સરકારની ગોલ્ડ બોન્ડ સ્કીમે 6 વર્ષમાં જ પૈસા ડબલ કરી આપ્યા છે. સરકારે 2015માં સોવરિન ગોલ્ડ બૉન્ડ સ્કીમ શરૂ કરી હતી. તેની 2017-18 સીરિઝના ચોથા ફેઝમાં જેમણે પૈસા રોક્યા હતા, તે છેલ્લાં છ વર્ષમાં ડબલ થઈ ગયા છે. આ સીરિઝમાં સરકારે રોકાણકારોને 2,895 રૂપિયાના ભાવે ગોલ્ડ બૉન્ડ ઈશ્યૂ કર્યા હતા. 21 એપ્રિલે, શુક્રવારે આ સ્કીમનું સાતમું વર્ષ થાય છે અને તે નિમિત્તે રિઝર્વ બેન્કે તેની પ્રિ-મેચ્યોર રિડમ્પ્શન પ્રાઈસ જાહેર કરી છે. રિઝર્વ બેન્કે એક બૉન્ડની કિંમત 6,038 રૂપિયા નક્કી કરી છે. એટલે કે, 2,895 રૂપિયાનું રોકાણ બમણાથી પણ વધુ થઈ ગયું છે અને તે પણ માત્ર છ વર્ષમાં. ધારો કે, તમે આ સીરિઝમાં લાખ રૂપિયા રોક્યા હોત તો અત્યારે બે લાખથી વધુ રકમ પાછી મળી હોત, વત્તા દર વર્ષનું અઢી ટકા વ્યાજ પણ મળ્યું હોત. આથી જ, સોનામાં રોકાણ કરવા માટે ગોલ્ડ બૉન્ડ સ્કીમનું આકર્ષણ વધી રહ્યું છે.
Published - April 21, 2023, 07:50 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો