકાથી પણ વધારે વળતર મળ્યું છે. તમે લોન લેવા માટે જામીન તરીકે પણ ગોલ્ડ બૉન્ડનો ઉપયોગ કરી શકો છો. રોકાણકારોને ગોલ્ડ બૉન્ડ ખરીદ્યા હોવાનું એક હોલ્ડિંગ સર્ટિફિકેટ ઈશ્યૂ કરવામાં આવે છે.
ટેક્સ ભરવો પડે?
SGBમાં કરેલા રોકાણ પર વ્યાજની જે કમાણી થાય તેને કરપાત્ર (taxable) ગણવામાં આવે છે અને તેના પર ઈનકમ ટેક્સ એક્ટ, 1961 (43 of 1961)ની જોગવાઈ હેઠળ ટેક્સ લાગે છે. તમે જ્યારે બૉન્ડ વેચો ત્યારે જે કેપિટલ ગેઈન્સ થાય તેના પર ટેક્સ લાગતો નથી. જો કોઈ વ્યક્તિ ગોલ્ડ બૉન્ડ ટ્રાન્સફર કરાવે તો લોંગ ટર્મ કેપિટલ ગેઈન્સ પર ઈન્ડેક્સેશન બેનિફિટ લઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો