MONEY9 GUJARATI:
સરકારની સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) સ્કીમની ત્રીજી સીરિઝ ખુલી ગઈ છે. તમે 22 ડિસેમ્બર સુધી આ સ્કીમમાં રોકાણ કરી શકો છો. ચાલુ નાણાકીય વર્ષની ચોથી સીરિઝ ફેબ્રુઆરી 2024માં ખુલશે. SGBમાં રોકાણ કરવા માંગતા લોકોને વેલ્થ મેનેજર્સે સલાહ આપી છે કે, તેમણે ત્રીજી અને ચોથી સીરિઝમાં રોકાણ વહેંચી દેવું જોઈએ. રોકાણકારો તેમના પોર્ટફોલિયોનો 10 ટકા હિસ્સો આ સ્કીમમાં મૂકી શકે છે.
18થી 22 ડિસેમ્બર સુધી ખુલ્લી રહેલી SGBની ત્રીજી સીરિઝમાં એક ગ્રામની કિંમત 6,199 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જો તમે ઓનલાઈન અરજી કરો અથવા ડિજિટલી પેમેન્ટ કરો તો સરકાર તમને 50 રૂપિયા ડિસ્કાઉન્ટ આપે છે. ડિસ્કાઉન્ટ બાદ એક યુનિટ 6,149 રૂપિયામાં પડશે. અગાઉ સપ્ટેમ્બર 2023ની બીજી સીરિઝ કરતાં અત્યારની સીરિઝમાં સોનાનો ભાવ પ્રતિ ગ્રામ 276 રૂપિયા વધી ગયો છે. સપ્ટેમ્બર સીરિઝમાં એક ગ્રામની કિંમત 5,873 રૂપિયા નક્કી થઈ હતી.
સોનામાં તેજીનો માહોલ છે. છેલ્લાં એક વર્ષમાં રૂપિયામાં 15.92 ટકા જ્યારે ડોલરના સંદર્ભમાં 13.88 ટકા વળતર મળ્યું છે. સોનું છેલ્લાં 1 મહિનામાં 4.2 ટકા વધી ચૂક્યું છે. છેલ્લા બે નાણાકીય વર્ષમાં સોવરિન ગોલ્ડ બોન્ડમાં સરેરાશ 20 ટકા વળતર મળ્યું છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ એક સરકારી સ્કીમ છે, જે સોનામાં રોકાણનો વિકલ્પ પૂરો પાડે છે. આ સ્કીમને સરકારનું પીઠબળ હોવાથી તેને સોવરિન સ્કીમ કહે છે. આ સ્કીમ લોકોને ફિઝિકલ ગોલ્ડને બદલે સરકારી પેપર મારફતે ગોલ્ડ ખરીદવાની તક આપે છે. એક ચોક્કસ મુદત સુધી રોકાણ જાળવ્યા બાદ રોકાણકારોને સોનાના વધતા ભાવ પ્રમાણે નફો થાય છે. સરકાર દર વર્ષે 2.5 ટકા વ્યાજ ચૂકવે છે, એટલે આ સ્કીમમાં વ્યાજ પેટે પણ કમાણી થાય છે. SGB સરકાર બહાર પાડે છે અને તેની મેચ્યોરિટીની મુદત 8 વર્ષની હોય છે. જો કે તમે પાંચ વર્ષ પછી આ બોન્ડને વેચી શકો છો.
તમે બેન્ક અથવા પોસ્ટ ઓફિસની મુખ્ય શાખાઓમાંથી ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. મોટા સ્ટોક એક્સ્ચેન્જ NSE અને BSE મારફતે પણ તમે ગોલ્ડ બોન્ડ ખરીદી શકો છો. ઓનલાઇન ખરીદી કરને તમે તેને તમારા ડિમેટ એકાઉન્ટમાં રાખી શકો છો. તમે નેટબેન્કિંગ મારફતે પણ રોકાણ કરી શકો છો. લગભગ તમામ મોટી બેન્ક આ સુવિધા આપે છે. બેન્ક ગોલ્ડ બોન્ડના રૂપમાં સર્ટિફિકેટ જારી કરી છે. તેના માટે તમારે ડિમેટ એકાઉન્ટની જરૂર નથી. તમે ઓછામાં ઓછું 1 ગ્રામ અને મહત્તમ એક વર્ષમાં 400 ગ્રામ સુધી ખરીદી શકો છો. ટ્રસ્ટ અને અન્ય સંસ્થાઓ એક વર્ષમાં 20 કિલો જેટલું સોનું ખરીદી શકે છે. પાકતી મુદતે મળતી રકમ ટેક્સ-ફ્રી છે.
સોવરિન ગોલ્ડ ફંડનો સૌથી મોટો ફાયદો છે ટેક્સમાંથી મુક્તિ. 8 વર્ષની પાકતી મુદતે મળતી રકમ ટેક્સ ફ્રી હોય છે. જો તમે પાકતી મુદત પહેલાં રિઝર્વ બેન્ક મારફતે બોન્ડ રિડીમ કરો એટલે કે, તમારું રોકાણ ઉપાડી લો તોપણ કોઇ ટેક્સ નહીં લાગે. જો તમે આ બોન્ડ એક્સ્ચેન્જ મારફતે વેચો તો તેના પર મળતું રિટર્ન કેપિટલ ગેઇનની શ્રેણીમાં આવશે. બોન્ડને ખરીદીના ત્રણ વર્ષની અંદર વેચવામાં આવે તો તેના પર મળતા રિટર્નને શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન (STCG) ગણવામાં આવશે. આ કમાણી રોકાણકારની વાર્ષિક આવકમાં જોડાશે અને તેના પર રોકાણકારના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. જો બોન્ડ ત્રણ વર્ષ પછી વેચો તો તેમાં મળતા રિટર્નને લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન (LTCG) ગણવામાં આવશે અને તેના પર 20 ટકા ટેક્સ લાગશે. સાથે સાથે દર છ મહિને મળતું વ્યાજ પણ રોકાણકારની વાર્ષિક આવકમાં ગણાશે અને કુલ આવકના સ્લેબ મુજબ ટેક્સ લાગશે.
પર્સનલ ફાઇનાન્સ એક્સપર્ટ જીતેન્દ્ર સોલંકીનું કહેવું છે કે સુરક્ષિત રોકાણ માટે સોનું એક સારો વિકલ્પ છે. તમારા પોર્ટફોલિયોના 10થી 15 ટકા સુધી ગોલ્ડમાં રોકાણ કરવું જોઇએ. આ રોકાણ માટે ગોલ્ડ બોન્ડ અને ગોલ્ડ ETF સારા વિકલ્પ છે. તમે આ બંને વિકલ્પમાં 50-50 ટકા રોકાણ કરી શકો છો. ભારતીય માનસિકતા મુજબ તમારા પોર્ટફોલિયોમાં ગોલ્ડ બોન્ડ તો હોવા જ જોઇએ. તમે તમારા બાળકોના લગ્ન માટે થોડું થોડું રોકાણ કરીને સોનું ભેગું કરવા માટે ગોલ્ડ બોન્ડ શાનદાર વિકલ્પ છે.
નિષ્ણાતો જણાવે છે કે, ગોલ્ડમાં તેજી માટે સારો માહોલ છે. 2024માં પણ સોનું વધશે તેવો અંદાજ છે, કારણ કે, અમેરિકામાં ચૂંટણી આવી રહી છે અને આવતું વર્ષ વ્યાજ દરમાં ઘટાડાનું વર્ષ બની રહે તેવી ધારણા છે. આ સ્થિતિમાં ડૉલર નરમ રહેશે અને જિઓપોલિટકલ ટેન્શનને કારણે ગોલ્ડમાં રોકાણ વધશે. આથી, રોકાણકારોએ ગોલ્ડ બોન્ડની વર્તમાન સીરિઝમાં અને આગામી સીરિઝમાં રોકાણ વહેંચીને આગળ વધવું જોઈએ.
Particulars |
Physical Gold |
Gold ETF |
Sovereign Gold Bond |
Returns/earnings |
Lower than the real return on gold due to making charges |
Less than actual return on gold |
More than actual return on gold |
Safety |
Risk of theft, wear/tear |
High |
High |
Purity |
The purity of gold always remains a question |
High as it is in electronic form |
High as it is in electronic form |
Gains |
LTCG after three years |
Long-term capital gain post after three years |
LTCG post three years. (No capital gain tax if redeemed after maturity) |
As loan collateral |
Accepted |
Not accepted |
Accepted |
Tradability or exit formalities |
Restrictive |
Tradable on Stock Exchange |
Can be traded and redeemed from the 5th year with the government |
Storage expenditures |
High |
Minimal |
Minimal |
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો