Money9: ગયા મહિને અમેરિકામાં રિટેલ મોંઘવારીના આંકડા આવ્યા..મોંઘવારી ઘટતી દેખાઇ અને ગોલ્ડનો ભાવ વધવાનો શરૂ થઇ ગયો.બુધવારે અમેરિકી સેન્ટ્રલ બેંકના ચેરમેને વ્યાજ દરોમાં સુસ્ત વધારાનો સંકેત આપ્યો અને ગોલ્ડનો ભાવ ફરી આસમાને પહોંચી ગયો. આ બન્ને ઘટનાક્રમ સંકેત આપી રહ્યા છે કે આવનારા દિવસોમાં ગોલ્ડની કિંમતો નક્કી કરવામાં અમેરિકાના આર્થિક આંકડા મોટી ભૂમિકા ભજવી શકે છે. કારણ કે હાલના દિવસોમાં અમેરિકી સંકેતોના કારણે જ ગોલ્ડનો ભાવ આસમાને પહોંચી ગયો છે.
એક મહિનામાં સોનું થયું મોંઘું
છેલ્લા એક મહિનામાં ગોલ્ડના સ્થાનિક ભાવમાં સાડા ત્રણ હજાર રૂપિયાથી વધારેની વૃદ્ધિ થઇ ચૂકી છે. પહેલી નવેમ્બરના રોજ MCX પર ભાવ 50,300 રૂપિયાની નીચે હતો. અને ગુરુવારે એટલે કે પહેલી ડિસેમ્બરનો ભાવ 53,900 રૂપિયાની ઉપર પહોંચી ગયો. આ દરમિયાન વિદેશી બજારમાં ભાવ 11 ટકાથી વધુ વધ્યો છે. તો આ સમયગાળામાં ચાંદી પણ સોનાની સાથે જ ચાલી રહી છે. અથવા તો એમ કહીએ કે સોનાથી પણ વધુ તેજીથી દોડી રહી છે. એક મહિનામાં ચાંદીનો ભાવ 7 હજાર રૂપિયાથી વધુ વધી ગયો છે. પહેલી ડિસેમ્બરે MCX પર પ્રતિ કિલોનો ભાવ 58 હજાર રૂપિયાની નીચે હતો. અને પહેલી ડિસેમ્બરના રોજ તે 65 હજાર રૂપિયાની ઉપર પહોંચી ગયો.
યુએસ ઇકોનોમીની અસર
અમેરિકાની ઇકોનોમીના મિજાજ બદલાવાની આશાએ ત્યાં વ્યાજ દરોમાં વધારે વૃદ્ધિની સંભાવના ઘટી ગઇ છે. જેના કારણે અમેરિકી કરન્સી ડોલર પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. સપ્ટેમ્બરમાં જે ડોલર ઇન્ડેક્સ 115ની નજીક પહોંચી ગયો હતો. હવે તે 105ની પણ નીચે આવી ગયો છે અને ડોલરમાં આવ્યું તેવું જ દબાણ ગોલ્ડ અને સિલ્વરની કિંમતોને હવા આપી રહ્યું છે. આ બદલેલા મિજાજને ગોલ્ડના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પણ જાણી ચૂક્યા છે. એપ્રિલ બાદથી દુનિયાભરના ETF પોતાના રિઝર્વમાંથી સતત સોનું વેચી રહ્યા હતા. પરંતુ નવેમ્બરના અંતિમ સપ્તાહમાં તેમણે પણ ખરીદી કરવાની શરુ કરી દીધી છે.
ગોલ્ડ ETFsનું હોલ્ડિંગ વધ્યું
નવેમ્બરના અંતિમ સપ્તાહમાં દુનિયાભરના બધા ગોલ્ડ ETFsના કુલ હોલ્ડિંગમાં 4 ટનનો વધારો થયો છે અને આ કારણે પણ ગોલ્ડના ભાવને ટેકો મળી રહ્યો છે. જાણકારો માની રહ્યા છે કે લાંબાગાળા દરમિયાન ગોલ્ડ અને સિલ્વરના બજારમાં તેજી રહી શકે છે. કેડિયા કોમોડિટીના નિર્દેશક અજય કેડિયાનું માનવું છે કે ડિસેમ્બરના અંત સુધી સ્થાનિક બજારમાં ગોલ્ડનો ભાવ 54,500 રૂપિયાનું સ્તર દર્શાવી શકે છે. અને ચાંદીની કિંમતો પણ 68,500 રૂપિયાનું લેવલ ટચ કરી શકે છે.
મની9ની સલાહ છે કે ગોલ્ડ અને સિલ્વરના બજારમાં કોઇપણ પ્રકારનો ટ્રેડ કરતા પહેલા તમે તમારા નાણાકીય સલાહકારની સલાહ જરૂર લો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો