Money9: ડોમેસ્ટિક માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ કૂ એ એક મોટી જાહેરાત કરી છે. હવે યૂઝર્સ Koo પર પોતાના કન્ટેન્ટને મોનેટાઇઝ કરીને પણ પૈસા કમાઈ શકે છે. કંપનીએ કહ્યું છે કે તેણે Koo Premium લોન્ચ કર્યું છે જેથી ક્રિએટર્સ એક્સક્લૂઝિવ કન્ટેન્ટનું મોનેટાઇઝેશન કરીને અને કસ્ટમાઇઝ્ડ સબ્સ્ક્રિપ્શન પ્લાન દ્વારા આવક મેળવી શકે. આવક જનરેશન ઉપરાંત, આ ફિચર યૂઝર્સને પોતાના ફોલોઅરની સાથે જોડાવાની પણ પરવાનગી આપે છે.
કમાણી સબ્સ્ક્રિપ્શન ફી દ્વારા થશે
જો કોઈ ક્રિએટર Kooની આ યોજનામાં જોડાય છે, તો તે તેના સબ્સ્ક્રાઇબર્સને પ્રીમિયમ સામગ્રી શેર કરી શકે છે. એટલું જ નહીં, ક્રિએટર તેમની પાસેથી સાપ્તાહિક અથવા માસિક સબ્સ્ક્રિપ્શન ફી પણ વસૂલી શકે છે. કૂએ કહ્યું છે કે કંપની ક્રિએટર્સ પાસેથી કુલ સબ્સ્ક્રિપ્શનના 15 ટકા પ્લેટફોર્મ ફી વસૂલશે. કંપનીએ જણાવ્યું હતું કે કુ પ્રીમિયમ સર્જકોને ફ્લેક્સિબલ પ્રાઇસિંગના વિકલ્પો સાથે તેમની પોતાની સબ્સ્ક્રિપ્શન પ્લાન ડિઝાઇન કરવાની સ્વતંત્રતા આપે છે.
કંપનીનું શું કહેવું છે?
કંપનીએ કહ્યું છે કે અમે ઈચ્છીએ છીએ કે અમારી સફળતા એવા લોકો સાથે શેર કરવામાં આવે જેમની Koo ને સાચા અર્થમાં ઇંક્લૂઝિવ પ્લેટફોર્મ બનાવવામાં સૌથી મોટી ભૂમિકા છે. ક્રિએટર્સ કોઈપણ સામાજિક પ્લેટફોર્મની કરોડરજ્જુ ગણાય છે. Koo ના CEO અને સહ-સ્થાપક અપ્રેમ્યા રાધાકૃષ્ણાએ જણાવ્યું હતું કે, “Koo પ્રીમિયમ દ્વારા, અમે કન્ટેન્ટ ક્રિએશનનું લોકશાહીકરણ કરવા માંગીએ છીએ અને સમગ્ર દેશમાં ક્રિએટર્સને સ્થાયી આવક ઊભી કરવા સક્ષમ બનાવવા માંગીએ છીએ.”
ફીચરનું થઇ ચૂક્યું છે ટેસ્ટિંગ
કંપનીએ 20 કન્ટેન્ટ ક્રિએટર્સ સાથે પોતાના પ્રીમિયમ ફિચરનું ટેસ્ટિંગ કર્યું છે. કૂ પ્રીમિયમમાં સામેલ થવાની ઇચ્છા રાખનારા ક્રિએટર્સને પોતાના પ્રીમિયમ ગ્રાહકોને ખાસ કન્ટેન્ટ આપવું પડશે જેમાં ટેકસ્ટ, ફોટો અને વીડિયો સામેલ હોઇ શકે છે. કાર્યક્રમ માટે રજિસ્ટર થવા માટે ક્રિએટર્સ special@kooapp.com પર ઇમેઇલ મોકલી શકે છે. કૂની સ્થાપના 2020 માં અપ્રેમ્યા રાધાકૃષ્ણ અને મયંક બિદાવતકાએ કરી હતી. કંપનીએ બ્લૂમ વેન્ચર્સ, એક્સેલ, કલારી કેપિટલ, 3one4 કેપિટલ વગેરે જેવા રોકાણકારો પાસેથી અત્યાર સુધીમાં 70 મિલિયન ડોલરથી વધુ એકત્ર કર્યા છે. લોન્ચના ત્રણ વર્ષમાં કંપનીની એપ ડાઉનલોડની સંખ્યા 60 મિલિયનને પાર કરી ગઈ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો